આંચકા બાદ સેન્સેક્સ ૭૧ પોઈન્ટ ઘટીને ૭૮૦૦૯
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૩૦ પોઈન્ટ ઘટીને ૨૪૩૬૬ : FPIs/FIIની રૂ.૫૦૮ કરોડની ચોખ્ખી ખરીદી
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલી : એલ્યુમીનિયમ શેરોમાં ઓફલોડિંગ
મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ ટેન્શન યથાવત રહેતાં અને હોર્મુઝ માર્ગ પર અંકુશને લઈ ગમે તે ઘડીએ ફરી બન્ને વચ્ચે હુમલા વધવાની દહેશતે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ ફંડો ઈન્ડેક્સ બેઝડ સાવચેત રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરાષ્ટ્રીય ભાવ આજે ઘટતાં અટક્યા છતાં ફંડો નવી મોટી ખરીદીથી દૂર રહ્યા હતા. સપ્તાહના અંતે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી શેરોમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશીયન પેઈન્ટ, સ્ટેટ બેંક, સન ફાર્મા, ટાટા સ્ટીલ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરોમાં ફંડોની વેચવાલીએ આરંભિક આંચકા બાદ ફંડોએ ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન કંપની, અદાણી પોર્ટસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં લેવાલ બનતાં બજાર ઘટાડો પચાવતું જોવાયું હતું. સેન્સેક્સ આરંભિક આંચકામાં ૩૫૯.૯૫ પોઈન્ટ ઘટીને નીચામાં ૭૭૬૮૪.૩૭ સુધી આવ્યા બાદ ઘટાડો પચાવતો જઈ અંતે ૭૦.૭૧ પોઈન્ટ ઘટીને ૭૮૦૦૯.૨૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૪૨૯૬.૮૦ સુધી આવી અંતે ૨૯.૮૫ પોઈન્ટ ઘટીને ૨૪૩૬૬ બંધ રહ્યો હતો. ઓટોમોબાઈલ, બેંકિંગ, મેટલ, ઓઈલ-ગેસ, પાવર શેરો સાથે ફાર્મા શેરોમાં નરમાઈ રહી હતી. જ્યારે કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી.
એશીયન પેઈન્ટ, ઈન્ડિગો એરલાઈન્સ, એનટીપીસી, પાવર ગ્રી કોર્પ, સ્ટેટ બેંક, એચસીએલ ટેક ઘટયા
સેન્સેક્સના આજે પ્રમુખ ઘટનાર શેરોમાં એશીયન પેઈન્ટ રૂ.૪૬.૬૦ ઘટીને રૂ.૨૭૧૦, ઈન્ડિગો એરલાઈન્સ રૂ.૭૫ ઘટીને રૂ.૫૩૧૫, એનટીપીસી રૂ.૪.૧૦ ઘટીને રૂ.૩૪૧, પાવર ગ્રીડ કોર્પોરેશન રૂ.૨.૯૦ ઘટીને રૂ.૨૬૬.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૧૦૬૮, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૪.૧૦ ઘટીને રૂ.૧૩૬૦, ટેક મહિન્દ્રા રૂ.૧૫.૩૦ ઘટીને રૂ.૧૬૩૪.૭૦, સન ફાર્મા રૂ.૧૭.૯૫ ઘટીને રૂ.૧૯૨૪.૯૦, ટાટા સ્ટીલ રૂ.૧.૫૦ ઘટીને રૂ.૧૮૩.૪૦, ટ્રેન્ટ રૂ.૨૪.૨૦ ઘટીને રૂ.૨૯૯૦, આઈટીસી લિમિટેડ રૂ.૧.૯૦ ઘટીને રૂ.૨૭૭.૬૦ રહ્યા હતા.
ભારતી એરટેલમાં ફંડોની ખરીદીએ રૂ.૪૯ વધ્યો : અદાણી પોર્ટસ, આઈસીઆઈસીઆઈ, ટાઈટનમાં તેજી
સેન્સેક્સના આજે વધનાર પ્રમુખ શેરોમાં ભારતી એરટેલમાં ફંડોની મોટી ખરીદીએ રૂ.૪૯.૧૦ વધીને રૂ.૧૯૯૨ રહ્યો હતો. અદાણી પોર્ટસ રૂ.૩૦.૩૦ વધીને રૂ.૧૬૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮ વધીને રૂ.૧૪૧૮, ટાઈટન કંપની રૂ.૨૮.૪૦ વધીને રૂ.૫૦૭૯, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૨ વધીને રૂ.૩૪૩૯ રહ્યા હતા.
આઈટી શેરોમાં હેપ્પિએસ્ટ માઈન્ડ, રેટગેઈન, ઓરેકલ, આઈકેએસમાં તેજી : જેનીસીસ, નેટવેબ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં એકંદર સાવચેતીમાં વેચવાલી સામે સાઈડ માર્કેટમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. અમેરિકી શેર બજાર નાસ્દાકમાં રિકવરીનો કેટલાક શેરોમાં સપોર્ટ મળતો જોવાયો હતો. હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૨૫.૩૫ વધીને રૂ.૪૨૦.૧૦, રેટગેઈન રૂ.૫૪.૬૫ વધીને રૂ.૯૪૧.૪૦, આઈકેએસ રૂ.૬૦.૪૦ વધીને રૂ.૧૮૪૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૭૧ વધીને રૂ.૧૧,૭૫૧, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૫૮૨.૮૦, માસ્ટેક રૂ.૨૩.૮૦ વધીને રૂ.૧૮૪૯ રહ્યા હતા. જ્યારે જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૩૦.૪૫ તૂટીને રૂ.૧૮૦.૦૫, યુનિઈકોમ રૂ.૪.૯૫ ઘટીને રૂ.૮૬.૪૫, નેટવેબ રૂ.૧૭૬.૩૫ ઘટીને રૂ.૫૦૦૫.૭૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૪.૧૦ ઘટીને રૂ.૧૩૬૦, ટેક મહિન્દ્રા રૂ.૧૫.૩૦ ઘટીને રૂ.૧૬૩૪.૭૦ રહ્યા હતા.
બ્રાઝિલમાં એલ્યુનોર્ટે પ્લાન્ટમાં ઉત્પાદન વધારતાં નાલ્કો રૂ.૨૭ તૂટીને રૂ.૩૭૬ : હિન્દુ. ઝિંક, હિન્દાલ્કો ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ચાઈના બહાર બ્રાઝિલમાં નોર્વેજીયન કંપની નોર્સ્ક હાઈડ્રોની એલ્યુનોર્ટે પ્લાન્ટમાં બ્રાઝિલના નિયામક એએનપી દ્વારા કંપનીને ગેસના સ્વંય આયાતકાર તરીકે મંજૂરી આપ્યા બાદ ઉત્પાદન વધારવામાં આવતાં સપ્લાય વધવાની અપેક્ષાએ વૈશ્વિક એલ્યુમીનિયમ શેરોના ભાવો ગબડયા હતા. નાલ્કો રૂ.૨૬.૯૦ તૂટીને રૂ.૩૭૬, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬.૧૦ ઘટીને રૂ.૫૬૧.૯૦, હિન્દાલ્કો રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૧૦૩૪.૩૦ રહ્યા હતા.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ નબળા પરિણામે રૂ.૧૪ ઘટયો : શેફલર, અશોક લેલેન્ડ, એક્સાઈડ, હીરો ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં એકંદર નફારૂપી વેચવાલી રહી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના નબળા ત્રિમાસિક પરિણામે શેર રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૩૩૪.૨૦ રહ્યો હતો. અશોક લેલેન્ડ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૧૭૧.૯૦, શેફલર રૂ.૭૯.૯૦ ઘટીને રૂ.૪૦૩૦, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૩૦ ઘટીને રૂ.૪૭૫.૮૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૮ ઘટીને રૂ.૨૭૪૨, હીરો મોટોકોર્પ રૂ.૩૦ ઘટીને રૂ.૫૭૯૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૨૨૦૦ રહ્યા હતા.
પાવર શેરોમાં ફંડો વેચવાલ : એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, એસ્ટ્રલ, અપાર, કાર્બોરેન્ડમ ઘટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં એકંદર નરમાઈ રહી હતી. સિમેન્સ રૂ.૬૪.૯૦ ઘટીને રૂ.૩૯૩૦.૧૦, એનએચપીસી રૂ.૧.૧૦ ઘટીને રૂ.૭૬.૯૦, એનટીપીસી રૂ.૪.૧૦ ઘટીને રૂ.૩૪૧, પાવર ગ્રીડ કોર્પ રૂ.૨.૯૦ ઘટીને રૂ.૨૬૬.૫૦ રહ્યા હતા. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૧૭.૪૫ ઘટીને રૂ.૧૬,૭૦૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૯.૮૫ ઘટીને રૂ.૧૧૫૪.૪૦, એસ્ટ્રલ રૂ.૩૭ ઘટીને રૂ.૧૫૫૫, સિમેન્સ રૂ.૬૪.૯૦ ઘટીને રૂ.૩૯૩૦.૧૦ રહ્યા હતા. એલજી ઈક્વિપમેન્ટ રૂ.૩૨.૬૫ વધીને રૂ.૬૦૯.૦૫, ભારત ડાયનામિક્સ રૂ.૨૬.૪૦ વધીને રૂ.૧૩૯૯, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૯.૬૦ વધીને રૂ.૨૦૯૯.૯૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૬ વધીને રૂ.૩૫૫૧, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૭૪.૪૫ વધીને રૂ.૫૦૧૫.૫૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું વેચવાલીનું દબાણ વધ્યું માર્કેટબ્રેડ્થ નેગેટીવ બની : ૨૩૯૩ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓનું સપ્તાહના અંતે વેચવાલીનું દબાણ વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૫૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૯૨થી ઘટીને ૧૮૯૬ અને ઘટનારની સંખ્યા ૨૧૨૭થી વધીને ૨૩૯૩ રહી હતી.
બાલુફોર્જ રૂ.૪૮, માર્કસન્સ રૂ.૩૦, મનોરમા રૂ.૧૨૪, સુદર્શન કેમિકલ્સ રૂ.૬૬, ત્રિવેણી રૂ.૧૬ ઉછળ્યા
એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં બાલુફોર્જ રૂ.૪૭.૭૦ ઉછળીને રૂ.૪૯૩.૭૫, માર્કસન્સ રૂ.૨૯.૮૦ વધીને રૂ.૩૩૩, મનોરમા રૂ.૧૨૩.૮૫ વધીને રૂ.૧૭૩૯, સુદર્શન કેમિકલ્સ રૂ.૬૫.૬૫ વધીને રૂ.૧૧૧૬.૫૦, ત્રિવેણી એન્જિનિયરીંગ રૂ.૧૫.૫૦ વધીને રૂ.૨૬૬.૨૦, કેઆરએન રૂ.૬૯.૯૦ વધીને રૂ.૧૪૬૮.૭૦, હોનાસા રૂ.૨૩.૬૫ વધીને રૂ.૫૦૨.૭૫, ગુજરાત પીપાવાવ પોર્ટ રૂ.૬.૮૦ વધીને રૂ.૧૫૮.૫૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૧૦ વધીને રૂ.૩૩૫.૬૫, અશાહી ઈન્ડિયા રૂ.૩૯.૧૦ વધીને રૂ.૯૩૮.૯૦, સુમીટોમો કેમિકલ રૂ.૨૩.૪૦ વધીને રૂ.૫૬૪.૬૫, વોડાફોન આઈડીયા રૂ.૧૪.૧૦, અપોલો હોસ્પિટલ રૂ.૩૩૦ વધીને રૂ.૮૯૨૫ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૫૧૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૪૩૫૩ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૦૮.૧૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૨,૮૫૪.૪૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૪૬.૩૨ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૫૬.૪૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૨૯૫.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૯૩૯.૦૯ કરોડની વેચવાલી કરી હતી.









