ક્રૂડમાં ઉછાળા વચ્ચે OMCને પ્રતિદિન રૂ. ૫૩૦ કરોડનું નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્થાનિક રિટેલ ભાવમાં કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી માર્જિન દબાણ હેઠળ જ રહેશે
અમદાવાદ : રેટિંગ એજન્સી ઇકરા અનુસાર, દેશની ત્રણ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને ફ્યુઅલ માર્કેટિંગ પેટે દરરોજ અંદાજે રૂ. ૫૩૦ કરોડનું સંયુક્ત નુકસાન થઈ રહ્યું છે. ક્રૂડ ઓઇલ અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હોવા છતાં સ્થાનિક સ્તરે પંપ પર વેચાણ ભાવ સ્થિર રહેવાથી કંપનીઓના નફા, કેશ-ફ્લો અને વર્કિંગ-કેપિટલની જરૂરિયાતો પર દબાણ વધી રહ્યું છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન માર્કેટિંગ માર્જિન હાલમાં પેટ્રોલ પર પ્રતિ લિટર નેગેટિવ રૂ. ૮ અને ડીઝલ પર નેગેટિવ રૂ. ૯ રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત, ઘરેલું રાધણ ગેસ સિલિન્ડર દીઠ સપ્ટેમ્બરમાં આશરે રૂ. ૩૦૦ની અંડર-રિકવરી (નુકસાન) સાથે આ બોજ વધુ વધારી રહ્યો છે.
સ્થાનિક રિટેલ ભાવમાં કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી માર્જિન દબાણ હેઠળ જ રહેશે, કારણ ક્રૂડ અને પ્રોડક્ટના ભાવ ઊંચા સ્તરે છે. જો બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૦૫-૧૧૫ ડોલર પ્રતિ બેરલ રહે અને સ્થાનિક રિટેલ ભાવ યથાવત રહે, તો નાણાકીય વર્ષ ૨૭ના બીજા છમાસિક ગાળામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આશરે રૂ. ૬૪,૦૦૦ કરોડની અંડર-રિકવરી વેઠવી પડી શકે છે.
જો બ્રેન્ટ ક્રૂડ વાૃધીને ૧૩૦-૧૪૦ ડોલર પ્રતિ બેરલ થાય, તો અંડર-રિકવરી વધીને આશરે રૂ. ૧.૯૧ લાખ કરોડ થઈ શકે છે (ઇકરાના અનુમાન મુજબ). ૨૧ સપ્ટેમ્બરે ભારતીય ક્રૂડ બાસ્કેટ ૨૦૨૫-૨૬ના સરેરાશ ૬૬ ડોલરથી ઉછળીને ૧૧૭.૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
આ દબાણ ત્યારે વાૃધુ તીવ્ર બન્યું જ્યારે ૨૧ સપ્ટેમ્બરે ભારતીય ક્રૂડ બાસ્કેટ ૨૦૨૫-૨૬ના સરેરાશ ૬૬ ડોલરથી વાૃધીને ૧૧૭.૪ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું. ઇકરાએ આ ઉછાળા પાછળ ફરી વકરેલા યુએસ-ઈરાન સંઘર્ષ, સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન બંાૃધ થવા અને લાલ સમુદ્રમાં હૂથી પ્રવૃત્તિઓમાં થયેલા વાૃધારાને જવાબદાર ગણાવ્યા છે, જેના કારણે પશ્ચિમ એશિયાના મુખ્ય ઓઇલ સપ્લાય રૂટ્સ ખોરવાયા છે.
પશ્ચિમ એશિયા સંઘર્ષની તીવ્રતા અને ક્રૂડ ઓઇલના મુખ્ય સપ્લાય રૂટ્સમાં આવેલા અવરોાૃધોને પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વાૃધારો થયો છે. આ ઉછાળાને કારણે ઓઇલ કંપનીઓને મોટું માર્કેટિંગ નુકસાન અને એલપીજી અંડર-રિકવરી થઈ રહી છે.




