રિલાયન્સ, બેંકિંગ, FMCG શેરોમાં તેજી : સેન્સેક્સ ૬૮૫ પોઈન્ટ ઉછળી ૭૩૦૬૮
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૨૨૦ પોઈન્ટની છલાંગે ૨૨૭૭૬ : આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : રોકાણકારોની સંપતિમાં વધુ રૂ.૪.૫૪ લાખ કરોડનો જંગી વધારો
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની મીટિંગ પૂર્વે રેપો રેટમાં આ વખતે ૦.૨૫ ટકાનો વધારો થવાની બેંકરો, સમીક્ષકોની અપેક્ષા અને મોંઘવારીને અંકુશમાં લેવા પગલાંની અપેક્ષા સાથે બેંકોની ત્રિમાસિક મજબૂત કામગીરી અને રિલાયન્સના જિયો પ્લેટફોર્મ્સના મેગા આઈપીઓની તૈયારી વચ્ચે આજે સપ્તાહના સતત બીજા દિવસે શેરોમાં રિકવરીનો મજબૂત રાઉન્ડ જોવાયો હતો. વર્લ્ડ બેંક દ્વારા ભારતના આર્થિક વિકાસ માટેનો નાણા વર્ષ ૨૦૨૭નો અંદાજ મજબૂત માંગને લઈ ૭.૧ ટકા મૂકાતાં અને ક્રુડ ઓઈલના ભાવ બે ટકા જેટલા ઘટી આવતાં શેરોમાં તેજીને વેગ મળ્યો હતો. ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંકની આગેવાનીમાં તેજી કર્યા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત ફંડો લેવાલ રહેતાં અને એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતમાં તેજી અને ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ઘટાડો અટકી ફંડો લેવાલ રહેતાં અને મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પણ પસંદગીની ખરીદી રહી હતી. સેન્સેક્સ ૬૮૫.૩૪ પોઈન્ટ ઉછળીને ૭૩૦૬૭.૮૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૨૦.૩૫ પોઈન્ટ વધીને ૨૨૭૭૬.૧૦ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૩૩ ઉછળ્યો : ભેલ રૂ.૨૪, જયોતી સીએનસી રૂ.૫૧, સુપ્રિમ રૂ.૧૪૦ ઉછળ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. ભેલ રૂ.૨૩.૯૦ ઉછળીને રૂ.૪૫૧.૫૦, જયોતી સીએનસી રૂ.૫૧.૨૦ ઉછળીને રૂ.૧૦૭૩.૧૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૯.૯૦ વધીને રૂ.૩૫૧૬.૭૦, સિમેન્સ રૂ.૧૪૨.૬૦ વધીને રૂ.૩૮૫૦, સીજી પાવર રૂ.૩૦ વધીને રૂ.૯૧૧.૧૦, એબીબી ઈન્ડિયા રૂ.૨૨૭.૬૦ વધીને રૂ.૭૧૦૯.૧૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૪૭.૬૦ વધીને રૂ.૪૮૧૮, એસ્ટ્રલ રૂ.૪૩ વધીને રૂ.૧૪૦૩, વારી એનજીૅ રૂ.૫૭ વધીને રૂ.૨૩૯૯, કમિન્સ ઈન્ડિયા રૂ.૯૪.૯૦ વધીને રૂ.૪૯૨૩, પ્રીમિયર એનજીૅ રૂ.૧૬.૩૫ વધીને રૂ.૯૦૪.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૩૩.૧૩ પોઈન્ટની છલાંગે ૭૫૭૪૯.૮૬ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં વેલ્યુબાઈંગ : પરાગ મિલ્ક, હોનાસા, બજાજ હિન્દુસ્તાન, ધામપુર, દ્વારકેશ વધ્યા
એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ વધ્યું હતું. પરાગ મિલ્ક રૂ.૨૮.૦૫ વધીને રૂ.૩૦૮.૭૫, લોટસ ચોકલેટ રૂ.૪૪.૪૦ વધીને રૂ.૫૮૦.૮૦, હોનાસા રૂ.૩૬.૩૦ વધીને રૂ.૪૭૮.૧૦, બજાજ હિન્દુસ્તાન રૂ.૧.૩૮ વધીને રૂ.૨૧.૩૩, ધામપુર સુગર રૂ.૧૨.૧૫ વધીને રૂ.૧૮૮.૯૫, દ્વારકેશ સુગર રૂ.૨.૯૨ વધીને રૂ.૪૬.૯૩, દાલમિયા સુગર રૂ.૨૫.૪૦ વધીને રૂ.૪૫૩.૮૦,નેસ્લે ઈન્ડિયા રૂ.૩૭.૧૦ વધીને રૂ.૧૩૩૫.૪૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૫૨.૧૦ વધીને રૂ.૧૮૯૨.૧૦, બલરામપુર ચીની રૂ.૧૯.૮૫ વધીને રૂ.૬૯૧.૦૫, બજાજ કન્ઝયુમર રૂ.૧૩.૧૦ વધીને રૂ.૪૯૩.૬૦, અવધ સુગર રૂ.૨૯ વધીને રૂ.૮૭૨.૬૦, મગધ સુગર રૂ.૧૮ વધીને રૂ.૫૫૨.૯૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૬૪.૪૫ પોઈન્ટ વધીને ૧૭૧૫૭.૧૪ બંધ રહ્યો હતો.
આરબીઆઈ પોલિસી પૂર્વે બેંકિંગ શેરોમાં આકર્ષણ : કોટક બેંક રૂ.૧૫ વધ્યો : ઈન્ડસઈન્ડ, એક્સિસમાં તેજી
આરબીઆઈની પોલિસી નિર્ણય પૂર્વે આજે બેંકિંગ શેરોમાં ફંડોની તેજી રહી હતી. બેંકોની ત્રિમાસિક મજબૂત કામગીરીના સથવારે ફંડો બેંક શેરોમાં લેવાલ રહ્યા હતા. કોટક મહિન્દ્રા બેંકમાં ત્રિમાસિક ધિરાણમાં ૨૫ ટકા વૃદ્વિ અને થાપણોમાં ૨૩ ટકા વૃદ્વિ થતાં શેરમાં આકર્ષણે રૂ.૧૪.૯૫ વધીને રૂ.૪૩૧.૨૫ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૪.૬૫ વધીને રૂ.૯૦૬.૯૫, એક્સિસ બેંક રૂ.૨૪.૫૫ વધીને રૂ.૧૨૪૮.૫૦, એચડીએફસી બેંક રૂ.૫.૨૦ વધીને રૂ.૭૧૦.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૬૦ વધીને રૂ.૧૩૪૧.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૯.૮૨ પોઈન્ટ વધીને ૬૨૧૧૮.૩૪ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ઘટાડાને બ્રેક લાગી ફંડોની ફરી તેજી : ક્લિચ ડ્રગ, મોરપેન લેબ., હાઈકલ, વોક્હાર્ટ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ત્રણ દિવસના ઘટાડાને આજે ફરી બ્રેક લાગી ફરી ફંડોએ સિલેક્ટિવ શેરોમાં આક્રમક ખરીદી કરી હતી. ક્લિચ ડ્રગ રૂ.૨૭.૮૦ વધીને રૂ.૨૬૧.૩૦, મોરપેન લેબ. રૂ.૮.૪૫ વધીને રૂ.૧૧૨.૫૦ ઉછળીને રૂ.૨૧૭૪.૧૦, સાંઈ પેરન્ટ રૂ.૨૬.૪૦ વધીને રૂ.૫૨૫.૭૫, ગુજરાત થેમીસ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૩૯૦.૫૫, લૌરસ લેબ રૂ.૯૦ વધીને રૂ.૨૦૫૪, એનથમ રૂ.૩૭.૬૦ વધીને રૂ.૮૮૯.૫૫, નોવાર્ટિસ રૂ.૮૨.૩૫ વધીને રૂ.૨૦૪૯.૦૫, પેનેશિયા બાયોટેક રૂ.૧૪.૪૫ વધીને રૂ.૩૬૩.૮૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૫૧.૮૬ પોઈન્ટ ઉછળીને ૪૯૮૮૬.૫૪ બંધ રહ્યો હતો.
ક્રુડના ભાવમાં બે ટકાનો ઘટાડો : ઓઈલ શેરોમાં રિલાયન્સ રૂ.૩૩ વધ્યો : ગેઈલ, પેટ્રોનેટ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બે ટકા જેટલા ઘટીને સાંજે બ્રેન્ટના ૯૮ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૮૭ ડોલર નજીક આવી જતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓની તૈયારીના આકર્ષણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૯૦ વધીને રૂ.૧૨૧૯ રહ્યો હતો. ગેઈલ ઈન્ડિયા રૂ.૪ વધીને રૂ.૧૭૧.૫૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૮૫ વધીને રૂ.૨૯૭.૧૦, એચપીસીએલ રૂ.૭.૫૫ વધીને રૂ.૩૫૦.૬૫, બીપીસીએલ રૂ.૩.૫૦ વધીને રૂ.૩૦૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૯૮.૯૪ પોઈન્ટ વધીને ૨૪૯૩૫.૧૬ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ફંડોની ખરીદી : લોઈડ્સ મેટલ રૂ.૫૭, એપીએલ અપોલો રૂ.૪૮, જેએસડબલ્યુ રૂ.૨૭ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. લોઈડ્સ મેટલ રૂ.૫૭.૪૦ વધીને રૂ.૧૮૬૦.૨૫, એપીએલ અપોલો રૂ.૪૮.૦૫ વધીને રૂ.૨૧૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૬.૬૫ વધીને રૂ.૧૨૫૯, સેઈલ રૂ.૨.૯૫ વધીને રૂ.૧૭૮.૭૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૨૭.૧૨ પોઈન્ટ વધીને ૩૯૯૦૪.૦૭ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ જળવાયું : અંબર રૂ.૩૦૨, બ્લુ સ્ટાર રૂ.૬૭, બર્જર પેઈન્ટ રૂ.૧૩ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ તહેવારોની સીઝનની અપેક્ષાએ ફંડોની પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૦૧.૬૦ વધીને રૂ.૬૮૬૦.૧૦, બ્લુ સ્ટાર રૂ.૬૭.૧૦ વધીને રૂ.૧૫૬૪.૧૦, બર્જર પેઈન્ટ રૂ.૧૩.૪૫ વધીને રૂ.૪૭૨.૧૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૫૯.૧૦ વધીને રૂ.૧૩૦૦૦, એશીયન પેઈન્ટ રૂ.૪૮.૧૫ વધીને રૂ.૨૪૨૦, વોલ્ટાસ રૂ.૯.૬૦ વધીને રૂ.૧૦૬૮.૬૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૨૯.૬૨ પોઈન્ટ વધીને ૫૮૬૧૫.૮૭ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં સિલેક્ટિવ મજબૂતી : ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૪૧, ભારત ફોર્જ રૂ.૪૯, ઉનો મિન્ડા રૂ.૧૯ વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં સિલેક્ટિવ મજબૂતી રહી હતી. તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદી વધવાની અપેક્ષાએ ફંડો લેવાલ રહ્યા હતા. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૪૧.૪૦ વધીને રૂ.૨૪૬૫.૪૦, ભારત ફોર્જ રૂ.૪૯.૩૦ વધીને રૂ.૧૮૮૦, સોના બીએલડબલ્યુ રૂ.૧૯.૬૦ વધીને રૂ.૮૧૪.૧૦, ઉનો મિન્ડા રૂ.૧૯.૪૦ વધીને રૂ.૧૧૧૮.૪૦, મારૂતી સુઝુકી રૂ.૮૧ વધીને રૂ.૧૧૬૦૩ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૧૧.૬૧ પોઈન્ટ વધીને ૫૬૭૬૨.૮૭ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં ઉછાળે વેચવાલી : ટેક મહિન્દ્રા, સિએન્ટ, આરસિસ્ટમ્સ, માઈન્ડટેક તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની ઉછાળે વેચવાલી રહી હતી. માઈન્ડટેક રૂ.૮ તૂટીને રૂ.૧૪૪, ટેક મહિન્દ્રા રૂ.૩૫.૪૦ ઘટીને રૂ.૧૫૦૩, સિએન્ટ રૂ.૨૦.૭૫ ઘટીને રૂ.૧૧૧૯.૨૦, આરસિસ્ટમ્સ રૂ.૩.૯૫ ઘટીને રૂ.૨૪૬, એડીએસએલ રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૦૪, ઝેનસાર ટેકનો રૂ.૫.૫૦ ઘટીને રૂ.૪૪૫.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૧.૪૮ પોઈન્ટ ઘટીને ૨૭૦૪૨.૪૭ બંધ રહ્યો હતો.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં તેજીનો વ્યાપ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૭૬૮ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ સતત બીજા દિવસે આક્રમક તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખરીદીનો વ્યાપ વધતા માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૩૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૫૨થી વધીને ૨૭૬૮ અને ઘટનારની સંખ્યા ૨૪૪૮થી ઘટીને ૧૬૧૯ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૨૯૬૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૦૮૯ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૯૬૧.૩૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૨૫૮.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૨૨૦.૦૨ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૦૮૮.૯૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૦,૧૪૬.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૦૫૭.૪૮ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૫૪ લાખ કરોડ વધીને રૂ.૪૭૩.૬૧ કરોડ થયું
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં તેજી વ્યાપક બન્યા સાથે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૫૪ લાખ કરોડ વધીને રૂ.૪૭૩.૬૧ લાખ કરોડ રહ્યું હતું.




