જુલાઈમાં ઈ-વે બિલની ૧૩.૯૭ કરોડની અત્યારસુધીની બીજી મોટી સંખ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ.એશિયા યુદ્ધ વચ્ચે પણ આર્થિક પ્રવૃત્તિ મજબૂત હોવાના સંકેત
મુંબઈ : જુલાઈમાં દેશમાં ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા વાર્ષિક ધોરણે ૬ ટકા જેટલી વધી ૧૩.૯૭ કરોડ રહી છે. પશ્ચિમ એશિયા યુદ્ધ વચ્ચે પણ ઈ-વે બિલની સંખ્યામાં વધારો દેશના અર્થતંત્રમાં માલસામાનની માગ મજબૂત હોવાના સંકેત આપે છે.
વર્તમાન વ ર્ષના માર્ચમાં ૧૪.૦૬ કરોડ વિક્રમી રહ્યા બાદ જુલાઈના ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીની બીજી મોટી છે એમ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ નેટવર્ક (જીએસટીએન)ના ડેટા જણાવે છે.
જીએસટી પદ્ધતિ અમલી બન્યા બાદ દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રૂપિયા ૫૦,૦૦૦થી વધુની કિંમતના માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ જનરેટ કરવાનું ફરજિયાત છે.
દેશમાં જીએસટીના દરમાં ઘટાડા તથા સખત ફરજપાલન ધોરણોને જોતા ઈ-વે બિલની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, એમ એક ટેકસ કન્સલટન્ટે જણાવ્યું હતું.
ઘરઆંગણે વેપાર પ્રવૃત્તિ, પૂરવઠા સાંકળની હેરફેર તથા વેરાના પાલનના ઈ-વે બિલ સંકેત આપતુ હાઈ ફ્રિકવન્સી ઈન્ડીકેટર છે. ઈ-વે બિલની સંખ્યા પરથી દેશમાં વેપાર માનસની સ્થિતિનો પણ અંદાજ મળી શકે છે.
જીએસટીના અમલ બાદ દેશમાં ટેકનોલોજી સંચાલિત ટેકસ વહીવટ અસરકારક રીતે ચાલતો હોવાનું જીએસટીની વસૂલી પરથી કહી શકાય એમ છે.
યુદ્ધને કારણે દેશમાં માલસામાનની ખરીદીમાં વધારો થવાને પરિણામે પણ ઈ-વે બિલની સંખ્યા ઊંચી રહેવા પામી હોવાનો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.









