Get The App

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI

- બેંકોને NRI પાસેથી ફોરેન-કરન્સી થાપણો મેળવવામાં સુગમતા

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાં વિદેશી રોકાણ  પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI 1 - image

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ દેશમાં વિદેશી રોકાણ પ્રવાહમાં વહેતો થાય એ માટે ત્રણ વર્ષ અને પાંચ વર્ષની પાકતી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી નવી ફોરેન કરન્સી નોન-રેસીડેન્ટ (બેંક) થાપણો પરના વ્યાજ દરની સીલિંગ-મર્યાદાને તાતપુરતી ઉઠાવી લેવાનું જાહેર કર્યું છે. આ પગલાંથી બેંકોને નોન-રેસીડેન્ટ ઈન્ડિયન્સ-એનઆરઆઈ ભારતીયો પાસેથી ફોરેન-કરન્સી ડિપોઝિટ મેળવવામાં વધુ સુગમતા મળશે.

રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, બેંકો દ્વારા એક્ત્રિત કરવામાં આવેલી નવી એફસીએનઆર(બી) થાપણો પર લાગુ વ્યાજ દરની ટોચ મર્યાદા, જેમાં પાકતી તારીખની રીન્યુ કરાયેલી થાપણો, ત્રણ વર્ષ અને તેથી વધુ સમયગાળઆ માટે અને પાંચ વર્ષ સુધીની સહિત માટે ૧૭, જૂન ૨૦૨૬થી ઉઠાવી લઈને ૩૦, સપ્ટેમ્બર ૨૦૨૬  સુધી કરાઈ છે.

આ રાહત પહેલા એફસીએનઆર(બી) થાપણો ત્રણ થી પાંચ વર્ષ માટે સંબંધિત કરન્સી અથવા સ્વેપ રેટ માટે ઓવરનાઈટ રેફરન્સ રેટની ટોચ મર્યાદા વત્તા ૩૫૦ બેઝિઝ પોઈન્ટને આધીન હતી. એક વર્ષથી ત્રણ વર્ષથી ઓછી પાક્તી મુદ્દત ધરાવતી થાપણો ઓવરનાઈટ રેફરન્સ રેટ અથવા સ્વેપ રેટની ટોચ મર્યાદા વચ્ચા ૨૫૦ બેઝિઝ પોઈન્ટને આધીન રહેશે.

અલગથી આઈબીઆઈએ ૩૦, સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ત્રણ વર્ષ અને તેથી વધુ સમયગાળાની નવી એનઆરઈ થાપણો પર આપવામાં આવતાં વ્યાજ દરો પરના નિયંત્રણો પણ અસ્થાયી રૂપે પાછા ખેંચી લીધા છે, જેમાં મેચ્યોરિટી પર રિન્યુઅલ કરાયેલી થાપણોનો પણ સમાવેશ થાય છે. આ છૂટછાટ હેઠળ બેંકો, હાલની જરૂરિયાતથી બંધાયેલી રહેશે નહીં કે આવી થાપણો પરના દર તુલનાત્મક સ્થાનિક રૂપિયાની મુદ્દતી થાપણો પર આપવામાં આવતાં વ્યાજ દરો કરતાં વધુ ન હોવા જોઈએ. જો કે, એનઆરઓ ખાતાઓમાંથી એનઆરઈ ખાતાઓમાં ટ્રાન્સફર આ મુક્તિ માટે લાયક ઠરશે નહીં.

સુધારેલા નિર્દેશો તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યા છે. મોટાભાગની મોટી બેંકો હાલમાં લગભગ ૬ ટકાના પીક એફસીએનઆર(બી) થાપણ દર ઓફર કરી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક ત્રણ થી પાંચ વર્ષની પાકતી મુદ્દત ધરાવતી થાપણો પર ૬ ટકા સુધી વ્યાજ  દર ઓફર કરી રહી છે.