Get The App

રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય 1 - image

RBI May Cut Repo Rate by 25 bps in December 2025 : ડિસેમ્બર મહિનામાં ભારતીય રિઝર્વ બેન્ક દેશના મધ્ય વર્ગને મોટી રાહત આપી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે RBI ફરીથી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. જો આવો નિર્ણય લેવાય તો લોનના હપ્તામાં ઘટાડો થશે. 

શું છે નિષ્ણાતોનો મત? 

ત્રીજી ડિસેમ્બરથી RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થશે. જેમાં રેપો રેટ અંગે પણ ચર્ચા કરાશે. જે બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રા 5મી ડિસેમ્બરે સવારે 10 વાગ્યે રેટ સેટિંગ પેનલના નિર્ણયોની જાહેરાત કરશે. 

ઘણા સમયથી રેપો રેટમાં થઈ રહ્યો છે ઘટાડો 

નોંધનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી RBIએ રેપો રેટમાં ઘટાડો કરવાની શરૂઆત કરી હતી. આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં રેપો રેટમાં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે. હાલ રેપો રેટ 5.5 ટકા છે, એવામાં નિષ્ણાતોનું માનવું છે કે આમાં હજુ ઘટાડો થશે અને રેપો રેટ 5.25 ટકા રહી જશે. 

HDFC બેન્કના રિપોર્ટમાં કહેવાયું છે કે મોંઘવારીને જોતાં RBI રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. જ્યારે SBIના ઈકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટનું માનવું છે કે GDP ગ્રોથ મજબૂત હોવાથી રેપો રેટ જેટલો છે તેટલો જ યથાવત રાખવામાં આવશે.