Business

સેન્સેક્સ ૫૫૫ પોઈન્ટ તૂટયા બાદ અંતે ૨૮૧ પોઈન્ટ ઘટીને ૭૭૭૨૮

By GS Team
18 Aug 20264 mins read
TukuTouch Logo
વૈશ્વિક બજારોમાં તણાવ વચ્ચે મુંબઈ શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. નિફટી 78 પોઈન્ટ ઘટીને 24288 પર બંધ થયો. FPIs/FIIs એ રૂ. 2535 કરોડની ચોખ્ખી વેચવાલી કરતા IT અને ફાર્મા શેરોમાં કડાકો બોલ્યો હતો. જોકે, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં રોકાણકારોને આકર્ષણ જોવા મળ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સ ૫૫૫ પોઈન્ટ તૂટયા બાદ અંતે ૨૮૧ પોઈન્ટ ઘટીને ૭૭૭૨૮

નિફટી ૭૮ પોઈન્ટ ઘટીને ૨૪૨૮૮ : FPIs/FIIની રૂ.૨૫૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી
IT, ફાર્મામાં કડાકો : કેપિટલ ગુડઝ, મેટલ શેરોમાં આકર્ષણ : વૈશ્વિક બજારોમાં સાવચેતી
મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધી આવી યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ હુમલાની ઘટનાએ વિશ્વને ચિંતામાં મૂકતાં અને બીજી તરફ ઈરાન તેમ જ અમેરિકા વચ્ચે હોર્મુઝ કબજાની લડાઈ ચાલુ રહેતાં વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહ્યું હતું. ટેન્શન વધતાં ફરી ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત થવા લાગતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૧૭ પૈસા નબળો પડીને ૯૫.૬૧ થઈ જતાં ફંડો ઈન્ડેક્સ બેઝડ નવા તેજીના વેપારમાં સાવચેત રહ્યા હતા. કોર્પોરેટ પરિણામો તેમ જ મોટા ઓર્ડરો સ્પેસિફિક પોઝિટીવ સમાચારોએ આજે ફંડોની કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી રહી હતી. પરંતુ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ હેલ્થકેર-ફાર્મા શેરોમાં ઓફલોડિંગ થયું હતું. સેન્સેક્સ આરંભિક ૫૫૫.૫૦ પોઈન્ટના કડાકે નીચામાં ૭૭૪૫૩.૭૫ સુધી આવી ઘટયામથાળેથી પાછો ફરીને ઉપરમાં ૭૭.૯૨૮.૬૮ સુધી જઈ અંતે ૨૮૧.૦૯ પોઈન્ટ ઘટીને ૭૭૭૨૮.૧૬ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૪૨૨૬.૯૫ સુધી આવી ઉપરમાં ૨૪૩૬૦.૧૦ સુધી જઈ અંતે ૭૮.૩૫ પોઈન્ટ ઘટીને ૨૪૨૮૭.૬૫ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૫૨૬ તૂટયો : જેનેસીસ રૂ.૯, ઝેગલ રૂ.૪૦, એએસએમ રૂ.૩૩૭, ટાટા ટેકનો રૂ.૨૬ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે આરંભથી જ મોટું ઓફલોડિંગ કર્યું હતું. ઝેગલ પ્રિપેડ રૂ.૪૦.૧૦ તૂટીને રૂ.૧૬૦.૪૫, એએસએમ ટેકનોલોજી રૂ.૩૩૭.૨૫ તૂટીને રૂ.૪૪૯૯.૫૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૧૭૦.૮૫, બ્લેકબોક્સ રૂ.૨૩.૬૫ ઘટીને રૂ.૭૭૩.૨૦, સાસ્કેન રૂ.૫૫.૯૫ તૂટીને રૂ.૧૯૧૮.૮૦, ઈન્ફોસીસ રૂ.૩૧.૦૫ ઘટીને રૂ.૧૧૩૮, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૪.૪૦ ઘટીને રૂ.૧૩૨૫.૬૦, એમ્ફેસીસ રૂ.૫૯ ઘટીને રૂ.૨૫૧૦, ટીસીએસ રૂ.૪૪ ઘટીને રૂ.૨૩૧૫, ટેક મહિન્દ્રા રૂ.૨૮.૯૦ ઘટીને રૂ.૧૬૦૫.૮૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૩.૭૫ ઘટીને રૂ.૭૭૨.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૨૫.૬૦ પોઈન્ટ ગબડીને ૨૯૫૯૫.૮૪ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ : ડિકાલ રૂ.૧૫ તૂટી રૂ.૧૭૫ : ઓર્ચિડ ફાર્મા, વેનબરી, એમ્ક્યોર તૂટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. ડિકાલ રૂ.૧૪.૮૫ તૂટીને રૂ.૧૭૫.૫૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૪૮.૧૦ તૂટીને રૂ.૯૯૯, વેનબરી રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૨૫૦.૯૫, સુવેન રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૩૩૧.૬૫, એમ્ક્યોર રૂ.૫૯.૦૫ તૂટીને રૂ.૧૮૭૪.૭૦, પોલીમેડ રૂ.૫૩.૨૫ ઘટીને રૂ.૧૭૩૫,ગ્લેન્ડ ફાર્મા રૂ.૬૮.૪૦ ઘટીને રૂ.૨૯૦૦.૪૦, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૨.૪૦ ઘટીને રૂ.૧૮૮૨.૫૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૮૬.૬૦ પોઈન્ટ ઘટીને ૫૦૬૮૯.૩૮ બંધ રહ્યો હતો. જો કે કેટલાક શેરોમાં આકર્ષણ રહ્યું હતું. રૂબિકોન રૂ.૧૮૭.૦૫ વધીને રૂ.૧૮૦૫, ઈપ્કા લેબ રૂ.૧૪૯.૭૫ વધીને રૂ.૧૮૮૩.૪૦, મોરપેન લેબ રૂ.૫.૬૧ વધીને રૂ.૮૯.૯૩, કોપરાન રૂ.૯.૫૦ વધીને રૂ.૧૯૯.૬૫, ક્વોલિટી ફાર્મા રૂ.૧૫૬.૨૫ વધીને રૂ.૩૬૦૧, પેનેશિયા બાયો રૂ.૧૬.૭૫ વધીને રૂ.૪૧૩.૩૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૨૪ પોઈન્ટ ઉછળ્યો : જયોતી સીએનસી રૂ.૨૯, પીટીસીઆઈએલ રૂ.૧૩૬૧ ઉછળ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે કંપની પરિણામોની સાથે કેટલીક કંપનીઓને મોટા ઓર્ડરો સાથે મેગા ડેવલપમેન્ટે ફંડોની આક્રમક ખરીદી રહી હતી. પીટીસીઆઈએલ રૂ.૧૩૬૦.૬૦ વધીને રૂ.૨૦,૪૧૦, આઈનોક્સ વિન્ડ રૂ.૪.૪૭ વધીને રૂ.૭૮.૧૭, જયોતી સીએનસી રૂ.૨૯.૨૦ વધીને રૂ.૮૫૫, ભેલ રૂ.૧૨.૯૦ વધીને રૂ.૪૩૫, ડાટા પેટર્નસ રૂ.૭૫.૧૫ વધીને રૂ.૪૫૨૮.૪૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૦ વધીને રૂ.૩૬૦૧, વારી એનજીૅ રૂ.૩૧ વધીને રૂ.૨૭૦૭, ટીમકેન રૂ.૩૪.૧૫ વધીને રૂ.૩૩૦૬.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૨૪.૪૩ પોઈન્ટ ઉછળીને ૮૦૭૪૪.૪૫ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી છતાં ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ : ૨૩૫૩ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે પસંદગીના શેરોમાં ફંડોની ખરીદી છતાં ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓનું પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૮૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૮૭ અને ઘટનારની સંખ્યા ૨૩૫૩ રહી હતી.
લંડનમાં કોપરના ભાવ નવી રેકોર્ડ ઊંચાઈએ : મેટલ શેરોમાં તેજી : નાલ્કો રૂ.૧૩, સેઈલ રૂ.૪ વધ્યા
લંડન મેટલ એક્સચેન્જમાં કોપરના ભાવ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચી જતાં ફરી ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી રહી હતી. નાલ્કો રૂ.૧૩.૧૦ વધીને રૂ.૩૮૯.૧૦, સેઈલ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૭૩, જિન્દાલ સ્ટીલ રૂ.૧૭.૫૦ વધીને રૂ.૧૧૧૭.૫૦, હિન્દાલ્કો રૂ.૧૫.૯૦ વધીને રૂ.૧૦૫૦.૨૦, ટાટા સ્ટીલ રૂ.૨.૭૦ વધીને રૂ.૧૮૬.૧૦, લોઈડ્સ મેટલ રૂ.૨૪.૧૦ વધીને રૂ.૧૯૪૨.૨૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૫ વધીને રૂ.૧૨૮૨ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૨૭.૮૧ પોઈન્ટ વધીને ૪૧૯૭૫.૫૫ બંધ રહ્યો હતો.
વિક્રમ સોલાર રૂ.૨૩ ઉછળી રૂ.૧૮૩ : હિન્દુસ્તાન કોપર રૂ.૪૪, એલએમડબલ્યુ રૂ.૧૧૬૪ ઉછળ્યા
એ ગુ્રપના પસંદગીના શેરોમાં આજે મોટી ખરીદી થઈ હતી. વિક્રમ સોલાર દ્વારા તમિલનાડુમાં ગંગાઈકોડન ખાતે ૬ ગીગાવોટ સોલાર મોડયુઅલ પ્લાન્ટ શરૂ કરતાં શેર રૂ.૨૩.૨૦ વધીને રૂ.૧૮૩.૩૫, હિન્દુસ્તાન કોપર લંડન મેટલ એક્સેચેન્જમાં કોપરના ભાવ ફરી રેકોર્ડ ઊંચાઈ નજીક પહોંચી જતાં શેર રૂ.૪૩.૬૫ વધીને રૂ.૫૭૨.૫૦, આઝાદ એન્જિનિયરીંગ રૂ.૧૮૯.૯૫ વધીને રૂ.૨૯૦૭.૫૫, એલએમડબલ્યુ-લક્ષ્મી મશીન વર્કસ દ્વારા ફાર્મા, કેમિકલ્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનજીૅ અને રોબોટિક્સ ક્ષેત્રે વિસ્તર માટે મેમોરેન્ડમ ઓફ એસોસીયેશનમાં સુધારા માટે પોસ્ટલ બેલોટ થકી શેરધારકોની મંજૂરી માંગવામાં આવતાં શેરમાં આકર્ષણે રૂ.૧૧૬૩.૯૫ વધીને રૂ.૨૦૦૩૯.૫૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૭૬.૪૫ વધીને રૂ.૧૩૨૦.૮૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૮૦.૯૦ વધીને રૂ.૧૬૫૩.૪૫, બલરામપુર ચીની રૂ.૩૦.૭૫ વધીને રૂ.૬૫૫.૬૫, કેઆરએન રૂ.૭૧.૨૫ વધીને રૂ.૧૫૩૯.૯૫, વીગાર્ડ રૂ.૧૬.૭૦ વધીને રૂ.૩૪૩.૪૫, જીએનએફસી રૂ.૩૨.૩૫ વધીને રૂ.૬૦૦.૮૦, લાર્સન એન્ડ ટુબ્રોને મિડલ ઈસ્ટના ગ્રાહક તરફથી રૂ.૧૫,૦૦૦ કરોડથી વધુનો ઓફશોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઓર્ડર મળતાં શેર રૂ.૧૩.૩૦ વધીને રૂ.૪૦૭૬ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૨૫૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૧૦૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૫૩૫.૧૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૫૪૬.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૦૮૧.૨૬ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૧૦૧.૪૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૬૫૪.૦૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૫૨.૬૨ કરોડની વેચવાલી કરી હતી.