મુંબઈ : હૂડિંયામળ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૯૨.૬૪ની નવી ટોચ પહોંચતાં રૂપિયો નવા તળિયે ઉતરી ગયો હતો. ભારતમાં ઈમ્પોર્ટ વધતાં તથા સામે નિકાસ ઘટતાં દેશની વેપાર ખાધ નોંધપાત્ર વધી જતાં આજે કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.
વિશ્વ બજારમાં ઈરાન યુદ્ધના પગલે ક્રૂડના ભાવ ઉંચા જતાં તેની નેગેટીવ ઈમ્પેકટ પણ રૂપિયા પર દેખાઈ હતી. રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી ક્રૂડ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધવાની તથા મોંઘવારી વધુ વકરવાની ભીતિ જાણકારો બતાવતા હતા.
આજે ડોલરના ભાવ રૂ.૯૨.૩૮ વાળા સવારે રૂ.૯૨.૪૧ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૨.૬૪ થઈ રૂ.૯૨.૫૭ રહ્યા હતા. ડોલરના ભાવ આજે રૂપિયા સામે વધુ ૧૯ પૈસા ઉછળતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૨૦ ટકા તૂટી નવા તળિયે ખાબક્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ પણ આજે ઉંચે જતાં તેની અસર મુંબઈ બજારમાં જોવા મળી હતી. ડોલરનો ગ્લોબલ ઈક્ક્સ નીચામાં ૯૯.૪૬ રહ્યા પછી ઉં.ચામાં ૯૯.૭૧ થઈ ૯૯.૬૭ રહ્યાના નિર્દેશો હતા.
વૈશ્વિક ડોલરના ભાવ દસ મહિનાની ટોચે રહ્યા હતા. ચીન તથા અમેરિકાની મિટિંગ મુલત્વી રહ્યા પછી હવે જાપાન તથા અમેરિકાની મિટિંગની રાહ વિશ્વ બજારમાં જોવાઈ રહી હતી. ક્રૂડ વધતાં તથા ફુગાવો વધતાં અમેરિકામાં મિટિંગની રાહ વિશ્વ બજારમાં જોવાઈ રહી હતી.
ક્રૂડ વધતાીં તથા ફુગાવો વધતાં અમેરિકામાં હવે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા ઘટી ગઈ છે તથા ડોલરના ભાવ ઉંચા જતાં દેખાયા છે. મુંબઈ બજારમાં હવે ડોલરના ભાવ ટૂંકમાં રૂ.૯૩ થવાની શકયતા બતાવાતી હતી. દરમિયાન, વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોડ્લમેન સેકના જણાવ્યા મુજબ રૂપિયો વધુ ગબડી નીચામાં રૂ.૯૫ સુધી ઉતરી જવાની શક્યતા જણાય છે.
જોકે હવે રિઝર્વ બેન્કની સક્રિયતા વધવાની તથા સરકારી બેન્કો ડોલરમાં વેંચવાલી વધારશે એવી ગણતરી પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૨૧ પૈસા વધી રૂ.૧૨૩.૪૦ રહ્યા હતા. જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૩ પૈસા વધી રૂ.૧૦૬.૬૧ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૧૦ ટકા વધી હતી. જ્યારે ચીનની કરન્સી ૦.૨૪ ટકા ઉંચકાઈ હતી.
ફોરેક્સ ભાવ
|
ડોલર |
રૃા. ૯૨.૫૭ |
|
પાઉન્ડ |
રૃા. ૧૨૩.૪૦ |
|
યુરો |
રૃા.૧૦૬.૬૧ |
|
યેન |
રૃા. ૦.૫૮ |


