ખાંડનો લઘુત્તમ વેચાણ ભાવ વધારી રૂપિયા ૪૨ કરવા માટે રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફેબુ્રઆરી, ૨૦૧૯થી ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ રૂપિયા ૩૧ પર સ્થિર : પીલાણ કામગીરી વહેલી શરૂ કરાઇ
મુંબઈ : ખાંડ ઉદ્યોગની સંસ્થા ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (એઆઈએસટીએ) દ્વારા ખાંડનો લઘુત્તમ વેચાણ ભાવ જે હાલમાં પ્રતિ કિલો રૂપિયા ૩૧ છે તે વધારી રૂપિયા ૪૨ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
વર્તમાન મોસમ માટે સરકારે શેરડીના જાહેર કરેલા વળતરદાયી ભાવ યોગ્ય હોવાનું એસોસિએશનના ચેરમેન પ્રફૂલ વિઠ્ઠલાણી દ્વારા જારી એક નિવેદનમાં જણાવાયુ હતું. ફેબુ્રઆરી, ૨૦૧૯થી ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ સ્થિર છે અને તે વધારી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૪૨૦૦ કરવા જોઈએ જેથી ખાંડ મિલોએ તેમના ઉત્પાદન ખર્ચથી નીચા ભાવે ખાંડ વેચવાનો વારો ન આવે તેની ખાતરી રહે.
ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૬-૨૭ની મોસમ માટે સરકારે શેરડીનો પ્રાપ્તિ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૬૫ નિશ્ચિત કર્યો છે.
સરકારના અનુરોધને ધ્યાનમાં રાખી મિલોએ આ વર્ષે પીલાણ કામગીરી વહેલી શરૂ કરી દીધી છે. દેશમાં ખાંડના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી તહેવારો દરમિયાન પૂરવઠો વધારી ખાંડના ભાવ અંકૂશમાં રાખવા સરકારે પીલાણ કામગીરી વહેલી શરૂ કરવા અનુરોધ કર્યો હતો.
દરમિયાન ઈથેનોલ ડિસ્ટિલરીસ ઊભી કરવા માટે લેવાયેલી લોન્સના રિપેમેન્ટમાં રાહત પૂરી પાડવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં વીસ ટકા ઈથેનોલ મિકસ કરવાના સરકારના કાર્યક્રમને ધ્યાનમાં રાખી મિલો દ્વારા ડિસ્ટિલરીસ ઊભી કરવા મોટી માત્રામાં લોન લેવાઈ છે.




