પ્લાસ્ટિક કરન્સી નોટ આગામી નાણાં વર્ષના પ્રારંભે બહાર પાડવાની યોજના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એફસીએનઆર સ્કીમ વહેલી બંધ કરવાની કોઈ દરખાસ્ત નહીં હોવાની કરાયેલી સ્પષ્ટતા
મુંબઈ : લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે પ્લાસ્ટિક કરન્સી નોટસ આગામી નાણાં વર્ષના પ્રારંભમાં બહાર પાડવાની યોજના હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જણાવ્યું હતું.
નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, કેટલાક દેશોમાં પોલિમર ચલણી નોટસ ૩૦ વર્ષ સુધી ટકી રહી હોવાનું જોવા મળ્યું છે.
દરેક બાબત યોજના પ્રમાણે આગળ વધશે તો દેશમાં પ્લાસ્ટિક નોટસ આગામી નાણાં વર્ષના પ્રારંભમાં ચલણમાં મૂકવાનો અમારો ટાર્ગટ છે એમ ગવર્નરે જણાવ્યું હતું.
ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (બેન્ક) - એફસીએનઆર (બી) - સ્કીમ બાબત બોલતા તેમણે કહ્યું હતું કે, ફલો મજબૂત છે અને સ્કીમ સમાપ્ત થવા સુધીમાં આગળ જતાં ફલો વધુ તંદૂરસ્ત રહેશે તેવી રિઝર્વ બેન્ક અપેક્ષા રાખે છે.
રિઝર્વ બેન્ક આ સ્કીમને તેની મુદત પહેલા બંધ કરી દેવા વિચારે છે કે કેમ એવા પુછાયેલા પ્રશ્નના જવાબમાં મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ફન્ડના ઈન્ફલોસ પાછળ થનારા ખર્ચ માટે રિઝર્વ બેન્ક કટિબદ્ધ છે અને સ્કીમને વહેલી બંધ કરવાની કોઈ દરખાસ્ત નથી.
ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (બેન્ક) સ્કીમ હેઠળ ડોલરના જંગી ઈન્ફલો છતાં રૂપિયો અપેક્ષા પ્રમાણે મજબૂત થયો નથી તે તરફ તેમનું ધ્યાન દોરાતા તેમણે કહ્યું હતું કે, ભૌગોલિકરાજકીય તાણ હળવી થશે તો રૂપિયામાં મજબૂતાઈ જોવા મળશે. રૂપિયા ૨૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટસ પર મરચંટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાની દદરખાસ્ત સંદર્ભમાં પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગેનો ખર્ચ કોઈકે તો ભોગવવો જ પડશે. આ બાબતે કંઈપણ કહેવુ વહેલુ ગણાશે.









