Get The App

Dollar Vs Rupee: રૂપિયો ધડામ! એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો, 1 ડોલરની કિંમત વધીને આટલી થઈ

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
Dollar Vs Rupee: રૂપિયો ધડામ! એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો, 1 ડોલરની કિંમત વધીને આટલી થઈ 1 - image


Dollar Vs Rupee: ભારતીય રૂપિયો ડોલર સામે સતત તૂટી રહ્યો છે. તાજેતરમાં રૂપિયામાં એક જ દિવસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 50 પૈસા તૂટીને 90.84 (કામચલાઉ) પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આ સાથે જ રૂપિયામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે.

ઘટાડા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર

• આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની વધતી કિંમતો.

• વિદેશી રોકાણકારો (FII) દ્વારા ભારતીય બજારમાંથી સતત મૂડી પાછી ખેંચવી.

આજની બજારની સ્થિતિ

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 90.37 પર ખુલ્યો હતો, જે ટ્રેડિંગ દરમિયાન 90.89 ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. આખરે તે બુધવારના બંધ ભાવ 90.34 ની સરખામણીએ 50 પૈસાના ઘટાડા સાથે 90.84 પર બંધ થયો હતો.

નિષ્ણાતોનો શું છે મત?

બજારના નિષ્ણાતોના મતે, મજબૂત ડોલર અને ભૌગોલિક તણાવને કારણે રૂપિયા પર હજુ પણ દબાણ રહી શકે છે. આગામી દિવસોમાં રૂપિયો ડોલર સામે 90.50 થી 91.25 ની રેન્જમાં રહી શકે તેવી શક્યતા છે. બીજી તરફ, શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો, પરંતુ કરન્સી માર્કેટમાં રૂપિયાની નબળાઈ ચિંતાનો વિષય બની છે.