Business

ટેક મહિન્દ્રા, FMCG શેરોમાં ઓફલોડિંગ : સેન્સેક્સ ૫૪૮ પોઈન્ટ ગબડીને ૭૧૯૨૫

By GS Team
13 Oct 20264 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં અમેરિકાના ટેલિકોમ શેરોના કડાકાને કારણે ભારતીય IT શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. નિફટી 157 પોઈન્ટ ગબડીને 22363 પર બંધ થયો હતો. જોકે, કેપિટલ ગુડ્સ, પાવર અને ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું આકર્ષણ જોવા મળ્યું હતું. રોકાણકારોની સંપત્તિ રૂ. 465.45 લાખ કરોડ પર પહોંચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેક મહિન્દ્રા, FMCG  શેરોમાં ઓફલોડિંગ :  સેન્સેક્સ ૫૪૮ પોઈન્ટ ગબડીને ૭૧૯૨૫

અમેરિકામાં ટેલીકોમ શેરોમાં કડાકાના પરિણામે આઈટી શેરો તૂટય
નિફટી સ્પોટ ૧૫૭ પોઈન્ટ ગબડીને ૨૨૩૬૩ : કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું આકર્ષણ : રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.૪૬૫.૪૫ લાખ કરોડ પહોંચી
મુંબઈ : અમેરિકામાં ઈલોન મસ્કની સ્ટારલિન્ક દ્વારા વિશ્વના ટેલીકોમ ક્ષેત્રે અંકુશ વધવાના સંકેતે પાછળ ટેલીકોમ શેરો તૂટતાં ભારતીય શેર બજારોમાં આજે ટેલીકોમ્યુકેશન્સ કંપનીઓની આઈટી આવક પર નિર્ભર ટેક મહિન્દ્રા પાછળ શેરોમાં કડાકો બોલાયો હતો. આ સાથે ફંડોની આઈટીસી લિમિટેડ, હિન્દુસ્તાન યુનિલિવર સહિતના એફએમસીજી શેરો અને બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની વેચવાલીએ ઈન્ડેક્સ બેઝડ આરંભિક મોટું ધોવાણ થયું હતું. જો કે કેપિટલ ગુડઝ-પાવર, તહેવારોની સીઝન શરૂ થતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની ખરીદી રહેતાં ઘટયામથાળેથી આંશિક રિકવરી જોવાઈ હતી. વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સાધારણ મજબૂતી છતાં ભારતીય શેર બજારોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાયો હતો. સેન્સેક્સ આરંભમાં ૭૯૬.૨૩ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૧૬૭૬.૧૦ સુધી આવી ગયા બાદ ઘટયામથાળેથી સાધારણ રિકવરીએ અંતે ૫૪૭.૬૫ પોઈન્ટ ગબડીને ૭૧૯૨૪.૬૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૨૩૦૪.૪૫ સુધી ગબડી અંતે ૧૫૭.૧૦ પોઈન્ટ ઘટીને ૨૨૩૬૩.૩૫ બંધ રહ્યો હતો.
અમેરિકામાં ટેલીકોમ શેરોમાં કડાકા પાછળ ટેક મહિન્દ્રા રૂ.૪૭ તૂટયો : આઈટી શેરોમાં ફંડોની વેચવાલી વધી
અમેરિકામાં ઈલોન મસ્કની સ્ટારલિન્ક દ્વારા સેટેલાઈટ ટેલીકોમ સર્વિસિઝ થકી ઘણી કંપનીઓના માર્કેટ હિસ્સાને કબજે કરવામાં આવી રહ્યો હોઈ અમેરિકી ટેલીકોમ શેરોમાં કડાકો બોલાઈ જતા ભારતીય આઈટી કંપનીઓના શેરોમાં ધોવાણ થયું હતું. ટેલીકોમ્યુનિકેશન સર્વિસિઝ થકી આવકના ૩૩.૩ ટકા જેટલો હિસ્સો મેળવતી ટેક મહિન્દ્રાને ફટકો પડવાના અહેવાલો વચ્ચે આજે શેરમાં મોટું સેલિંગ થયું હતું. શેર રૂ.૪૭.૦૫ તૂટીને રૂ.૧૪૭૦ રહ્યો હતો. આરસિસ્ટમ્સ રૂ.૧૩.૯૦ તૂટીને રૂ.૨૬૦.૯૦, બિરલા સોફ્ટ રૂ.૧૧.૮૦ તૂટીને રૂ.૨૭૩.૨૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૦ તૂટીને રૂ.૨૬૬.૧૦, ઓરમ રૂ.૬ ઘટીને રૂ.૨૨૭, માસ્ટેક રૂ.૩૯.૪૫ ઘટીને રૂ.૧૬૪૩.૫૦, ઈમુદ્રા રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૫૫૭.૬૫, ટીસીએસ રૂ.૩૬.૧૦ ઘટીને રૂ.૨૧૨૬.૯૦, પ્રોટિઅન રૂ.૧૦.૬૫ ઘટીને રૂ.૬૩૦, ઝેગલ રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૬૫.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ૧૮૬.૬૮ પોઈન્ટ ઘટીને ૨૭૨૧૯.૯૪ બંધ રહ્યો હતો.
આઈટીસીમાં રૂ.૯૪૦૦ કરોડની ડિલ્સ બાદ શેરમાં ફરી કડાકો : સનડ્રોપ, કોલગેટ, ડાબર, બજાજ ઘટયા
આઈટીસી લિમિટેડમાં ગત સપ્તાહમાં ગોલ્ડમેન સેશ, જીક્યુજી સહિત દ્વારા મોટી બ્લોક ડિલ્સમાં રૂ.૯૪૦૦ કરોડ જેટલા શેરોના હાથ બદલા બાદ આજે શેરમાં ફરી સેલિંગ પ્રેશર વધતું જોવાયું હતું. આઈટીસી લિમિટેડ રૂ.૮.૬૦ તૂટીને રૂ.૨૫૭.૬૦ બંધ રહ્યો હતો. સનડ્રોપ રૂ.૨૭.૧૦ તૂટીને રૂ.૬૫૯.૦૫, કોલગેટ પામોલીવ રૂ.૫૦.૧૦ તૂટીને રૂ.૧૭૭૦, ડાબર રૂ.૧૦.૧૦ ઘટીને રૂ.૩૭૬, બજાજ કન્ઝયુમર રૂ.૧૨.૮૦ ઘટીને રૂ.૪૯૪.૫૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩૯ ઘટીને રૂ.૧૮૨૨ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૨૮.૭૩ પોઈન્ટ ઘટીને ૧૬૮૨૭.૬૨ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફંડો ફરી વેચવાલ : સ્ટેટ બેંક, કેનેરા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈમાં પ્રોફિટ બુકિંગ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો ફરી વેચવાલ બન્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૯૪૧, કેનેરા બેંક રૂ.૧.૪૦ ઘટીને રૂ.૧૧૮.૧૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૫૫ ઘટીને રૂ.૮૫૨.૯૦, પીએનબી રૂ.૧૧૬, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૧૦ ઘટીને રૂ.૧૩૪૫, એયુ સ્મોલ બેંક રૂ.૫.૩૦ ઘટીને રૂ.૯૭૪.૭૦, બેંક ઓફ બરોડા રૂ.૧ ઘટીને રૂ.૨૩૫, એચડીએફસી બેંક રૂ.૨.૮૫ ઘટીને રૂ.૭૦૪.૨૫ રહ્યા હતા. આ સાથે પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૧૧૩.૫૦ તૂટીને રૂ.૩૧૪૩, અરમાન ફિન રૂ.૪૧.૫૦ ઘટીને રૂ.૧૬૫૩.૯૫, મનીબોક્સ રૂ.૧.૧૬ ઘટીને રૂ.૫૨.૮૨, આઈસીઆઈસીઆઈ એએમસી રૂ.૬૧.૨૫ ઘટીને રૂ.૨૯૬૭.૪૦, મોબિક્વિક રૂ.૪.૯૫ ઘટીને રૂ.૨૪૦.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૯૭.૯૭ પોઈન્ટ ઘટીને ૬૧૮૬૧.૨૨ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૬૩ પોઈન્ટ ઉછળ્યો : સુઝલોન, પીટીસીઆઈએલ, એસ્ટ્રલ, પોલીકેબમાં તેજી
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે ફરી આક્રમક ખરીદી થઈ હતી. સુઝલોન એનજીૅ રૂ.૨.૦૧ વધીને રૂ.૩૯.૫૯, પીટીસીઆઈએલ રૂ.૧૧૬૭.૩૫ વધીને રૂ.૨૫,૭૧૩.૪૫, એસ્ટ્રલ રૂ.૩૨.૭૫ વધીને રૂ.૧૪૩૮.૮૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૪.૯૦ વધીને રૂ.૪૭૫૫.૯૦, પોલીકેબ રૂ.૧૬૪ વધીને રૂ.૮૪૧૪, સિમેન્સ રૂ.૭૦ વધીને રૂ.૩૬૭૦, પાવર ઈન્ડિયા રૂ.૫૩૦.૮૫ વધીને રૂ.૩૧,૨૦૦, ભારત ડાયનામિક્સ રૂ.૧૭.૯૦ વધીને રૂ.૧૦૯૨, જયોતી સીએનસી રૂ.૧૫.૮૦ વધીને રૂ.૧૦૧૪.૯૦, થર્મેક્સ રૂ.૪૮.૭૫ વધીને રૂ.૩૩૦૫, ભેલ રૂ.૬.૪૦ વધીને રૂ.૪૩૯.૨૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩૯.૫૦ વધીને રૂ.૧૮,૨૧૯, પ્રીમિયર એનજીૅ રૂ.૧૩ વધીને રૂ.૯૦૮ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૬૨.૬૭ પોઈન્ટ ઉછળીને ૭૪૨૫૪.૩૭ બંધ રહ્યો હતો.
તહેવારોની સીઝનની હૂંફે ઓટો શેરોમાં બજાજ ઓટો રૂ.૨૭૩, બોશ રૂ.૧૦૧૪, આઈશર રૂ.૮૯ વધ્યા
તહેવારોની સીઝન શરૂ થતાં વાહનોની ખરીદીને સારો પ્રતિસાદ મળવાની અપેક્ષાએ ફંડોની આજે ઓટોમોબાઈલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી થઈ હતી. બજાજ ઓટો રૂ.૨૭૩ વધીને રૂ.૧૦,૦૬૦, બોશ રૂ.૧૦૧૩.૮૦ વધીને રૂ.૪૪,૫૦૩.૮૦, મધરસન રૂ.૩.૩૦ વધીને રૂ.૧૫૬.૨૦, સોના બીએલડબલ્યુ રૂ.૧૬.૧૦ વધીને રૂ.૭૯૮.૨૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫ વધીને રૂ.૨૮૪.૧૦, ટીવીએસ મોટર રૂ.૬૬.૩૦ વધીને રૂ.૩૯૩૧.૩૦, આઈશર મોટર્સ રૂ.૮૮.૯૦ વધીને રૂ.૭૧૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૩.૩૫ વધીને રૂ.૨૮૧૫.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૧૭.૧૦ વધીને રૂ.૪૯૨૬.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૧૫.૮૪ પોઈન્ટ વધીને ૫૫૫૬૧.૭૬ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં વેચવાલી : એપીએલ રૂ.૫૧ વધીને રૂ.૨૧૫૬ : હિન્દુસ્તાન ઝિંક, જિન્દાલ સ્ટીલ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ સતત વેચવાલી કરી હતી. એપીએલ અપોલો રૂ.૫૧.૦૫ વધીને રૂ.૨૧૫૬.૧૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૪.૧૦ વધીને રૂ.૫૪૭.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૬.૩૦ વધીને રૂ.૧૦૨૨, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨.૬૦ વધીને રૂ.૧૧૭૧.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૪૭.૭૬ પોઈન્ટ ઘટીને ૩૭૮૭૯.૨૫ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી છતાં ઘણા શેરોમાં વેચવાલી : ૨૨૯૧ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી સામે પસંદગીની ખરીદીના આકર્ષણે અને એ ગુ્રપના શેરોમાં ફંડો લેવાલ રહેતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૭૪૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૯૧ અને ઘટનારની સંખ્યા ૨૧૬૪ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૪ હજાર કરોડ વધીને રૂ.૪૬૫.૪૫ કરોડ થયું
શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ કડાકા સામે કેપિટલ ગુડઝ, ઓટો શેરોમાં તેજી અને સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૪ હજાર કરોડ વધીને રૂ.૪૬૫.૪૫ લાખ કરોડ રહ્યું હતું.