રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સની સ્ટાર્ચ સેક્ટરમાં રિ-એન્ટ્રી, કારગિલ ઈન્ડિયાનો બિઝનેસ ખરીદવાની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Business News: દેશની ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ સેક્ટરની કંપની રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સે હવે સ્ટાર્ચ સેક્ટરમાં રિ-એન્ટ્રી કરી છે. કર્ણાટકના દાવણગેરેમાં કારગિલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સ્ટાર્ચ કારોબારને ખરીદવાની કંપનીએ જાહેરાત કરી છે.
250 કરોડમાં સોદો થયાનું અનુમાન
બજાર સૂત્રના જણાવ્યા મુજબ, અંદાજે રૂ. 250 કરોડમાં સોદો થયો છે, જેમાં કારગિલની જમીન, ઉત્પાદન એકમ, વેયરહાઉસ અને કોર્ન સિલિકોના અધિગ્રહણનો સમાવેશ થાય છે. સૌથી મહત્વનું કે રિદ્ધિ સિદ્ધિ ગ્લુકોએ 2010માં સ્ટાર્ચ બિઝનેસને અલવિદા કહ્યું હતું પરંતુ હવે કારગિલ ઈન્ડિયાની કોર્ન વેટ મિલિંગ ડિવિઝન ખરીદવાના નિર્ણય સાથે ફરી આ સેક્ટરમાં નવા મંડાણ માંડશે.
3 લાખ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા
કર્ણાટકના દાવણગેરેમાં કારગિલ ઈન્ડિયાનો પ્લાન્ટ 52 એકરમાં ફેલાયેલો છે. જે વાર્ષિક 3 લાખ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તેમાં માલ્ટોડેક્સટ્રિન, લિક્વિડ ગ્લુકોઝ તેમજ કોર્ન ગ્લૂટન, કોર્ન જર્મ અને કોર્ન ફાઇબર જેવા સહાયક પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે.
કંપનીએ સ્ટાર્ચ કારોબારને ખરીદવાનું કારણ જણાવ્યું
રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિદ્ધાર્થ ચૌધરીએ આ અધિગ્રહણ અંગે કહ્યું કે, 'આ સોદાથી અમારા પોર્ટફોલિયોનું વિસ્તરણ થશે. કર્ણાટકમાં ઉત્પાદન એકમના હસ્તાંતરણથી દક્ષિણ ભારતના ફૂડ અને ફાર્મા માર્કેટમાં કંપનીને અવકાશ મળશે અને વિદેશી બજારોમાં નિકાસ પણ સરળ બનશે.'









