રિલાયન્સ, કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ ૩૭૪ પોઈન્ટ વધીને ૭૮૯૫૫
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવા ક્લોઝિંગ ઓકશન સેશનના કારણે નિફટીમાં નિરૂત્સાહી ટ્રેન્ડ
નિફટી ૧૧ પોઈન્ટ વધીને ૨૪૬૩૬ : ઓટો, મેટલ, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે સાવચેતી
મુંબઈ : ભારતીય શેર બજારોમાં લાગુ કરાયેલી નવી ક્લોઝિંગ ઓક્શન સેશન (સીએએસ) પદ્વતિના પરિણામે ટ્રેડરોમાં મૂંઝવણના કારણે પાર્ટીસિપેશન ઘટતાં બન્ને એક્સચેન્જોમાં ખાસ એનએસઈમાં નિફટીમાં નિરૂત્સાહી ટ્રેન્ડ જોવાયો હતો. જ્યારે કેશ સેગ્મેન્ટ પર વધુ ફોક્સ ધરાવતા બીએસઈમાં આજે સેન્સેક્સમાં મોટો ઉછાળો નોંધાયો હતો. સીએએસમાં ટ્રેડરો, ઈન્વેસ્ટરોનું પાર્ટિસપેશન વધારવા સેબીની બ્રોકરો સાથે મીટિંગથી ખાસ ફરક નહીં પડી આજે બન્ને એક્સચેન્જો વચ્ચે ફરી મોટો તફાવત સર્જાયો હતો. ફંડોની કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક ખરીદી સાથે બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી અને સેન્સેક્સ બેઝડ શેરોમાં મોટી હલચલના કારણે સેન્સેક્સ ૭૮૯૫૫થી ૭૮૬૩૩ વચ્ચે અથડાઈ અંતે ૩૭૩.૭૬ પોઈન્ટ વધીને ૭૮૯૫૪.૭૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૬૭૭થી ૨૪૬૦૪ વચ્ચે અથડાઈ અંતે ૧૧.૩૫ પોઈન્ટના મામૂલી સુધારાએ ૨૪૬૩૬ બંધ રહ્યો હતો. આઈટી, મેટલ, ઓટો શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. વૈશ્વિક મોરચે ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટ થકી ડિલ થવાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી અને કોર્પોરેટ ઈન્ડિયાના એકંદર સારા પરિણામોએ ભારતીય બજારોમાં એકંદર મજબૂતી જોવાઈ હતી.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૦૫ પોઈન્ટ ઉછળ્યો : મઝગાંવ રૂ.૧૬૦, હિન્દ એરોનોટિક્સ રૂ.૩૦૭ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે આક્રમક ખરીદી થઈ હતી. મઝગાંવ ડોક રૂ.૧૫૯.૭૦ વધીને રૂ.૨૫૩૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૩૦૭.૫૦ વધીને રૂ.૪૯૨૪, કોચીન શિપ રૂ.૭૨.૫૦ વધીને રૂ.૧૪૮૮, ભારત ડાયનામિક્સ રૂ.૫૫ વધીને રૂ.૧૨૯૭, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૬૫.૭૦ વધીને રૂ.૪૭૯૫.૨૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૬૦.૭૦ વધીને રૂ.૧૬૧૨૧.૨૫, કેઈઆઈ રૂ.૧૧૦ વધીને રૂ.૫૫૯૫, જીવી ટી એન્ડ ડી રૂ.૭૫.૭૦ વધીને રૂ.૪૪૪૭.૭૦, ટીમકેન રૂ.૩૭.૧૦ વધીને રૂ.૩૩૪૨.૯૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૬.૩૦ વધીને રૂ.૫૮૯.૪૦, પ્રીમિયર એનજીૅ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૧૦૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૦૫.૪૭ પોઈન્ટ ઉછળીને ૭૯૦૪૫.૬૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં આકર્ષણે બેંકેક્સ ૫૬૦ પોઈન્ટ વધ્યો : એયુ બેંક, યુનિયન બેંક, સ્ટેટ બેંક, કેનેરા બેંકમાં તેજી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલે ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખવામાં આવ્યા સાથે હાલ એફસીએનઆર (બી) ડિપોઝિટ પર અપાયેલી રાહતોને વહેલી બંધ કરવાની કોઈ યોજના નહીં હોવાની સ્પષ્ટતા સહિતના ડેવલપમેન્ટે આજે ફંડોની સતત પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી રહી હતી. એયુ સ્મોલ બેંક રૂ.૪૬.૬૦ વધીને રૂ.૧૦૯૩.૬૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૦૫ વધીને રૂ.૧૮૧.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩૧.૮૫ વધીને રૂ.૧૦૮૪.૮૫, કેનેરા બેંક રૂ.૩ વધીને રૂ.૧૩૧.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૨.૯૫ વધીને રૂ.૧૪૭૬.૯૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૩૦ વધીને રૂ.૨૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૫૯.૯૩ પોઈન્ટ વધીને ૬૫૮૯૩.૧૬ બંધ રહ્યો હતો. ફાઈનાન્સ શેરોમાં પાઈન લેબ્સ રૂ.૮.૨૫ વધીને રૂ.૧૫૬.૧૦, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૧૯૪.૬૦ વધીને રૂ.૩૫૫૦.૯૦, સમ્માન કેપિટલ રૂ.૫.૫૦ વધીને રૂ.૧૬૭.૦૫, ચૌલા હોલ્ડિંગ રૂ.૫૩.૭૫ વધીને રૂ.૧૬૪૮.૦૫,
ક્રુડ ઓઈલના ભાવમાં એકંદર નરમાઈ : ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું આકર્ષણ : રિલાયન્સ રૂ.૪૪ ઉછળ્યો
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંકડી વધઘટે એકંદર નરમાઈ તરફી રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી જળવાઈ હતી. બ્રેન્ટ ક્રુડના સાંજે ૮૦.૪૦ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૭૫.૯૬ ડોલર નજીક રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૪ વધીને રૂ.૧૩૨૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૪.૮૫ વધીને રૂ.૪૪૬.૪૦, ગેઈલ રૂ.૧ વધીને રૂ.૧૭૬ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૭૬.૦૮ પોઈન્ટ વધીને ૨૬૫૧૬.૩૧ બંધ રહ્યો હતો.
નાસ્દાકમાં નરમાઈ પાછળ આઈટી શેરોમાં ધોવાણ : આઈકેએસ, આરપી ટેક, રેટગેઈન, ડાટામેટિક્સ ઘટયા
અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ગઈકાલે મોટો ઘટાડો થવાના પરિણામે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. આઈકેએસ રૂ.૧૧૪.૧૫ ઘટીને રૂ.૧૭૬૩.૬૫, આરપી ટેક રૂ.૩૭.૦૫ ઘટીને રૂ.૮૬૫.૩૦, રેટ ગેઈન રૂ.૩૩.૪૦ ઘટીને રૂ.૯૪૫.૧૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૨૩.૯૫ ઘટીને રૂ.૭૨૨, ડાટામેટિક્સ રૂ.૨૪.૨૦ ઘટીને રૂ.૮૫૨.૫૦, સાસ્કેન રૂ.૫૨.૭૦ ઘટીને રૂ.૧૯૧૬.૧૦, ન્યુજેન રૂ.૧૪.૫૦ ઘટીને રૂ.૫૪૨.૨૫, હેક્ઝાવેર રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૫૫૬.૨૦ પ્રોટીઅન રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૫૫૮.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૭.૫૪ પોઈન્ટ ઘટીને ૨૯૯૫૬.૨૯ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : સોના બીએલડબલ્યુ,બાલક્રિષ્ન ઈન્ડ., મારૂતી, મહિન્દ્રા ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના જુલાઈ મહિનાના વાહનોના પ્રોત્સાહક વેચાણ આંકડા અને તહેવારોની સીઝન શરૂ થઈ રહી હોઈ વેચાણમાં વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષાએ ગઈકાલે ફંડોની ઓટો શેરોમાં મોટી તેજી થયા બાદ આજે ઉછાળે તેજીને વિરામ આપી ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. સોના બીએલડબલ્યુ પ્રીસિઝન ફોર્જિંગ્સ રૂ.૨૭.૬૫ ઘટીને રૂ.૭૮૭, બાલક્રિશ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૪.૨૫ ઘટીને રૂ.૨૪૩૩.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૯ ઘટીને રૂ.૩૪૧૫, શેફલર રૂ.૫૫ ઘટીને રૂ.૪૦૩૨.૯૫, મારૂતી સુઝુકી રૂ.૧૬૩ ઘટીને રૂ.૧૩,૯૯૭, બોશ રૂ.૩૮૦ ઘટીને રૂ.૪૨,૫૦૦, બજાજ ઓટો રૂ.૯૫.૩૦ ઘટીને રૂ.૧૧,૫૮૬.૩૦, આઈશર મોટર્સ રૂ.૫૯ ઘટીને રૂ.૭૯૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૪૭.૪૪ પોઈન્ટ ઘટીને ૬૪૨૧૭.૪૬ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ફંડો હળવા થયા : ડીએલએફ, આદિત્ય બિરલા રિયલ, અનંતરાજ, ઓબેરોય ઘટયા
પ્રોપર્ટી માર્કેટમાં ઊંચા ભાવોએ ખરીદી માટેની માંગ મંદ પડી રહ્યાના અહેવાલો અને કંપનીઓની ત્રિમાસિક કામગીરી એકંદર સાધારણ જાહેર થતાં ફંડો રિયાલ્ટી શેરોમાં ફંડો હળવા થયા હતા. ડીએલએફ રૂ.૨૧.૧૦ ઘટીને રૂ.૬૪૨.૯૦, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ રૂ.૩૦.૨૦ ઘટીને રૂ.૧૩૯૦.૨૫, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૩૦ ઘટીને રૂ.૬૧૬.૨૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૩૦.૩૦ ઘટીને રૂ.૧૭૭૭.૭૦, લોઢા ડેવલપર્સ રૂ.૧૯ ઘટીને રૂ.૧૨૨૭ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૦૦.૧૬ પોઈન્ટ ઘટીને ૬૯૪૧.૯૭ બંધ રહ્યો હતો.
જિન્દાલ સ્ટીલ, જિન્દાલ સ્ટેનલેસ, જેએસડબલ્યુ સ્ટીલ, લોઈડ્સ મેટલ, હિન્દાલ્કોમાં ફંડોનું પ્રોપિટ બુકિંગ
મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. જિન્દાલ સ્ટીલ રૂ.૧૮.૮૫ ઘટીને રૂ.૧૧૦૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૨.૩૫ ઘટીને રૂ.૭૩૨.૧૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૨ ઘટીને રૂ.૧૩૦૮, લોઈડ્સ મેટલ રૂ.૨૭.૫૦ ઘટીને રૂ.૨૦૫૯.૪૫, હિન્દાલ્કો રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૧૦૨૬.૫૫, ટાટા સ્ટીલ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૮૯.૩૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાયું છતાં ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ : ૨૧૯૧ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીના શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાયું હતું, પરંતુ ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટ્બ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૦૦ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૨૯૨થી ઘટીને ૨૧૦૦ અને ઘટનારની સંખ્યા ૧૯૫૮થી વધીને ૨૧૯૧ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૦૧૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૭.૮૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૬,૧૬૧.૩૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૧૭૯.૨૧કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૪૦૧૩.૬૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૯,૭૨૩.૬૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૭૧૦.૦૮ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૧૯ લાખ કરોડ વધીને રૂ.૪૯૩.૬૨ લાખ કરોડ રહ્યું
ફંડો આજે કેપિટલ ગુડઝ, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં લેવાલ રહેતાં અને સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૧૯ લાખ કરોડ વધીને રૂ.૪૯૩.૬૨ લાખ રહ્યું હતું.









