એલ્યુમિનિયમ સ્ક્રેપ પર ૨.૫% આયાત ડયુટી દૂર કરવાની ભલામણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આ ક્ષેત્રની કંપનીઓની ડયુટી જાળવી રાખવાની માંગ
નવી દિલ્હી : ખાણ મંત્રાલયે નાણા મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને ભલામણ કરી છે કે એલ્યુમિનિયમ સ્ક્રેપ પર હાલની ૨.૫% બેઝિક કસ્ટમ્સ ડયુટી દૂર કરવામાં આવે. આ ભલામણ એવા સમયે આવી છે જ્યારે પ્રાથમિક એલ્યુમિનિયમ ઉત્પાદક કંપનીઓએ માંગ કરી છે કે ડયુટી જાળવી રાખવામાં આવે અને આયાતી સ્ક્રેપ પર કડક ગુણવત્તા ધોરણો લાદવામાં આવે.
એલ્યુમિનિયમ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં ખાણ મંત્રાલય સમક્ષ દલીલ કરી હતી કે ભારત રશિયા અને આશિયાન દેશોમાંથી વધતી આયાતથી દબાણનો સામનો કરી રહ્યું છે અને દેશ નબળી-ગુણવત્તાવાળા એલ્યુમિનિયમ સ્ક્રેપ માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ બનવાનું જોખમ ધરાવે છે.
વધુમાં, એલ્યુમિનિયમ સ્ક્રેપની વધતી જતી આયાત મોટી કંપનીઓ દ્વારા રૂ. ૩ લાખ કરોડથી વધુના આયોજિત રોકાણો માટે ખતરો ઉભો કરે છે. તેથી, ગુણવત્તા ધોરણો લાગુ ન થાય ત્યાં સુધી વર્તમાન ડયુટી જાળવી રાખવી જોઈએ.
અન્ય એક ઉદ્યોગ સંગઠન, મટિરિયલ રિસાયક્લિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દલીલ કરી હતી કે ૨.૫ ટકા ડયુટી જાળવી રાખવી એ પ્રાથમિક ઉત્પાદન કંપનીઓ માટે ડબલ પ્રોટેક્શન છે. તેઓ પહેલાથી જ પ્રાથમિક ધાતુની આયાત પર ૭.૫ ટકા બેઝિક કસ્ટમ્સ ડયુટી દ્વારા ડયુટી પ્રોટેક્શન મેળવે છે, જે સ્થાનિક કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી રક્ષણ આપે છે.









