પ્રમોટર્સે 2024માં શેર વેચાણ દ્વારા રૂ. 1.5 લાખ કરોડ એકત્ર કર્યા

નવી દિલ્હી : ભારતીય કંપનીઓના પ્રમોટર્સે ૨૦૨૪માં અત્યાર સુધીમાં રૂ. ૧.૫ લાખ કરોડના શેરનું વેચાણ કર્યું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે, શેરબજારમાં તેજી અને પ્રાઈમરી માર્કેટમાં ઉન્માદને કારણે સાનુકુળ સ્થિતિ ઉદભવી છે.
પ્રાઇમ ડેટાબેઝના ડેટા દર્શાવે છે કે, પ્રમોટરો દ્વારા ૨૦૨૪માં રૂ. ૧.૪૯ લાખ કરોડની રોકડ પ્રાપ્ત થઈ હતી. ગત વર્ષમાં પ્રાપ્ત થયેલા રૂ. ૧.૨૬ લાખ કરોડના મૂલ્ય કરતાં વધુ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનના હિસ્સા તરીકે ખાનગી ભારતીય પ્રમોટરોનું શેરહોલ્ડિંગ સપ્ટેમ્બરના અંતે ૩૨.૮% હતું.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો હિસ્સો પણ આ સમયગાળા દરમિયાન ૧૯.૭%થી ઘટીને ૧૭.૭% થયો છે. જો કે, સક્રિય સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો ૬.૧૦%થી વધીને ૭.૭% થયો છે, જ્યારે નિષ્ક્રિય સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો ૧.૩%થી વધીને ૧.૮% થયો છે. રિટેલ રોકાણકારોનો હિસ્સો ૯.૬% પર સુસ્ત રહ્યો છે.
વિશ્લેષકોએ નોંધ્યું હતું કે બજારોમાં આવેલી તેજીએ પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) અને વેન્ચર કેપિટલ (વીસી) ફંડ્સ માટે પણ બહાર નીકળવાની સુવિધા આપી હતી. રોકાણકારો અને પ્રમોટર્સે ૨૦૨૪માં પ્રારંભિક પબ્લિક ઑફર્સ (આઈપીઓ)માં શેરના વેચાણ દ્વારા રૂ. ૧ લાખ કરોડની નજીકની પકમ ઉભી કરી હતી. જે ઓછામાં ઓછા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે.
કેટલાક પ્રમોટરોને નવા અથવા અન્ય વર્તમાન સાહસમાં રોકાણ કરવા માટે ભંડોળની જરૂર પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, કંપનીએ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) ધોરણોને પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે. કેટલાક પ્રમોટરોએ વધુ પડતી ઉધાર ચૂકવવા માટે રોકડનો અહેસાસ કર્યો હશે. કેટલાક કુટુંબ સંચાલિત બિઝનેસ હાઉસમાં, વિવિધ કંપનીઓમાં હોલ્ડિંગને સમાયોજિત કરવાની જરૂર પડી શકે છે.
પ્રાઇમ ડેટાબેઝ દ્વારા શેર કરાયેલ ડેટા દર્શાવે છે કે પ્રમોટરો અને રોકાણકારો દ્વારા ૨૦૨૪માં ઓફર ફોર સેલ (ઓએફએસ) રૂટ દ્વારા રૂ. ૯૫,૨૧૦ કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. જે ૨૦૨૧માં ઓએફએસ રૂટ દ્વારા મેળવેલા રૂ. ૭૫,૪૦૦ કરોડ કરતાં વધુ છે. ઘણા સ્ટાર્ટઅપ્સ પૈકી કે જેમણે તેમના આઈપીઓ લોન્ચ કર્યા હતા. તેમાં મોટા પ્રમાણમાં ઓએફએસ રૂટ દ્વારા ભંડોળ ઉભું કરાયું હતું. બેન્ચમાર્ક સૂચકાંકોએ વર્ષ દરમિયાન મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોની જેમ નવા શિખરો સર કર્યા.




