Business

છેલ્લા છ વર્ષથી શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન પોઝિટિવ ટ્રેન્ડ

By GS Team
8 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં BSE અને NSE ખાતે સંવત ૨૦૮૩ના નવા વર્ષની શરૂઆત 8 નવેમ્બર, રવિવારે બપોરે 2:20 થી 3:30 વાગ્યા સુધી 'મુહૂર્ત ટ્રેડિંગ' સત્રથી થશે. આ સત્ર નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆતનું પ્રતીક છે. છેલ્લા છ વર્ષથી સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ રહ્યા છે, જે તેજીનો સંકેત આપે છે. ક્રૂડમાં ઘટાડો અને રૂપિયાના સુધારાથી બજારને વેગ મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લા છ વર્ષથી શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન પોઝિટિવ ટ્રેન્ડ

ક્રૂડ ઓઇલમાં ઘટાડો તેમજ અમેરિકી ડોલર સામે રૂપિયામાં સંગીન સુધારાની શેરબજાર ઉપર સાનુકૂળ અસર
અમદાવાદ : દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ બીએસઈ અને એનએસઈ ખાતે નવા વિક્રમ સંવત વર્ષ ૨૦૮૩ની શરૂઆત વિશેષ 'મુહૂર્ત ટ્રેડિંગ' સત્ર દ્વારા કરાશે. હિન્દુ કેલેન્ડર અનુસાર આ સત્ર માત્ર એક પરંપરા નથી, પરંતુ નવા નાણાકીય વર્ષની શુભ અને સમૃદ્ધ શરૂઆતનું પ્રતીક પણ માનવામાં આવે છે.
બીએસઈ અને એનએસઈ ખાતે આ વર્ષે 'મુહૂર્ત ટ્રેડિંગ' સત્ર તા. ૮ નવેમ્બર ને રવિવારના રોજ બપોરે ૨:૨૦ થી ૩:૩૦ વાગ્યા સુધી યોજાશે. જો કે ડેરિવેટિવ્ઝના અમુક સેગમેન્ટ માટે સત્ર ૩:૪૦ સુધી લંબાઈ શકે છે.
છેલ્લા પાંચ વર્ષના મુહૂર્ત ટ્રેડિંગના ડેટા પર નજર કરીએ તો દરેક વર્ષે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ વધારા સાથે 'ગ્રીન ઝોન'માં બંધ રહ્યા છે.સંવત ૨૦૭૭ના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન (૧૪ નવેમ્બર, ૨૦૨૦) : સેન્સેક્સ ૧૯૫ પોઇન્ટ અને નિફ્ટી ૬૦ પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.સંવત ૨૦૭૮ના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન (૪ નવેમ્બર, ૨૦૨૧) : સેન્સેક્સ ૨૯૬ પોઇન્ટ અને નિફ્ટી ૮૮ પોઇન્ટ વધીને બંધ રહ્યા હતા.
સંવત ૨૦૭૯ના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન (૨૪ ઓક્ટોબર, ૨૦૨૨) : સેન્સેક્સ ૫૨૫ પોઇન્ટ અને નિફ્ટી ૧૫૫ પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા.સંવત ૨૦૮૦ના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન (૧૨ નવેમ્બર, ૨૦૨૩) : સેન્સેક્સ ૩૫૫ પોઇન્ટ અને નિફ્ટી ૧૦૦ પોઇન્ટના સુધારા સાથે બંધ રહ્યા હતા.સંવત ૨૦૮૧ના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન (૧ નવેમ્બર, ૨૦૨૪) : સેન્સેક્સ ૩૩૫ પોઇન્ટ વધીને ૭૯,૭૨૪ પર અને નિફ્ટી ૯૯ પોઇન્ટ વધીને ૨૪,૩૦૪ પર બંધ થયા હતા.
સંવત ૨૦૮૨ના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન (૨૧ ઓક્ટોબર, ૨૦૨૫) : સેન્સેક્સ ૬૩ પોઇન્ટ વધીને અને નિફ્ટી ૨૫ પોઇન્ટ વધીને બંધ થયા હતા.બજાર નિષ્ણાતોના મતે બજારની વર્તમાન તેજી પાછળના મુખ્ય પરિબળોમાં આર્થિક વાતાવરણમાં સકારાત્મક સંકેતો દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં ભારતમાં એલટીસીજી ટેક્સ નાબૂદ થવાના સંકેતો પાછળ વિદેશી રોકાણકારો દ્વારા છેલ્લા દસ દિવસમાં મોટા પાયે નવી લેવાલી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ક્ડ ઓઇલના ભાવમાં ઘટાડો તેમજ અમેરિકી ડોલર સામે રૂપિયામાં સંગીન સુધારાની પણ શેરબજાર ઉપર સાનુકૂળ અસર જોવા મળી છે.


NSE, BSEમાં આજે બપોરે મૂહુર્ત ટ્રેડિંગ સેશન યોજાશે
શેર બજારોમાં સંવત ૨૦૮૨ના અંત શુકનિયાળ નીવડયો છે અને હવે સંવત ૨૦૮૩નો આરંભ થવા જઈ રહ્યો છે, ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)માં આ વર્ષે દિવાળીના દિવસે આજે-રવિવારે ૮, નવેમ્બર ૨૦૨૬ના રોજ ખાસ મૂહુર્ત ટ્રેડિંગ સત્ર બપોરે ૨:૨૦ વાગ્યાથી શરૂ થશે અને ૩:૩૦ વાગ્યે બંધ થશે.
આ ખાસ મૂહુર્ત ટ્રેડિંગ સત્ર રવિવારે દિવાળીના દિવસે ૨:૨૦ વાગ્યે શરૂ થશે. જે શેરો ક્લોઝિંગ ઓક્શન સેશન (સીએએસ) હેઠળ છે, એમાં કન્ટીન્યુઅસ ટ્રેડિંગ બપોરે ૩:૧૫ વાગ્યા સુધી ચાલુ રહશે. ત્યાર બાદ ક્લોઝિંગ ઓકશન યોજાશે, જ્યારે અન્ય શેરોમાં ટ્રેડિંગ ૩:૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. ઈક્વિટી ફયુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ બપોરે ૨:૨૦થી ૩:૪૦ વાગ્યા સુધી યોજાશે. એનએસઈ પર ટ્રેડ મોડિફિકેશન-સુધારાનો સમય કેશ માર્કેટ માટે સાંજે ૪:૧૫ વાગ્યાનો અને ઈક્વિટી ડેરિવેટીવ્ઝ માટે ૩:૫૦ વાગ્યાનો રહેશે.


છેલ્લા છ વર્ષમાં મુહૂર્ત ટ્રેડિંગમાં બજારનો દેખાવ

સંવત વર્ષ
તારીખ
સેન્સેક્સમાં વધારો
નિફ્ટીમાં વધારો
૨૦૭૭
૧૪ નવેમ્બર, ૨૦૨૦
+૧૯૫ પોઈન્ટ 
+૬૦ પોઈન્ટ
૨૦૭૮
૪ નવેમ્બર, ૨૦૨૧
+૨૯૬ પોઈન્ટ
+૮૮ પોઈન્ટ
૨૦૭૯
૨૪ ઓક્ટોબર, ૨૦૨૨
+૫૨૫ પોઈન્ટ
+૧૫૫ પોઈન્ટ
૨૦૮૦
૧૨ નવેમ્બર, ૨૦૨૩
+૩૫૫ પોઈન્ટ
+૧૦૦ પોઈન્ટ
૨૦૮૧
૧ નવેમ્બર, ૨૦૨૪
+૩૩૫ પોઈન્ટ
+૯૯ પોઈન્ટ
૨૦૮૨
૨૧ ઓક્ટોબર, ૨૦૨૫
+૬૩ પોઈન્ટ
+૨૫ પોઈન્ટ