ખાનગી બેંક,આઈટી, હેલ્થકેર શેરોમાં કડાકો : સેન્સેક્સ ૮૭૬ પોઈન્ટ ગબડીને ૭૩૮૫૩
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૨૫૭ પોઈન્ટ ગબડીને ૨૨૮૮૯ : રોકાણકારોની સંપત્તિમાં રૂ.૪.૬૯ લાખ કરોડનું ધોવાણ : FIIની રૂ.૧૧૪૯ કરોડની વેચવાલી
મુંબઈ : અમેરિકામાં બોન્ડ યીલ્ડ ફરી વધી આવતાં અને યુક્રેનના રશિયા પર મહાડ્રોન હુમલાને લઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી આવતાં વૈશ્વિક બજારોમાં ધોવાણ પાછળ ભારતીય શેર બજારોમાં પણ આજે કડાકો બોલાઈ ગયો હતો. ખાનગી બેંકોના ગત સપ્તાહના અંતે ત્રિમાસિક પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવ્યા છતાં દેશમાં વધતી મોંઘવારી અને લોનના વધતાં દરોએ આગામી દિવસોમાં ડિફોલ્ટરોની સંખ્યા વધવાના જોખમ અને ડૂબત લોનનો આંક વધવાની પણ આશંકાએ આજે ખાનગી બેંક શેરોમાં કડાકો બોલાયો હતો. અલબત પીએસયુ બેંક શેરોમાં આજે રિકવરી જોવાઈ હતી.
આજે-મંગળવારે દશેરા નિમિતે શેર બજારો બંધ રહેશે
કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. સેન્સેક્સ ૮૭૬.૩૭ પોઈન્ટ તૂટીને ૭૩૮૫૨.૯૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૫૭.૨૦ પોઈન્ટ ગબડીને ૨૨૮૮૮.૯૫ બંધ રહ્યા હતા. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડિલની વાટાઘાટ પોઝિટીવ બની રહ્યાના અને એકંદર પરિણામો સારા આવી રહ્યા છતાં વૈશ્વિક પરિબળોની સાથે મેગા આઈપીઓની તૈયારીએ લિક્વિડિટીની ફંડોની જોગવાઈને લઈને પણ આજે બજારમાં સેલિંગ પ્રેશર જોવાયું હતું. દશેરા નિમિતે આજે-મંગળવારે ૨૦, ઓકટોબર ૨૦૨૬ના શેર બજારો બંધ રહેશે.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૩૪ પોઈન્ટ તૂટયો : એલજી ઈક્વિપમેન્ટ, સુઝલોન, થર્મેક્સ, પોલીકેબ તૂટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે મોટું સેલિંગ થતાં ભાવો તૂટયા હતા. એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૭.૬૦ તૂટીને રૂ.૫૪૪.૬૦, સુઝલોન રૂ.૧.૫૮ ગબડીને રૂ.૪૦.૩૪, આઈનોક્સ વિન્ડ રૂ.૨.૫૪ તૂટીને રૂ.૬૪.૮૬, થર્મેક્સ રૂ.૯૧.૧૫ તૂટીને રૂ.૩૨૩૪.૬૦, પોલીકેબ રૂ.૧૯૯ તૂટીને રૂ.૮૦૨૦, ભારત ડાયનામિક્સ રૂ.૨૭ ઘટીને રૂ.૧૦૮૮, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૮.૨૦ તૂટીને રૂ.૧૯૭૩.૧૦, જયોતી સીએનસી રૂ.૨૧.૬૦ ઘટીને રૂ.૯૭૫.૦૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૧૭.૯૦ ઘટીને રૂ.૧૫,૭૩૩.૯૦, વોરી એનજીૅ રૂ.૪૧.૯૦ ઘટીને રૂ.૨૫૧૩.૧૦, મઝગાંવ ડોક રૂ.૩૭ ઘટીને રૂ.૨૦૫૪, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૧.૮૦ ઘટીને રૂ.૧૦૮૮.૫૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૩૩.૫૨ પોઈન્ટ ગબડીને ૭૨૭૯૮.૭૧ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફરી ધોવાણ : ઓરિઓનપ્રો, ઔરમ, જેનેસીસ ઈન્ટર., આઈઝમો, સાસ્કેન, સોનાટા ગબડયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજી અટકીને આજે ફરી ફંડોની વેચવાલી નીકળતાં ધોવાણ થયું હતું. કેપીઆઈટી રૂ.૧૮.૭૫ ઘટીને રૂ.૫૩૬, સોનાટા સોફ્ટવેર રૂ.૭.૯૫ ઘટીને રૂ.૨૪૦.૦૫, એડીએસએલ રૂ.૩.૩૫ ઘટીને રૂ.૧૦૩.૧૫ કેપિલેરી રૂ.૧૬.૯૫ ઘટીને રૂ.૫૨૭.૧૫, ઈમુદ્રા રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૫૩૯.૪૦, ટાટા ટેકનોલોજી રૂ.૧૮.૭૦ ઘટીને રૂ.૭૦૫.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૧૮.૯૬ પોઈન્ટ તૂટીને ૨૯૯૭૭.૧૬ બંધ રહ્યો હતો.
ક્રુડના ભાવ વધતાં ઓટો શેરોમાં ફંડોની ફરી વેચવાલી : ભારત ફોર્જ, એક્સાઈડ, ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં હવે ફરી પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા વધારા અને મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારવા લાગી હોઈ તહેવારોની સીઝનમાં વાહનોનું બુકિંગ અપેક્ષિત નહીં હોવાના અહેવાલ વચ્ચે આજે ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી કરી હતી. ભારત ફોર્જ રૂ.૬૦.૫૫ ઘટીને રૂ.૧૭૯૧.૪૦, એક્સાઈડ રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૩૬૦.૩૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૭.૫૦ ઘટીને રૂ.૨૭૯.૪૦, ઉનો મિન્ડા રૂ.૨૨.૭૦ ઘટીને રૂ.૧૦૮૭.૫૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૭.૯૫ ઘટીને રૂ.૧૯૫૯.૦૫, બજાજ ઓટો રૂ.૧૧૭ ઘટીને રૂ.૧૦,૩૦૦, એમઆરએફ રૂ.૯૫૧.૩૦ ઘટીને રૂ.૧,૨૧,૮૫૬.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૧૭.૯૦ પોઈન્ટ તૂટીને ૫૬૬૦૯.૫૭ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૫૦૩ પોઈન્ટ ગબડયો : વન ગ્લોબલ, થ્રીબી બ્લેક, સોલારા, ફર્મેન્ટા, થેમીસ મેડી ઘટયા
અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ અંતિમ તબક્કામાં હોવાના સંકેત છતાં હેલ્થકેર ક્ષેત્રે કોઈ ખાસ મોટી ડિલ નહીં થવાની ધારણાએ આજે ફંડોની હેલ્થકેર-ફાર્મા શેરોમાં મોટી વેચવાલી થઈ હતી. સોલારા રૂ.૪૮.૮૫ ઘટીને રૂ.૬૪૭.૪૫, ફર્મેન્ટા રૂ.૨૮.૫૦ ઘટીને રૂ.૪૫૯.૪૦, થેમીસ મેડી રૂ.૬.૧૫ ઘટીને રૂ.૧૦૦.૪૦, આરતી મેડી રૂ.૪૧.૩૦ ઘટીને રૂ.૮૩૩.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૦૩.૩૩ પોઈન્ટ ગબડીને ૪૭૭૬૪.૬૬ બંધ રહ્યો હતો.
ખાનગી બેંકોના સારા પરિણામ છતાં શેરો તૂટયા : એક્સિસ રૂ.૫૦ તૂટયો : યુનિયન બેંક, પીએનબી વધ્યા
ખાનગી બેંકોના ગત સપ્તાહના અંતે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકના અપેક્ષાથી એકંદર સારા પરિણામ છતાં ફંડોએ આજે ખાનગી બેંક શેરોમાં મોટી વેચવાલી કરી હતી. જો કે પીએસયુ બેંક શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. એક્સિસ બેંકના સારા પરિણામ છતાં શેર રૂ.૪૯.૫૫ તૂટીને રૂ.૧૨૩૬.૯૦, એચડીએફસી બેંક રૂ.૧૬.૫૦ ઘટીને રૂ.૭૧૧.૬૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૧૩૮૨, રહ્યા હતા. પીએસયુ બેંક શેરોમાં ત્રિમાસિક પરિણામનું આકર્ષણ રહ્યું હતું. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૫૦ વધીને રૂ.૧૮૦.૫૦, પીએનબી રૂ.૫.૫૫ વધીને રૂ.૧૨૧.૬૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૯૫ વધીને રૂ.૧૩૭.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૮ વધીને રૂ.૨૩૮, સ્ટેટ બેંક રૂ.૧૦.૭૫ વધીને રૂ.૯૭૨.૪૫, કેનેરા બેંક રૂ.૩.૪૦ વધીને રૂ.૧૨૨ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૯૧.૪૯ પોઈન્ટ ઘટીને ૬૨૪૭૭.૯૪ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી : ક્રોમ્પ્ટન, અંબર એન્ટર., ડિક્સન, વોલ્ટાસ, કલ્યાણ જવેલર્સ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી જોવાઈ હતી. ક્રોમ્પ્ટન રૂ.૮.૩૦ ઘટીને રૂ.૨૦૮.૯૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૬૪.૬૫ ઘટીને રૂ.૬૫૨૦.૩૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૫.૪૫ ઘટીને રૂ.૧૦૯૮.૩૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૨૯ ઘટીને રૂ.૧૨,૧૦૦, કલ્યાણ જવેલર્સ રૂ.૫.૫૦ ઘટીને રૂ.૫૫૨, ટાઈટન રૂ.૩૦ ઘટીને રૂ.૪૪૨૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૪૫.૭૧ પોઈન્ટ ઘટીને ૫૬૯૫૯.૪૮ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૧૧૪૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૨૦૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૧૪૮.૬૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૨૪૦.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૮૯.૨૮કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૨૦૧.૧૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૭૮૧.૩૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૮૦.૧૨ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૬૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૭.૯૩ લાખ કરોડ
શેરોમાં વ્યાપક વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૬૯ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૭.૯૩ લાખ કરોડ રહ્યું હતું.




