ભારત-અમેરિકા વચ્ચે મોટી બિઝનેસ ડિલના સંકેત : સેન્સેક્સ 1397 પોઈન્ટની છલાંગે 78584
- નિફટી ૩૭૮ પોઈન્ટ ઉછળી ૨૩૭૩૯ : FPIs/FIIની રૂ.૮૦૯ કરોડની ચોખ્ખી ખરીદી
- રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ આક્રમક ખરીદી : સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી
ટ્રમ્પનું મેક્સિકો, કેનેડા માટે ટેરિફ બ્રેક : ચાઈના પર ૧૦ ટકા લાગુ રહેતાં એડવાન્ટેજ ઈન્ડિયા
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ વોરની આક્રમક ચીમકી આપીને તાજેતરમાં કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકા અને ચાઈના પર ૧૦ ટકા એડીશનલ ટેરિફ લાદ્યા બાદ વાટાઘાટ થકી કેનેડા અને મેક્સિકો પર હાલ તુરત એક મહિના માટે ટેરિફ અમલને બ્રેક લગાવતાં અને બીજી તરફ ચાઈના પર ૧૦ ટકા ટેરિફમાં કોઈ ફેરફાર નહીં કરતાં સામે ચાઈનાએ અમેરિકાની ચીજોની આયાત પર ટેરિફ લાદતા અને ગુગલ મામલે તપાસના આદેશ છોડતાં એડવાન્ટેજ ઈન્ડિયા બન્યું હોય એમ આજે ભારતીય શેર બજારોમાં ફંડોએ લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંકની આગેવાનીમાં મોટી ખરીદી કરતાં બજારે યુ-ટર્ન લઈ મોટી છલાંગ લગાવી હતી. વિદેશી રોકાણકારોને આકર્ષવા સરકાર દ્વારા ફેમા નિયમોને હળવા કરવાની વિચારણાની પોઝિટીવ અસર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકા મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વની મીટિંગ યોજાવાની અને અમેરિકા દ્વારા ભારત સાથે મોટી બિઝનેસ ડિલ-વેપાર સંધિ થવાના સંકેત વચ્ચે આજે ફોરેન ફંડોએ ફરી શેરોમાં મોટાપાયે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની મોટી ખરીદી કરી હતી. ક્રુડ ઓઈલના ભાવ પણ ઘટી આવતાં પોઝિટીવ અસરે ફંડોની શેરોમાં મોટી ખરીદી થઈ હતી. સેન્સેક્સ ૧૩૯૭.૦૭ પોઈન્ટ ઉછળીને ૭૮૫૮૩.૮૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૭૮.૨૦ પોઈન્ટ ઉછળી ૨૩૭૩૯.૨૫ બંધ રહ્યો હતો. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી થઈ હતી.
રિલાયન્સ રૂ.૪૧ ઉછળી રૂ.૧૨૮૬ : લાર્સન રૂ.૧૫૬, અદાણી પોર્ટસ રૂ.૪૨, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૫ ઉછળ્યા
સેન્સેક્સના પ્રમુખ આજે વધનાર શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૦.૮૫ ઉછળી રૂ.૧૨૮૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૫૬.૩૫ વધીને રૂ.૩૪૪૩.૬૦, અદાણી પોર્ટસ રૂ.૪૧.૫૫ વધીને રૂ.૧૧૨૬.૨૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૫.૪૦ વધીને રૂ.૧૦૪૮.૧૦, અલ્ટ્રાટેક સિમેન્ટ રૂ.૩૧૦.૯૫ ઉછળીને રૂ.૧૧,૪૮૪.૪૫, એશીયન પેઈન્ટસ રૂ.૨૫.૯૦ વધીને રૂ.૧૦૧૫.૪૫, ટાટા મોટર્સ રૂ.૨૩.૨૫ વધીને રૂ.૭૧૦.૭૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૦૪૮ પોઈન્ટ ઉછળ્યો : એબીબી ઈન્ડિયા રૂ.૪૨૮, કમિન્સ રૂ.૧૫૭ ઉછળ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે મંદી અટકી મોટી તેજી થઈ હતી. એબીબી ઈન્ડિયા રૂ.૪૨૮.૨૫ ઉછળીને રૂ.૫૬૨૮.૦૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૫૭.૧૦ ઉછળી રૂ.૨૮૫૩.૪૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૦૦.૬૦ ઉછળી રૂ.૩૭૨૯.૪૦, ભેલ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૨૦૬.૬૫, આઈનોક્સ વિન્ડ રૂ.૬.૧૫ વધીને રૂ.૧૬૭.૯૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૦.૨૫ વધીને રૂ.૨૮૪.૩૦, સિમેન્સ રૂ.૧૮૬.૫૦ વધીને રૂ.૫૪૧૮.૨૦, સીજી પાવર રૂ.૧૮.૫૫ વધીને રૂ.૬૦૪, ટીમકેન રૂ.૪૩.૨૫ વધીને રૂ.૨૮૨૨.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૦૪૮.૮૯ પોઈન્ટ ઉછળી ૬૧૯૪૭.૫૪ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૧૨૧૩ પોઈન્ટ ઉછળ્યો : વ્યાજ દર ઘટવાના અંદાજોએ તેજી : એક્સિસ, ઈન્ડસઈન્ડ, સ્ટેટ બેંક વધ્યા
સાતમી ફેબુ્રઆરીના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં આ વખતે ૦.૨૫ ટકા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૧૩.૧૮ પોઈન્ટ ઉછળીને ૫૭૦૬૦.૩૧ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૫.૪૦ ઉછળી રૂ.૧૦૪૮.૧૦, એક્સિસ બેંક રૂ.૨૫.૯૦ વધીને રૂ.૧૦૧૫.૪૫, એચડીએફસી બેંક રૂ.૪૨.૧૦ વધીને રૂ.૧૭૨૨.૨૫, કેનેરા બેંક રૂ.૨.૨૫ વધીને રૂ.૯૨.૮૬, બેંક ઓફ બરોડા રૂ.૫.૦૫ વધીને રૂ.૨૧૨.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૫.૨૫ વધીને રૂ.૧૯૩૦.૪૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૮.૨૦ વધીને રૂ.૭૭૯.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૬૫ વધીને રૂ.૧૨૬૮.૪૫ રહ્યા હતા.
ફાઈનાન્સ શેરોમાં નુવામા રૂ.૫૬૮ ઉછળી રૂ.૫૬૭૫ : પ્રુડેન્ટ રૂ.૧૬૧, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૩૧ ઉછળ્યા
ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને અન્ય બેંકિંગ શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. નુવામા રૂ.૫૬૮.૦૫ ઉછળીને રૂ.૫૬૭૪.૮૦, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૧૬૧.૨૫ ઉછળી રૂ.૨૧૭૧.૨૫, ધની સર્વિસિઝ રૂ.૪.૯૯ વધીને રૂ.૮૧, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૩૧.૨૫ વધીને રૂ.૫૭૭.૩૦, એડલવેઈઝ રૂ.૬ વધીને રૂ.૧૧૨.૫૫, આઈઆઈએફએલ કેપિટલ રૂ.૧૨.૩૫ વધીને રૂ.૨૩૯.૮૦, ઈક્વિટાસ બેંક રૂ.૩.૬૧ વધીને રૂ.૭૦.૯૯, આરઈસી રૂ.૨૧.૭૦ વધીને રૂ.૪૨૭.૩૦, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન રૂ.૨૦ વધીને રૂ.૪૦૫.૧૫, કેર રેટિંગ્સ રૂ.૫૮.૪૦ વધીને રૂ.૧૨૩૪.૩૫, મન્નપુરમ રૂ.૯.૬૫ વધીને રૂ.૨૦૫.૪૫, જિયો ફાઈનાન્શિયલ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૨૪૫.૦૫, યુટીઆઈ એએમસી રૂ.૪૩.૮૫ વધીને રૂ.૧૦૬૩ રહ્યા હતા.
ઓટો શેરોમાં વેલ્યુબાઈંગ : ટાટા મોટર્સ, મધરસન, ઉનો મિન્ડા, ભારત ફોર્જ, અશોક લેલેન્ડમાં તેજી
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી થઈ હતી. મધરસન રૂ.૭.૧૫ વધીને રૂ.૧૩૭.૮૫, ઉનો મિન્ડા રૂ.૩૫.૩૦ વધીને રૂ.૯૯૮.૨૦, અશોક લેલન્ડ રૂ.૭.૪૦ વધીને રૂ.૨૧૧.૪૦, ટાટા મોટર્સ રૂ.૨૩.૨૫ વધીને રૂ.૭૧૦.૭૦, ભારત ફોર્જ રૂ.૩૦.૩૫ વધીને રૂ.૧૧૬૯.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૭.૮૦ વધીને રૂ.૨૭૭૭.૨૫, એકસાઈડ રૂ.૬.૫૦ વધીને રૂ.૩૮૦.૦૫, એમઆરએફ રૂ.૪૫૧.૩૫ વધીને રૂ.૧,૧૪,૧૦૦ રહ્યા હતા.
૬૩ મૂન્સ રૂ.૩૬ ઉછળી રૂ.૭૪૮ : ડાટામેટિક્સ, લેટેન્ટ વ્યુ, માસ્ટેક, એક્સિસકેડ્સ, ઝેગલ, એચસીએલમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે ફંડોએ વ્યાપક ખરીદી કરી હતી. ક્રિપ્ટો ક્ષેત્રે ભારત સરકારની હલચલ અને વશ્વિક ટેકનોલોજી જાયન્ટ ઓપનએઆઈના સ્થાપકની ભારતની મુલાકાતને લઈ ફંડોની આજે શેરોમાં મોટી ખરીદી થઈ હતી. ડાટામેટિક્સ રૂ.૪૩.૧૫ ઉછળી રૂ.૬૨૩.૫૫, લેટેન્ટ વ્યુ રૂ.૨૫.૩૫ વધીને રૂ.૪૫૪, એક્સિસકેડ્સ રૂ.૩૭.૫૫ વધીને રૂ.૭૮૮.૯૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૫.૬૦ વધીને રૂ.૭૪૭.૭૫, ઝેગલ પ્રિપેઈડ રૂ.૨૨.૪૫ વધીને રૂ.૪૭૨.૦૫, માસ્ટેક રૂ.૧૨૦.૯૫ વધીને રૂ.૨૬૭૮, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૧.૫૫ વધીને રૂ.૧૭૩૩.૬૦, ઈન્ફોસીસ રૂ.૩૫.૪૦ વધીને રૂ.૧૮૯૯.૨૫, ક્વિક હિલ રૂ.૫.૯૫ વધીને રૂ.૪૪૧.૯૫, એલ એન્ડ ટી માઈન્ડટ્રી રૂ.૧૧૬.૯૫ વધીને રૂ.૫૯૦૯.૮૫, રેટગેઈન રૂ.૧૧.૫૦ વધીને રૂ.૬૮૦.૨૦ રહ્યા હતા.
ઉત્પાદન ઘટવાના અંદાજોએ સુગર શેરોમાં બન્નારી અમાન, બલરામપુર, અવધ, દાલમિયા સુગર વધ્યા
ખાંડની ઉત્પાદન ચાલુ વર્ષમાં ઘટવાના અંદાજો અને ૧૦ લાખ ટન નિકાસના પરિબળોએ સુગર શેરોમાં આજે ફંડોની ખરીદી રહી હતી. બન્નારી અમાન સુગર રૂ.૧૨૪ વધીને રૂ.૩૭૨૪, અવધ સુગર રૂ.૧૦.૭૫ વધીને રૂ.૪૨૮, દાલમિયા સુગર રૂ.૮.૧૦ વધીને રૂ.૩૫૦.૨૫, બલરામપુર ચીની રૂ.૯.૧૫ વધીને રૂ.૪૭૪, બજાજ હિન્દુસ્તાન રૂ.૨૭.૦૪ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૮૭૭ શેરો નેગેટીવ બંધ
ટ્રમ્પના ટેરિફ કેનેડા અને મેક્સિકોમાં ટેરિફ હાલ તુરત અમલી નહીં કરાતાં અને ચાઈના પર ૧૦ ટકા લાગુ કરાતાં એડવાન્ટેજ ઈન્ડિયાને લઈ ફંડોની આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી નીકળતાં માર્કેટબ્રેડ્થ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૦૭૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૦૯ અને ઘટનારની સંખ્યા ૧૪૧૦ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૯૬ લાખ કરોડ વધીને રૂ.૪૨૫.૫૦ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ તોફાની તેજી સાથે પસંદગીના ફ્રન્ટલાઈન એ ગુ્રપના શેરો અને સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદીના પરિણામે ભાવો ઉછળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૯૬ લાખ કરોડ વધીને રૂ.૪૨૫.૫૦ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૮૦૯ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૪૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં ઘણા દિવસો બાદ નેટ ખરીદદાર બન્યા હતા. આજે ફોરેન ફંડોની રૂ.૮૦૯.૨૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૮,૧૦૫.૭૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૨૯૬.૫૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૩૦.૭૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૦૦૨.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૩૩.૩૪ કરોડની વેચવાલી થઈ હતી.