રિલાયન્સની આગેવાનીએ શેરોમાં તોખાર તેજી : સેન્સેક્સ ૧૨૩૩ પોઈન્ટ ઉછળીને ૭૫૬૯૩
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રુડમાં કડાકો, એલટીસીજી નાબૂદ કરવા સેબીની તરફેણ,સારા રિઝલ્ટની અસર
નિફટી ૩૮૮ પોઈન્ટની છલાંગે ૨૩૪૪૧ : રોકાણકારોની સંપતિમાં રૂ.૭.૯૨ લાખ કરોડનો વધારો : FIIની રૂ.૩૧૧૫ કરોડની ખરીદી
મુંબઈ : સંવત ૨૦૮૨ વિદાય લઈ રહ્યું છે, ત્યારે એકથી વધુ પોઝિટીવ પરિબળો સર્જાવા લાગતાં ભારતીય શેર બજારોમાં ફરી તેજીનો ઝગમગાટ થતો દેખાઈ રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગત સપ્તાહમાં જાહેર કરેલા બીજા ત્રિમાસિકના રિઝલ્ટ ઓઈલ ટુ કેમિકલ્સ બિઝનેસની ઝળહળતી કામગીરી થકી ફેન્ટાસ્ટિક ૩૪ ટકા નફા વૃદ્વિના જાહેર કરતાં આજે રિલાયન્સની આગેવાનીએ ફંડોએ શેરોમાં લાવલાવ કરી મૂકતાં તોખાર તેજી જોવાઈ હતી. આ સાથે ફોરેન ઈન્વેસ્ટરો પર લાગુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ (એલટીસીજી) દૂર કરવા મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ પણ તરફેણ કરતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ચારથી પાંચ ટકા તૂટી જતાં ફોરેન ફંડો શેરોમાં આક્રમક ખરીદદાર બનતાં તેજીની આતશબાજી જોવાઈ હતી. અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણીઓમાં ટ્રમ્પની પીછેહઠના અહેવાલો અને ઈરાન સાથે યુદ્વ અંત માટે કત્તારમાં વાટાઘાટના અહેવાલોએ ક્રુડ ઓઈલના ભાવ તૂટવાનું પોઝિટીવ પરિબળ પણ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીને વેગ આપનાર નીવડયું હતું. આ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો ૯ પૈસા જેટલો મજબૂત બનતાં શેરોમાં આકર્ષણ વધ્યું હતું. પાછલા કેટલાક દિવસોથી કરેકશન ઝોનમાં મોટાપાયે તૂટી ગયેલા સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફરી તેજીના મંડાણ થતા જોવાયા હતા. કેપિટલ ગુડઝ-પાવર, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, બેંકિંગ શેરોમાં ફંડોની મોટી ખરીદી થઈ હતી. જ્યારે આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સ ૧૨૩૩.૨૫ પોઈન્ટની છલાંગે ૭૫૬૯૨.૭૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૩૮૭.૭૦ પોઈન્ટ ઉછળીને ૨૩૪૪૦.૮૦ બંધ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો ૩૪ ટકા વધતાં શેરમાં ધૂમ ખરીદી : રૂ.૧૩૫ ઉછળી રૂ.૧૨૯૯
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ ઓઈલ ટુ કેમિકલ્સ બિઝનેસમાં મજબૂત વૃદ્વિ થકી પ્રોત્સાહક રજૂ થતાં શેરમાં ફંડોએ આજે ધૂમ ખરીદી કરી હતી. શેર રૂ.૧૩૫.૪૫ વધીને રૂ.૧૨૯૯ બંધ રહ્યો હતો. ગેઈલ ઈન્ડિયા રૂ.૮.૬૦ વધીને રૂ.૧૭૬.૬૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૧.૭૦ વધીને રૂ.૩૦૦.૩૫, ઓએનજીસી રૂ.૮.૫૦ વધીને રૂ.૨૩૪.૫૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૪.૫૦ વધીને રૂ.૧૩૪.૫૦, બીપીસીએલ રૂ.૮.૩૫ વધીને રૂ.૨૯૨.૬૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૫૪૯.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૧૯૦.૫૨ પોઈન્ટ ઉછળીને ૨૫૫૧૩.૧૮ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૯૪ ઉછળ્યો : આઈનોક્સ વિન્ડ, ટીમકેન, જયોતી સીએનસી, કાર્બોરેન્ડમ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ મોટી ખરીદી કરી હતી. આઈનોક્સ વિન્ડ રૂ.૩.૯૦ વધીને રૂ.૫૯.૭૦, ટીમકેન રૂ.૧૬૪.૬૦ વધીને રૂ.૨૯૩૧, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૫૧ વધીને રૂ.૨૯૩૧, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૪૮.૫૫ વધીને રૂ.૧૦૭૯.૯૦, જયોતી સીએનસી રૂ.૩૫.૯૫ વધીને રૂ.૯૪૧.૮૫, કોચીન શિપ રૂ.૪૩.૨૫ વધીને રૂ.૧૧૬૨.૨૫, સિમેન્સ રૂ.૧૦૯ વધીને રૂ.૩૩૯૪ રહ્યા હતા.બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૯૪.૦૧ પોઈન્ટ ઉછળીને ૭૦૨૦૩.૯૬ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં આક્રમક તેજી : ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, નાલ્કો, સેઈલ ઉછળ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ ફરી તેજીનું તોફાન મચાવ્યું હતું. ટાટા સ્ટીલ રૂ.૯.૪૫ વધીને રૂ.૧૭૭.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૬૫ વધીને રૂ.૧૩૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૪૫.૬૦ વધીને રૂ.૧૧૦૧, નાલ્કો રૂ.૧૩ વધીને રૂ.૩૨૭.૬૦, સેઈલ રૂ.૫.૪૦ વધીને રૂ.૧૬૫.૧૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૯.૮૫ વધીને રૂ.૫૧૫.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૧૮૩.૧૭ પોઈન્ટ ઉછળીને ૩૮૯૪૮.૭૧ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં તોફાન : ડિક્સન રૂ.૧૩૦૦ ઉછળ્યો : અંબર એન્ટરપ્રાઈસ, ક્રોમ્પ્ટન, એશીયન પેઈન્ટ વધ્યા
દિવાળીના તહેવારમાં હોમ એપ્લાયન્સિસની ખરીદી નીકળ્યાના અને કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના વેચાણમાં મજબૂત વૃદ્વિની અપેક્ષાએ પણ ફંડોએ આજે પસંદગીના શેરોમાં મોટી ખરીદી કરી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૧૩૦૦.૧૦ ઉછળીને રૂ.૧૨,૩૦૦.૧૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૬૩ વધીને રૂ.૬૨૩૩, ક્રોમ્પ્ટન રૂ.૩.૦૫ વધીને રૂ.૧૯૫, એશીયન પેઈન્ટ રૂ.૩૩ વધીને રૂ.૨૩૪૮ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૮૬.૦૬ પોઈન્ટ વધીને ૫૬૮૪૬.૬૯ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં પસંદગીની ખરીદી : હ્યુન્ડાઈ સારા પરિણામે વધ્યો : ઉનો મિન્ડા, અપોલો ટાયર વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા સારા ત્રિમાસિક પરિણામ જાહેર થતાં શેર રૂ.૭૪.૧૦ વધીને રૂ.૧૯૮૫, ઉનો મિન્ડા રૂ.૩૯.૬૦ વધીને રૂ.૧૧૭.૧૦, અપોલો ટાયર રૂ.૧૧.૮૫ વધીને રૂ.૩૯૧.૫૫, અશોક લેલેન્ડ રૂ.૪.૧૦ વધીને રૂ.૧૪૯.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૩૪.૪૬ પોઈન્ટ વધીને ૫૬૫૯૯.૫૬ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની સિલેક્ટિવ તેજી : એયુ સ્મોલ બેંક, સ્ટેટ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે સિલેક્ટિવ તેજી કરી હતી. એયુ સ્મોલ બેંક રૂ.૨૫.૧૦ વધીને રૂ.૮૮૯.૧૦, સ્ટેટ બેંક રૂ.૨૬ વધીને રૂ.૯૮૭, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૬૬ વધીને રૂ.૭૩.૫૭ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૯.૧૬ પોઈન્ટ વધીને ૬૧૭૪૪.૪૧ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફરી વ્યાપક તેજી : માર્કેટબ્રેડ્થ પોઝિટીવ : ૨૮૧૭ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરો સાથે એ ગુ્રપના શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોએ આજે વ્યાપક વેલ્યુબાઈંગ કરતા માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૯૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૮૧૭ અને ઘટનારની સંખ્યા ૧૬૬૪ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૩૧૧૫ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની શેરોમાં રૂ.૩૯૨ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૧૧૪.૬૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૬,૪૯૯.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૩૮૪.૭૮કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૯૨.૨૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૪,૯૮૮.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૩૮૦.૬૮કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭.૯૨ લાખ કરોડ વધીને રૂ.૪૮૨.૨૯ લાખ કરોડ
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તોફાની તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રુપના શેરોમાં વ્યાપક વેલ્યુબાઈંગે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭.૯૨ લાખ કરોડ વધીને રૂ.૪૮૨.૨૯ લાખ કરોડ રહ્યું હતું.




