Business

સોનું ફરી ઉછળી રૂ.દોઢ લાખ નજીક ચાંદીમાં પણ આગેકૂચ: ક્રૂડમાં વધુ ઘટાડો

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 4100 ડોલર નજીક પહોંચ્યા છે, જ્યારે ઓપેક સંગઠનમાં ભંગાણની ભીતિ વધી છે. ઈરાકે પણ ક્વોટા ન વધારવા પર સંગઠનમાંથી બહાર નીકળી જવાની ચેતવણી આપી છે, જેના પગલે બજારમાં અજંપો વ્યાપ્યો છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.2000 અને ચાંદીનો ભાવ કિલો દીઠ રૂ.1000 વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું ફરી ઉછળી રૂ.દોઢ લાખ નજીક ચાંદીમાં પણ આગેકૂચ: ક્રૂડમાં વધુ ઘટાડો

વિશ્વબજારમાં સોનાના ભાવ વધી ૪૧૦૦ ડોલર નજીક
ઓપેક સંગઠનમાં વધુ ભંગાણની ભીતી: હવે ઈરાકે પણ છેડો ફાડવાની ચેતવણી આપતાં બજારમાં અજંપો
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે પાછળ તેજી આગળ વધી હતી. વિશ્વબજારના ભાવ ઉંચકાતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં બજાર ભાવે ઉંચા જતા જોવા મળ્યા હતા. જોકે નવા વેપાર આજે ધીમા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦૦ વધ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૦૦૦ ઉંચકાયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૦૪૫થી ૪૦૪૬ ડોલરવાળા વધી છેલ્લે સપ્તાહના અંતે ૪૦૮૮થી ૪૦૮૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ જોકે નીચામાં ૧૦૧.૦૫ થયા પછી આ ઈન્ડેક્સ ફરી વધી ઉંચામાં ૧૦૧.૫૭ થઈ છેલ્લે ૧૦૧.૩૭ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, ઓમાનના દરીયામાં એક કાર્ગો જહાજ પર હુમલો થયાના સમાચાર વચ્ચે વિશ્વબજારમાં ફરી અજંપો વધ્યો હતો. ઈરાન પછી હવે ઈરાકે પણ ક્રૂડ ઉત્પાદનનો ક્વોટા વધારવા ઓપેક સંગઠનમાં માગણી કરી હોવાના સમાચાર હતા. જે ક્વોટા વધારી આપવામાં નહિં આવે તો ઓપેક સંગઠનથી બહાર નિકળી જવાની ચેતવણી પણ ઈરાકે આપી હોવાના સમાચાર હતા. આપસી સમજૂતીમાં ભંડોળના વપરાશ વિશે ઈરાન તથા અમેરિકા વચ્ચે વિરોધાભાસ વધ્યાના સમાચાર પણ મળ્યા હતા.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૨૧થી ઘટી ૭૧.૩૮ થઈ ૭૧.૯૯ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૦.૨૭ વાળા નીચામાં ભાવ ૬૮.૫૬ થઈ છેલ્લે ભાવ ૬૯.૨૩ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૯૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૨૮૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૫૮.૧૨થી ૫૮.૧૩ ડોલરથી વધી ૫૯.૧૪થી ૫૯.૧૫ ડોલર છેલ્લે રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૪૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૨૭૦૦ તથા ૯૯૯ના ભાવમાં રૂ.૧૪૩૩૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર આજે વધુ રૂ.૧૫૦૦ વધી રૂ.૨૨૪૫૦૦ રહ્યા હતા. વિશ્વાબજારમાં પ્લેટીનમના ભાવ ૧૬૨૬ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૨૧૩ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૪.૪૦થી વધી રૂ.૯૪.૪૪ બોલાઈ રહ્યા હતા.