UPI થકી રૂ. ૩૧.૬૩ લાખ કરોડના વિક્રમી વ્યવહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓક્ટોબરમાં યુપીઆઇથી વિક્રમી દૈનિક એક લાખ કરોડના ટ્રાન્ઝેક્શન નોંધાયા : ઈ કોમર્સ ફેસ્ટિવલ સેલને કારણે વ્યવહારમાં વધારો
મુંબઈ : ઓકટોબરમાં તહેવાર સંબંધિત ખર્ચને કારણે ડિજિટલ પેમેન્ટસમાં વધારો થયો હતો અને યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ પર વ્યવહાર વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૨૩ ટકા વધારો થઈને ૨૫.૪૭ અબજ રહ્યા છે. મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહાર આંક વિક્રમી રહ્યો છે.
મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારના આંકમાં વાર્ષિક ધોરણે ૧૬ ટકા વધારો થઈને તે રૂપિયા ૩૧.૬૩ લાખ કરોડ રહ્યો છે જે ઓલટાઈમ હાઈ છે એમ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના ડેટા જણાવે છે.
સપ્ટેમ્બરમાં યુપીઆઈ મારફતના સરેરાશ દૈનિક વ્યવહાર જે રૂપિયા ૯૭૯૧૩ કરોડ હતો તે ઓકટોબરમાં વધી રૂપિયા ૧.૦૧ લાખ કરોડ રહ્યો હતો.
સપ્ટેમ્બરમાં દૈનિક સરેરાશ વ્યવહારની સંખ્યા જે ૮૦.૨૦ કરોડ રહી હતી તે ગત મહિને વધી ૮૨.૨૦ કરોડ જોવા મળી હતી.
નવરાત્રી તથા દૂર્ગાપુજા ઉપરાંત ઈ કોમર્સ ફેસ્ટિલ સેલ્સને કારણે પણ યુપીઆઈ વ્યવહારમાં વધારો જોવા મળ્યો હોવાનું એનપીસીઆઈના સુત્રોએ જણાવ્યું હતું.
યુપીઆઈ વ્યવહાર પર મરચંટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)ને સરકારે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યા છે. યુપીઆઈ વ્યવહાર સરળ બનાવવાને કારણે પણ તેના વપરાશકારોના સ્તરમાં વધારો થતો જાય છે.
નવેમ્બરમાં દિવાળી હોવાથી આ મહિનામાં પણ યુપીઆઈ વ્યવહારમાં વધારો થવાની સંભાવના રહેલી છે. સૂચિત એમડીઆર લાગુ થયા બાદ યુપીઆઈ વ્યવહાર વોલ્યુમ કેટલુ રહે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
જો કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ અગાઉ જણાવ્યું હતું કે એમડીઆરના સ્વરૂપમાં થોડીઘણી ફી લાગુ કરવાથી યુપીઆઈ વ્યવહાર વોલ્યુમ પર મોટી અસર નહીં પડે.
નાની રકમની ફીથી વોલ્યુમ્સ પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય, એમ તેમણે ગયા મહિને જણાવ્યું હતું. રૂપિયા ૨૦૦૦થી વધુના મૂલ્યના યુપીઆઈ ટ્રાન્ઝકશન પર ૦.૪૦ ટકા એમડીઆર વસૂલવાની દરખાસ્તને કેન્દ્રએ મંજુરી આપી છે અને તેનો અમલ જે ૧૫ ઓકટોબરથી થવાનો હતો તેને વિવિધ ક્ષેત્રો તરફથી ઉઠેલા વિરોધ બાદ મોકૂફ રાખવામાં આવ્યો છે.




