બજાજ ટ્વિન્સ પાછળ ફાઈનાન્સ શેરોમાં વેચવાલી : સેન્સેક્સ ૪૫૬ પોઈન્ટ ગબડીને ૭૮૪૯૯
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી સ્પોટ ૬૫ પોઈન્ટ ઘટીને ૨૪૫૭૧ : ઓટો, આઈટી, હેલ્થકેર, મેટલ શેરોમાં ફંડોની તેજી
સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ : FPIs/FIIની કેશમાં રૂ.૨૩૫ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસીઝ) પર રિવોલ્વિંગ ધિરાણ સવલત ઓફર કરવા પર પ્રતિબંધ મૂકતી ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ જારી કરતાં અને એનબીએફસીઝ જેમાં મુદ્દલ-પ્રિન્સિપલ ચૂકવણી થઈ ગઈ હોય પરંતુ ધિરાણ લિમિટ પાછી રિસ્ટોર-કાયમ ન કરાઈ હોય એવા સંજોગોમાં માત્ર મુદ્દતી લોનો જ ઓફર કરી શકશે એવા શરતી ધોરણોને લઈ આજે ભારતીય શેર બજારોમાં બજાજ ટ્વિન્સ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ સાથે ટાટા કેપિટલસહિતના ફાઈનાન્સ શેરો પાછળ વેચવાલી નીકળી હતી. ફાઈનાન્સ શેરો સાથે ખાનગી બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગે બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. અલબત આઈટી-ફ્રન્ટલાઈન શેરો, રિલાયન્સ, સિલેક્ટેડ એફએમસીજી, કેપિટલ ગુડઝ, ઓટો શેરો તેમ જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામે સિલેક્ટેડ બેંકિંગ શેરો અને હેલ્થકેર શેરોમાં પસંદગીના આકર્ષણે બજારમાં મોટું ધોવાણ અટક્યું હતું. સેન્સેક્સ ૭૮૭૫૮થી ૭૮૩૭૭ વચ્ચે અથડાઈ અંતે ૪૫૫.૫૯ પોઈન્ટ ઘટીને ૭૮૪૯૯.૧૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૬૩૧થી ૨૪૫૨૨ વચ્ચે અથડાઈ અંતે ૬૫.૩૫ પોઈન્ટ ઘટીને ૨૪૫૭૦.૬૫ બંધ રહ્યો હતો.
આરબીઆઈની ડ્રાફ્ટ ગાઈડલાઈન્સે એનબીએફસી શેરો બજાજ ફાઈ., બજાજ ફિનસર્વ, ટાટા કેપિટલ ઘટયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એનબીએફસીઝ માટે ધિરાણ સવલત સંબંધિત પ્રતિબંધો મૂકતી ડ્રાફ્ટ ગાઈડલાઈન્સે આજે એનબીએફસીઝ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. બીએસઈ ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ ૧૭૦.૨૬ પોઈન્ટ ઘટીને ૧૨૬૧૬.૧૩ બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ રૂ.૬૭.૯૦ તૂટીને રૂ.૧૦૮૨, બજાજ ફિનસર્વ રૂ.૮૭.૩૫ ઘટીને રૂ.૨૦૦૧.૯૦, ઈન્ડોથાઈ રૂ.૧૧ તૂટીને રૂ.૯૯.૩૫, રેલિગેર રૂ.૨૪.૨૦ ઘટીને રૂ.૨૩૨.૭૦, ફયુઝન રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૨૦૪.૭૦, ચૌલા ફિન રૂ.૬૮.૯૫ ગબડીને રૂ.૧૮૭૦.૦૫, શેર ઈન્ડિયા રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૬૮.૦૫, ટાટા કેપિટલ રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૩૭૨.૧૫, જિયો ફાઈનાન્સ રૂ.૬.૬૦ ઘટીને રૂ.૨૫૭.૪૦ રહ્યા હતા.
સ્ટેટ બેંકનો નફો ૧૦ ટકા વધતાં શેર રૂ.૧૧ વધીને રૂ.૧૦૯૬ : આઈસીઆઈસીઆઈ, એક્સિસ ગબડયા
બેંકિંગ શેરોમાં ખાનગી બેંક શેરોમાં વેચવાલી રહી હતી. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૦ ટકા વધીને રૂ.૨૧,૧૨૧ કરોડ થતાં અને નેટ એનપીએ પણ ૦.૩૮ ટકા જળવાતાં શેરમાં આકર્ષણે રૂ.૧૧.૨૦ વદીને રૂ.૧૦૯૬.૦૫ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫૪.૯૫ તૂટીને રૂ.૧૪૨૨, એક્સિસ બેંક રૂ.૧૫ ઘટીને રૂ.૧૨૩૮, એયુ બેંક રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૧૦૮૨.૭૦, એચડીએફસી બેંક રૂ.૫ ઘટીને રૂ.૭૩૨ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ પણ ૪૦૦.૯૩ પોઈન્ટ ઘટીને ૬૫૪૯૨.૨૩ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફંડો લેવાલ : ઓટો ઈન્ડેક્સ ૮૫૬ પોઈન્ટ વધ્યો : મધરસન રૂ.૧૪, મહિન્દ્રા રૂ.૮૬ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોની ફરી ફ્રન્ટલાઈન શેરોમાં આક્રમક ખરીદીએ તેજી જોવાઈ હતી. મધરસન રૂ.૧૪.૨૫ વધીને રૂ.૧૬૮.૨૫, સોના બીએલડબલ્યુ રૂ.૩૨ વધીને રૂ.૮૧૯, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૫૫ વધીને રૂ.૪૯૦.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૬.૪૦ વધીને રૂ.૩૫૦૧.૪૦, ભારત ફોર્જ રૂ.૪૪ વધીને રૂ.૨૨૭૪, હીરો મોટોકોર્પ રૂ.૧૦૭ વધીને રૂ.૫૭૨૮, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૩.૩૫ વધીને રૂ.૨૪૬૬.૬૫, આઈશર મોટર્સ રૂ.૭૫ વધીને રૂ.૮૦૦૫, ઉનો મિન્ડા રૂ.૧૧ વધીને રૂ.૧૨૭૫, બજાજ ઓટો રૂ.૫૫.૮૦ વધીને રૂ.૧૧,૬૪૨, મારૂતી સુઝુકી રૂ.૫૩ વધીને રૂ.૧૪,૦૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૫૬.૩૫ પોઈન્ટ વધીને ૬૫૦૭૩.૮૧ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોનું સપ્તાહના અંતે ફરી વેલ્યુબાઈંગ : ટાટા ટેકનોલોજી રૂ.૭૧, ટીસીએસ રૂ.૮૪ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોનું ફરી સપ્તાહના અંતે ફ્રન્ટલાઈન શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. ટાટા ટેકનોલોજી રૂ.૭૦.૯૫ વધીને રૂ.૮૭૩.૩૫, ડિજીટાઈડ રૂ.૪.૪૦ વધીને રૂ.૧૦૩.૫૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૧.૯૦ વધીને રૂ.૨૯૦.૮૦, ટીસીએસ રૂ.૮૩.૭૦ વધીને રૂ.૨૪૫૩.૭૦, નેટવેબ રૂ.૧૨૯.૫૦ વધીને રૂ.૪૯૪૦.૬૫, એલટીએમ રૂ.૧૩૧.૫૦ વધીને રૂ.૪૬૬૫, એમ્ફેસીસ રૂ.૫૮.૫૫ વધીને રૂ.૨૪૮૦.૦૫, રામકો સિસ્ટમ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૬૩૮.૫૫, ટેક મહિન્દ્રા રૂ.૧૪.૯૦ વધીને રૂ.૧૬૪૯.૯૦, હેક્ઝાવેર રૂ.૭.૨૫ વધીને રૂ.૫૬૩.૪૫, ટાટા એલેક્સી રૂ.૫૧ વધીને રૂ.૩૭૮૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૪.૯૫ વધીને રૂ.૬૧૪.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૪૮.૨૫ પોઈન્ટ વધીને ૩૦૩૦૪.૫૪ બંધ રહ્યો હતો.
સોના-ચાંદીના ફરી તેજી : મેટલ શેરોમાં આકર્ષણ : હિન્દાલ્કો, લોઈડ્સ મેટલ, હિન્દુસ્તાન ઝિંક વધ્યા
સોના અને ચાંદીના ભાવોમાં ફરી તોફાની તજી થતાં મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું આજે સિલેક્ટિવ આકર્ષણ રહ્યું હતું. હિન્દાલ્કો રૂ.૨૭.૪૫ વધીને રૂ.૧૦૫૪, લોઈડ્સ મેટલ રૂ.૪૦.૯૦ વધીને રૂ.૨૧૦૦.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૯૦ વધીને રૂ.૬૦૧, એપીએલ અપોલો રૂ.૧૩ વધીને રૂ.૧૯૬૪ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૭.૨૭ પોઈન્ટ વધીને ૪૨૧૫૩.૧૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડો લેવાલ : ન્યુલેન્ડ લેબ. રૂ.૧૩૪૪ ઉછળ્યો : એસએમએસ ફાર્મા, અકુમ્સ, ફોર્ટિસ વધ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની આજે ઘટાડે પસંદગીની લેવાલી રહી હતી. ન્યુલેન્ડ લેબ. રૂ.૧૩૪૩.૬૦ વધીને રૂ.૨૨,૮૪૩.૫૫, એસએમએસ ફાર્મા રૂ.૨૦.૧૦ વધીને રૂ.૩૭૭.૩૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૧૮.૭૫ વધીને રૂ.૩૮૧.૨૦, અકુમ્સ રૂ.૩૪.૦૫ વધીને રૂ.૬૯૬.૫૦, એસ્ટર ડીએમ રૂ.૨૫.૯૦ વધીને રૂ.૮૭૦.૩૦, ગ્રેન્યુઅલ્સ રૂ.૩૪.૨૫ વધીને રૂ.૮૭૨.૪૫, અગ્રવાલ આય રૂ.૧૪.૬૫ વધીને રૂ.૫૪૬.૪૦, વોક્હાર્ટ રૂ.૪૭.૭૦ વધીને રૂ.૨૦૨૦.૭૦, એમ્ક્યોર રૂ.૪૧ વધીને રૂ.૧૯૭૭.૧૦, હાઈકલ રૂ.૪.૭૦ વધીને રૂ.૨૨૭.૦૫, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૨૫ વધીને રૂ.૯૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૫૨.૫૦ પોઈન્ટ વધીને ૫૧૨૩૪.૮૧ બંધ રહ્યો હતો.
ઈક્ઝિગો, જયોતી સીએનસી, રેઈન, રત્નમણી, ક્રોમ્પ્ટન, વિક્રમ સોલાર, ઈઆઈએચ હોટલ તૂટયા
કોર્પોરેટ પરિણામોની જાહેરાત સાથે આજે ઘણા શેરોમાં વેચવાલી રહી હતી. એ ગુ્રપના પ્રમુખ ઘટનાર શેરોમાં આજે ઈક્ઝિગો રૂ.૨૬.૧૦ તૂટીને રૂ.૧૭૫.૬૦, જયોતી સીએનસી રૂ.૨૪.૨૦ તૂટીને રૂ.૨૩૨.૭૦, રેઈન રૂ.૨૦ તૂટીને રૂ.૨૨૧.૯૦, રત્નમણી રૂ.૧૬૮.૬૫ તૂટીને રૂ.૨૨૦૨.૬૫, ક્રોમ્પ્ટન રૂ.૧૮.૩૫ તૂટીને રૂ.૨૪૯.૬૫, પીએનસી ઈન્ફ્રા રૂ.૧૫.૫૦ તૂટીને રૂ.૨૨૪.૪૦, ઈઆઈએચ હોટલ રૂ.૧૯.૩૫ તૂટીને રૂ.૩૦૬.૭૦, વિક્રમ સોલાર રૂ.૧૦.૦૫ તૂટીને રૂ.૧૬૩.૯૫, ઈક્લર્કસ રૂ.૯૯ તૂટીને રૂ.૧૭૭૦.૭૫, મેપમાય ઈન્ડિયા રૂ.૫૫.૯૫ ઘટીને રૂ.૧૦૧૪.૩૦, એચસીસી રૂ.૧.૦૪ તૂટીને રૂ.૨૦.૫૩ રહ્યા હતા.
સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૨૮૩ શેરો નેગેટીવ બંધ
સપ્તાહના અંતિમ દિવસે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટ્બ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૭૪ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૧૦૦થી ઘટીને ૧૯૮૫ અને ઘટનારની સંખ્યા ૨૧૯૧થી વધીને ૨૨૮૩ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૪૮૦ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૩૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૮૦.૨૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૩૫.૫૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨૮ હજાર કરોડ ઘટીને રૂ.૪૯૩.૩૪ લાખ કરોડ
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં મોટી વેચવાલી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨૮ હજાર કરોડ ઘટીને રૂ.૪૯૩.૩૪ લાખ રહ્યું હતું.









