RBI દ્વારા રેપો રેટ યથાવત્ રખાતા લોન ધારકોને શું ફેર પડ્યો? જાણો EMI પર અસર થઈ કે નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI Holds Repo Rate: આરબીઆઈએ સતત આઠમી દ્વિમાસિક બેઠકમાં રેપો રેટ જાળવી રાખ્યો છે. જેના પગલે હોમ લોનધારકોએ રાહત માટે હજી વધુ રાહ જોવી પડશે. છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકાના દરે સ્થિર છે. વધતી મોંઘવારીને અંકુશમાં ફેબ્રુઆરી, 2023માં રેપો રેટ 6.5 ટકા કરવામાં આવ્યો હતો.
આરબીઆઈ દ્વારા તમામ બેન્કોના રિટેલ ફ્લોટિંગ રેટ પર આપવામાં આવતી રિટેલ લોન્સને રેપોરેટ સાથે લિંક કરી હતી. જો કે, રેપો રેટ જાળવી રાખવામાં આવતાં લોનધારકોના ઈએમઆઈ પર કોઈ વધારાનો બોજો પડશે નહીં.
વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં વ્યાજદર ઘટી શકે
વિવિધ અર્થશાસ્ત્રીઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે, આરબીઆઈ નાણાકીય વર્ષ 2024-25ના બીજા અર્ધવાર્ષિક ગાળાથી વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત કરી છે. ફુગાવો છેલ્લા ઘણા સમયથી આરબીઆઈના કમ્ફર્ટ લેવલમાં રહ્યો છે. જેથી આગળ જો કોઈ આર્થિક પડકારો નહીં નડે તો વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે છે.
કોવિડ પહેલાં રેપો રેટ 4 ટકાના સૌથી નીચા સ્તરે
કોવિડ મહામારી આવી તે પહેલાં 2020માં ઓક્ટોબર સુધી રેપો રેટ 4 ટકા હતો. પરંતુ મહામારીના કારણે આર્થિક મંદીની ભીતિ અને ફુગાવામાં વૃદ્ધિના કારણે રેપો રેટમાં 2.5 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
લોન ઈએમઆઈ પર કોઈ બોજો નહીં
હોમ લોન ધારકોના ઈએમઆઈ પર કોઈ વધારો થશે નહીં. રેપો રેટ RLLR લિંક લોન પર જ લાગૂ થાય છે. જેથી રેપોરેટમાં થતાં ફેરફારોની અસર આ પ્રકારની લોન ધરાવતા લોનધારકોના ઈએમઆઈ પર થાય છે. પરંતુ એમસીએલઆર પર લેવામાં આવેલી હોમ લોન રેપો રેટ સાથે લિંક નથી. જે આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર બેન્ક વ્યાજદરો નક્કી કરે છે. ઘણા કેસોમાં એમસીએલઆર કરતાં રેપો લિંક લોનના વ્યાજદર ઉંચા હોય છે. જેથી લોન લેતી વખતે તમારી લોન કયાં રેટના આધારે છે, તેની જાણકારી મેળવી વ્યાજદરોની સરખામણી કરી શકો છો.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.





