બેંકિંગ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 454 પોઈન્ટ ઉછળીને 77073

મુંબઈ : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળતા પૂર્વે વૈશ્વિક સેન્ટીમેન્ટ પોઝિટીવ બનવા સાથે ઘર આંગણે કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં કોટક મહિન્દ્રા બેંક, વિપ્રો સહિતના રિઝલ્ટની પોઝિટીવ અસરે આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ટ્વિન્સ સહિતમાં મોટો ઉછાળો આવતાં અને મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ફાર્મા શેરોમાં આકર્ષણે સેન્સેક્સે ૭૭૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૩૩૦૦ની સપાટી પાર કરી હતી. ચાઈનામાં અત્યંત વિકટ ડિફલેશનની પરિસ્થિતિએ એક તરફ સ્ટીમ્યુલસ પગલાંની વધતી આવશ્યકતા અને બીજી તરફ અમેરિકામાં ટ્રમ્પના સત્તા પર આવતાં હવે વૈશ્વિક વેપાર નીતિ પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં એકંદર સાવચેતી રહી હતી. એશીયાન બજારોમાં જાપાન, હોંગકોંગમાં મજબૂતી રહી હતી. ભારતીય શેર બજારોમાં આજે ફંડોની બેંકિંગ શેરોની આગેવાનીએ તેજીએ સેન્સેક્સ એક તબક્કે ૬૯૯.૬૧ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૭૩૧૮.૯૪ સુધી જઈ વધ્યામથાળે પ્રોફિટ બુકિંગ થતાં અંતે ૪૫૪.૧૧ પોઈન્ટ વધીને ૭૭૦૭૩.૪૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ એક તબક્કે ૧૮૭.૯૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૩૩૯૧.૧૦ સુધી પહોંચી પાછો ફરી અંતે ૧૪૧.૫૫ પોઈન્ટ વધીને ૨૩૩૪૪.૭૫ બંધ રહ્યો હતો.
કોટક મહિન્દ્રા બેંક પરિણામ પાછળ રૂ.૧૬૧ ઉછળીને ૧૯૨૦ : સ્ટેટ બેંક, યશ બેંક, બીઓબીમાં આકર્ષણ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીમાં આક્રમક ખરીદી થઈ હતી. કોટક બેંકના ત્રિમાસિક નફામાં ૧૦ ટકાની વૃદ્વિ સામે એનપીએની સ્થિતિ સુધરી હોવાના પોઝિટીવ પરિબળે શેરમાં ફંડો મોટાપાયે લેવાલ બનતાં રૂ.૧૬૦.૯૫ ઉછળી રૂ.૧૯૧૯.૬૦ રહ્યો હતો. યશ બેંક ૬૮ પૈસા વધીને રૂ.૧૮.૯૪, કેનેરા બેંક રૂ.૩.૨૫ વધીને રૂ.૧૦૧,૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૯૫ વધીને રૂ.૭૭૯.૦૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૨૦ વધીને રૂ.૨૩૨.૨૦, એચડીએફસી બેંક રૂ.૧૪.૫૫ વધીને રૂ.૧૬૫૧.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૯૫ વધીને રૂ.૧૨૩૨.૮૫ રહ્યા હતા.
બજાજ ફાઈનાન્સ-ભારતી એરટેલના કરારે રૂ.૨૫૭, એન્જલ વન રૂ.૧૩૫, ક્રેડિટ એક્સેસ રૂ.૮૯ ઉછળ્યા
ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં મોનાર્ક રૂ.૩૩.૮૫ ઉછળી રૂ.૪૮૦.૭૫, અરમાન ફાઈનાન્શિયલ રૂ.૮૯.૦૫ વધીને રૂ.૧૪૨૫, ધની સર્વિસિઝ રૂ.૫.૬૧ વધીને રૂ.૯૩.૮૫, એન્જલ વન રૂ.૧૩૪.૭૦ વધીને રૂ.૨૫૮૮.૭૫, આઈઓબી રૂ.૩.૫૩ વધીને રૂ.૯૦, ક્રેડિટ એક્સેસ રૂ.૮૯ વધીને રૂ.૯૯૯.૨૦, જે એન્ડ કે બેંક રૂ.૩.૪૫ વધીને રૂ.૯૭.૯૫, બજાજ ફાઈનાન્સ અને ભારતી એરટેલ દ્વારા ભારતનું ફાઈનાન્શિયલ સર્વિસિઝ માટેનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કરવાના કરારે બજાજ ફાઈનાન્સ રૂ.૨૫૭.૧૦ વધીને રૂ.૭૪૩૭.૭૦, બજાજ ફિનસર્વ રૂ.૫૩.૫૦ વધીને રૂ.૧૭૩૪.૬૦, ૩૬૦ વન રૂ.૪૬ વધીને રૂ.૧૨૩૦, જીઆઈસી રી રૂ.૧૩.૮૫ વધીને રૂ.૪૫૧.૯૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં વેલ્યુબાઈંગ : બ્લિસજીવીએસ રૂ.૧૨ ઉછળી રૂ.૧૭૪ : આરપીજી લાઈફ, મોરપેનમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે ફરી પસંદગીની ખરીદી થઈ હતી. બ્લિસજીવીએસ રૂ.૧૨.૨૫ વધીને રૂ.૧૭૩.૮૦, આરપીજી લાઈફ રૂ.૧૧૩.૩૦ વધીને રૂ.૨૧૯૨.૯૦, મોરપેન લેબ રૂ.૩.૫૧ વધીને રૂ.૭૦.૯૬, કોપરાન રૂ.૯.૯૦ વધીને રૂ.૨૦૮.૬૫, પિરામલ ફાર્મા રૂ.૧૧.૧૫ વધીને રૂ.૨૪૧.૯૦, સિક્વેન્ટ રૂ.૭.૭૫ વધીને રૂ.૧૮૦.૯૫, જયુબિલન્ટ ફાર્મા રૂ.૪૧.૮૫ વધીને રૂ.૯૮૩.૯૫, હાઈકલ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૩૮૪, મેનકાઈન્ડ રૂ.૯૮.૮૫ વધીને રૂ.૨૬૯૯, ગ્લેક્સો ફાર્મા રૂ.૭૬.૭૦ વધીને રૂ.૨૧૩૯ રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં તેજી : ઈન્ડિયન ઓઈલ, ઓઈલ ઈન્ડિયા, બીપીસીએલ, ઓએનજીસીમાં આકર્ષણ
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકીને સાધારણ ઘટાડા તરફી રહી બ્રેન્ટ ક્રુડ ૭૭.૯૦ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૮૦.૬૦ ડોલર નજીક રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં મજબૂતી જોવાઈ હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૩૫ વધીને રૂ.૧૩૦.૫૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૮.૨૫ વધીને રૂ.૪૮૩.૬૦, બીપીસીએલ રૂ.૩.૫૫ વધીને રૂ.૨૭૭.૨૦, ઓએનજીસી રૂ.૨.૫૦ વધીને રૂ.૨૬૯, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩.૭૦ વધીને રૂ.૧૩૦૫ રહ્યા હતા.
ચાઈનામાં સ્ટીમ્યુલસના સંકેતે મેટલ શેરોમાં ખરીદી : નાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, વેદાન્તા, જેએસડબલ્યુ વધ્યા
ચાઈનામાં ડિફલેશનની સ્થિતિના પરિણામે વધુ સ્ટીમ્યુલસ પગલાં અનિવાર્ય બનતાં ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. નાલ્કો રૂ.૫.૩૫ વધીને રૂ.૨૧૦.૬૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૮.૬૦ વધીને રૂ.૪૬૫.૩૫, વેદાન્તા રૂ.૬.૧૫ વધીને રૂ.૪૬૦.૪૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૯૧૯.૪૫, ટાટા સ્ટીલ રૂ.૧.૩૫ વધીને રૂ.૧૩૧.૬૫, સેઈલ રૂ.૧.૧૦ વધીને રૂ.૧૦૯.૯૦, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૨૫ વધીને રૂ.૯૩૩.૬૫ રહ્યા હતા.
વિપ્રો પરિણામ આકર્ષણે રૂ.૧૮ વધી રૂ.૩૦૦ : નેલ્કો, બ્લેક બોક્સ, ડાટામેટિક્સ, ૬૩ મૂન્સમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. વિપ્રો લિમિટેડના પરિણામ અને ડિલ્સ આકર્ષણે રૂ.૧૮.૩૦ વધીને રૂ.૩૦૦.૧૫, નેલ્કો રૂ.૬૦.૮૫ વધીને રૂ.૧૧૮૭.૮૫, બ્લેક બોક્સ રૂ.૩૦.૭૦ વધીને રૂ.૬૪૫.૫૦, ડાટામેટિક્સ રૂ.૩૧.૧૫ વધીને રૂ.૬૬૧.૧૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૮.૫૫ વધીને રૂ.૮૫૮.૩૫, રામકો સિસ્ટમ રૂ.૧૪.૫૦ વધીને રૂ.૩૮૪.૮૦, જેનેસિસ રૂ.૩૨.૧૫ વધીને રૂ.૧૦૨૯.૧૦, ક્વિક હિલ રૂ.૧૨.૭૫ વધીને રૂ.૫૫૮.૭૦, ઝેગલ રૂ.૧૦.૭૦ વધીને રૂ.૫૩૬.૨૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૧૭.૯૫ વધીને રૂ.૬૦૮૦.૨૦, કેપીઆઈટી રૂ.૧૯.૯૦ વધીને રૂ.૧૩૩૩.૮૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની વ્યાપક સક્રિય લેવાલી : ૨૪૬૭ શેરો પોઝિટીવ બંધ
લોકલ ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં આજે ખરીદી વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૬૭ અને ઘટનારની સંખ્યા ૧૬૦૩ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૪૩૩૭ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૩૨૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં રૂ.૪૩૩૬.૫૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૪૭૩.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૮૦૯.૭૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૩૨૧.૯૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૩૩૯.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૦૧૭.૨૫ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૮૭ લાખ કરોડ વધીને રૂ.૪૩૧.૫૯ લાખ કરોડ
રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૮૭ લાખ કરોડ વધીને રૂ.૪૩૧.૫૯ લાખ કરોડ પહોંચ્યું હતું.




