શેરબજારમાં ખુશનુમા માહોલ, સેન્સેક્સમાં 700થી વધુ પોઇન્ટ ઉછાળો, નિફ્ટી 26000 ક્રોસ, ટેલિકોમ શેર્સ બુમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market Today: નવા વર્ષમાં શેરબજાર આકર્ષક સુધારા સાથે રોકાણકારોને રાહત આપી રહ્યું છે. આજે સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ ઉછળી 85000 તરફ, જ્યારે નિફ્ટી પણ 26,000ની સપાટીએ પહોંચ્યો હતો. 11.30 વાગ્યા આસપાસ સેન્સેક્સ 720.2 પોઇન્ટ ઉછળી 84932.08ના સ્તરે પહોંચ્યો હતો. જે 12.21 વાગ્યે 653 પોઇન્ટના ઉછાળે 84866 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી 26,000ની સપાટી કુદાવી
શેરબજારમાં એકંદરે તેજીના માહોલ સાથે નિફ્ટીએ આજે 26000નું લેવલ ક્રોસ કર્યું હતું. જે 12.22 વાગ્યે 189.40 પોઇન્ટના ઉછાળે 25992.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટેલિકોમ્યુનિકેશન, મેટલ, રિયાલ્ટી અને એનર્જી શેર્સમાં મબલક ખરીદી જોવા મળી છે. સુપ્રીમ કોર્ટે એજીઆર કેસમાં ટેલિકોમ કંપનીઓની અરજીને ધ્યાનમાં લેતાં રાહત આપતાં નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને એજીઆર મામલે પુનર્વિચાર કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશના આધારે NSE પર વોડાફોન આઇડિયાના શેર 9% વધીને રૂ. 10.47 પર ટ્રેડ થયો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 20 કરોડ યુઝર્સના હિતમાં ફક્ત વિશિષ્ટ તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતાં આ આદેશ પસાર કરવામાં આવ્યો છે.
શેરબજારમાં ઉછાળા પાછળના કારણો
વિદેશી રોકાણકારોનું કમબેકઃ વિદેશી રોકાણકારોએ છેલ્લા કેટલાક દિવસથી ભારતીય મૂડી બજારમાં રોકાણ વધાર્યું છે. 23 ઓક્ટોબરે એફઆઈઆઈએ રૂ. 1165.94 કરોડની વેચવાલી નોંધાવી હતી. તે સિવાય 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમિયાન વિદેશી રોકાણકારોએ રૂ. 2883.59 કરોડની ખરીદી નોંધાવી હતી.
ફેડ રેટ કટઃ અમેરિકામાં ફુગાવો અપેક્ષા કરતાં નરમ રહેતાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો થવાની તીવ્ર શક્યતા છે. 28 ઓક્ટોબરે ફેડની યોજાનારી દ્વિદિવસીય બેઠકમાં ફેડ વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાત કરે તેવી શક્યતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો ઉભરતા બજારો તરફ આકર્ષાઈ રહ્યા છે.
વૈશ્વિક શેરબજારોમાં સુધારોઃ વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ સ્થિરતા અને ફેડ રેટ કટ જેવા પરિબળોના પગલે એશિયન, યુરોપિયન અને અમેરિકન શેરબજારમાં સુધારાનો મોમેન્ટમ જોવા મળ્યો છે. અમેરિકામાં ફુગાવાનું પ્રેશર ઘટતાં યુએસ સ્ટોક માર્કેટ નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. વૈશ્વિક બજારોમાં બુલિશ ટ્રેન્ડના સથવારે ભારતીય શેરબજાર પર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે.








