Business

હોલસેલરના 30000 ના પેમેન્ટમાં 450 નફામાંથી 120 રૂ. તો ટેક્સમાં જતા રહેશે, UPI ચાર્જ અંગે વધતો રોષ

By GS Team
3 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના વેપારીઓ UPI ચાર્જિસનો વિરોધ કરી રહ્યા છે. FMCG વેપારીઓને 30,000 રૂપિયાના UPI પેમેન્ટ પર 450 રૂપિયા માર્જિન મળે છે, જેમાંથી 120 રૂપિયા GST કપાઈ જતાં નફો ઘટી 330 રૂપિયા થાય છે. 0.4% ટેક્સ લાગુ થતા, વેપારીઓ રોકડ વ્યવહાર તરફ વળવાની ફરજ પડશે, જેનાથી ડિજિટલ ઇન્ડિયાને ફટકો પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોલસેલરના 30000 ના પેમેન્ટમાં 450 નફામાંથી 120 રૂ. તો ટેક્સમાં જતા રહેશે, UPI ચાર્જ અંગે વધતો રોષ

UPI Charges: ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)ના વેપારીઓ દોઢ ટકાના માર્જિનમાં ધંધો કરતાં હોવાથી તેને 30 હજાર રૂપિયાના યુપીઆઈના પેમેન્ટ પર 450 રૂપિયા માર્જિન મળે છે. આ માર્જિનમાંથી 30 હજાર રૂપિયાના પેમેન્ટ ઉપર 0.4 ટકાના દરે 450 રૂપિયાના નફામાંથી 120 રૂપિયા જીએસટી પેટે કપાઈ જાય તો વેપારીના નફો ઘટીને 330 રૂપિયા થઈ જતો હોવાથી તેઓ યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરવાનું બંધ કરી દેવાનું પસંદ કરશે. બીજીતરફ શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના વેપારીઓ કહે છે કે સરકારે વન નેશન વન ટેક્સની કરેલી વાત સાવ જ પોકળ છે.

વન નેશન વન ટેક્સની વાત કરનારાઓ હવે ટેક્સ ઉપર પણ ટેક્સ લગાડી રહ્યા છે

આજે યુપીઆઈથી કરવામાં આવતા પેમેન્ટની રકમમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રકમ પણ આવી જ જાય છે. તેમ છતાં તે કુલ પેમેન્ટ પર 0.4 ટકાના દરે ટેક્સ ચાર્જ કરીને જીએસટીની રકમને પણ ફરીથી વેરાને પાત્ર બનાવી દઈને ટક્સ ઉપર ટેક્સ નાખવાની સમસ્યા ઊભી કરી દીધી છે. યુપીઆઈના માધ્યમથી 75000 રૂપિયાનું પેમેન્ટ કરે ત્યારે મહત્તમ 3000 રૂપિયાનો મહત્તમ ટેક્સ ભરવાનો આવે છે. પરંતુ આ નાનો ટેક્સ એફએમસીજીના હોલસેલર્સના 33 ટકા માર્જિન ચાઉં કરી જાય છે. નો પેમેન્ટ ડેના દિવસે જે વેપારીઓનો વિરોધ બુલંદ બનવા માંડ્યો છે.

એફએમસીજીના હોલસેલર્સનું કહેવું છે કે એફએમસીજીના હોલસેલર્સ માત્ર 5 ટકાના ગ્રોસ નફા પર કામ કરી રહ્યા છે. તેમાંથી ત્રણથી સાડા ત્રણ ટકા પગાર અને ડિલીવરીનો ખર્ચ આવે છે. આ ખર્ચને બાદ કરતાં વેપારીઓ પાસે દોઢ ટકો રકમ બચશે. યુપીઆઈના માધ્યમથી તેનું પેમેન્ટ થાય તો તેના પેમેન્ટ માટે પેમેન્ટની કુલ રકમમાંથી 0.4 ટકાના દરે ગણતરી માંડીએ તો 450 રૂપિયાના નફામાંથી જીએસટીના 120 રૂપિયા કપાઈ જશે. હોલસેલરનો નફો ઘટીને 330 રૂપિયા થઈ જશે. વેપારી પાસે પોતાનું ગોદામ હોય તો જ આ રકમ ચોખ્ખા નફા તરીકે બચે છે. પરંતુ તે હોલસેલર પાસે પોતાની માલિકીનું ગોદામ ન હોય અને તે ભાડે લઈને ચલાવતા હોય તો તે હોલસેલરનો નફો ઓર તૂટી જાય છે. આ સ્થિતિમાં વેપારીએ ગાંઠના ગોપીચંદ કરવા પડી શકે છે.

આજે પાણીપૂરીના વેપાર કરનારાની 10 હજાર રૂપિયાની દૈનિક આવક હોય તો તેવા સંજોગોમાં સરકારને તેની પાસેથી વેરાની આવક થવાની સંભાવના ઊભી થાય છે. સરકારને તેના વેપારીની આવકનો ચોખ્ખો અંદાજ આપી શકાય છે. આમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓનો તમામ રેકોર્ડ સરકાર પાસે પહોંચતો હોવાથી તેની પાસેથી ભવિષ્યમાં ઇનકમટેક્સની આવક થવાની પણ સંભાવના વધી જતી હતી. સરકાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ લગાડી દીધો હોવાથી આ વેપારીઓ ડિજિટલ પેમેન્ટ લેવાને બદલ રોકડેથી પૈસા લઈને વેપાર કરવાનું પસંદ કરશે.

છેલ્લા પાંચ વર્ષમાં રોકડનો વહેવાર ખાસો ઓછો થયો હતો. પરંતુ સરકારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાલુ કરી દઈને વેપારીઓને ફરીથી રોકડના વહેવારો કરવાની ફરજ પાડી છે. ડિજિટલ પેમેન્ટ લેનારાઓનો રેકોર્ડ કાઢવામાં આવે તો તેમની સાચી આવક કેટલી છે તેનો અંદાજ આવી શકે છે. પરંતુ હવે લોકો ફરીથી રોકડના વહેવાર કરશે.