સપ્ટેમ્બરમાં ઈ-વે બિલ જનરેટ કરવાની સંખ્યા ૧૪.૧૫ કરોડની વિક્રમી સપાટીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આગામી તહેવારોમાં માલસામાનની માગ ઊંચી રહેવા સંકેત
મુંબઈ : સપ્ટેમ્બરમાં ઈ-વે બિલ જનરેટ કરવાની માત્રા વાર્ષિક ધોરણે ૭.૨૦ ટકા વધી ૧૪.૧૫ કરોડ સાથે વિક્રમી સ્તરે રહી હતી. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરના આંકમાં ૧.૭૫ ટકા વધારો થયો હતો એમ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ નેટવર્ક (જીએસટીએન)ના ડેટા જણાવે છે.
આ અગાઉ માર્ચમાં ૧૪.૦૬ કરોડ સાથે ઈ-વે બિલ જનરેટ થવાનો આંક અત્યારસુધીનો સૌથી વધુ હતો.
ઈ-વે બિલની ઊંચી સંખ્યા ઘરઆંગણે વેપારમાં સ્થિતિસ્થાપકતા તથા જીએસટી હેઠળ અર્થતંત્રમાં સંગઠીત વેપાર વધી રહ્યાનું સૂચવે છે. સપ્ટેમ્બરની ઊંચી સંખ્યા તહેવારો નિમિત્તેની માગ વધુ રહેવાના પણ સંકેત આપે છે, એમ એક ટેકસ કન્સલટન્ટે જણાવ્યું હતું.
ગુરુવારે જીએસટી કાઉન્સિલની મળેલી ૂબેઠકમાં જીએસટી સંદર્ભમાં માલસામાનની ઝડતી તથા ચકાસણી માટેના નિયમોને હળવા બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પગલાંને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ તરફનું મોટુ ં પગલું માનવામાં આવે છે.
આ પગલાંને કારણે માલસામાનની હેરફેર સરળ બનશે એટલું જ નહીં વિવાદોમાં પણ ઘટાડો થશે એમ ઉદ્યોગ જગતના સુત્રો જણાવી રહ્યા છે.




