Business

પ્લાસ્ટિક નોટસને અમલમાં મૂકવા RBIની કવાયત

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: RBIએ દેશમાં પ્લાસ્ટિક કરન્સી દાખલ કરવા કાર્યવાહી શરૂ કરી છે. બેન્કનોટ પ્રિન્ટિંગ વિભાગે સિક્યુરિટી સાથેની પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ માટે બિડ મંગાવ્યા છે. લાંબા સમય સુધી ટકી શકે તેવી આ નોટો ATMમાંથી પણ નીકળી શકશે. વિશ્વના 60 દેશોમાં પોલિમર નોટો ચલણમાં છે. 2024-25માં પેપર કરન્સી પાછળ ₹6372.80 કરોડ ખર્ચાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્લાસ્ટિક નોટસને અમલમાં મૂકવા RBIની કવાયત

સિક્યુરિટીની વિશિષ્ટતાઓ સાથેની પોલિમર સબસ્ટ્રેટ શીટસના પૂરવઠા માટે બિડ મંગાવાયા
મુંબઈ : દેશમાં પોલિમર બેન્કનોટસ (પ્લાસ્ટિક કરન્સી) દાખલ કરવા તરફ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ વિધિસરની કામગીરી આરંભી દીધી છે. આરબીઆઈના કરન્સીના પ્રિન્ટિંગનું કામકાજ સંભાળતા વિભાગે સિક્યુરિટીની વિશિષ્ટતાઓ સાથેની પોલિમર સબસ્ટ્રેટ શીટસના પૂરવઠા માટે ઈરાદા પત્ર આમંત્રિત કર્યા છે.
બેન્કનોટસના પ્રિન્ટિંગ માટે તૈયાર કરાયેલી અપારદર્શી પોલિમર સબસ્ટ્રેટ શીટસના ઉત્પાદન માટે રિઝર્વ બેન્કે ઘરઆંગણેના તથા વિદેશના પાત્ર ઉત્પાદકો પાસેથી બિડસ આમંત્રિત કર્યા છે.
છેલ્લા એક દાયકાથી ભારતમાં કરન્સી નોટસ ખાસ પ્રકારના કાગળ પર છાપવામાં આવે છે. પરંતુ હવે રિઝર્વ બેન્કે પ્લાસ્ટિકની કરન્સી નોટસ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે જેથી તે લાંબા સમય સુધી ટકી શકે.
બિડ માટે પાત્ર બનવા બિડરે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી કોઈ દેશની કેન્દ્રીય બેન્ક અથવા બેન્કનોટસ પ્રિન્ટિંગ સંસ્થાઓને પોલિમર સબસ્ટ્રેટ શીટસનો પૂરવઠો કર્યો હોવો જોઈશે.
છેલ્લા કેટલાક વર્ષથી કરન્સી નોટસની માગમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી આરબીઆઈએ પોલિમર બેન્કનોટસ પ્રિન્ટ કરવાનો વિચાર ફરી પાછો ઊભો કર્યો છે.
પોલિમર બેન્ક નોટસ છાપવા પાછળ ઓછા ખર્ચ તથા તેના લાંબા સમય સુધીના ટકાઉપણાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક આવા પ્રકારની ચલણીનોટસને સર્ક્યુલેશનમાં મૂકવા ઈરાદો ધરાવે છે.એટીએમમાંથી પણ આ નોટસ નીકળી શકશે માટે રિઝર્વ બેન્ક હવે તેમાં આગળ વધવા માગે છે.
પેપર કરન્સી નોટસના પ્રિન્ટિંગ પાછળ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં રૂપિયા ૬૩૭૨.૮૦ કરોડનો ખર્ચ થયો હતો. નાણાં વર્ષ ૨૦૨૫માં ૨૩.૮૦ અબજ ખરાબ બેન્ક નોટસનો નિકાલ કરાયો હતો. આમાંની મોટાભાગની નોટસ રૂપિયા ૫૦૦ના મૂલ્યની હતી. ત્યારબાદ રૂપિયા ૧૦૦ના મૂલ્યની નોટસનો સમાવેશ થતો હતો.
૩૧મી માર્ચ ૨૦૨૬ના સમાપ્ત થયેલા નાણાં વર્ષના અંતે કરન્સી ઈન સર્ક્યુલેશનનો આંક રૂપિયા ૪૧.૪૭ ટ્રિલિયન રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે આ આંક રૂપિયા ૩૨.૨૪ ટ્રિલિયન રહ્યો હતો.
વિશ્વમાં અત્યારે ૬૦ જેટલા એવા દેશો છે જ્યાં ચલણી નોટસ પોલિમરમાંથી તૈયાર કરવામાં આવે છે. ૧૯૮૮માં ઓસ્ટ્રેલિયાએ સૌ પ્રથમ પોલિમર બેન્કનોટસનું પ્રિન્ટિંગ કર્યું હતું.