Business

સોનું ઘરમાં રાખવાની માથાકૂટ દૂર ! નાનાથી લઈને મોટા રોકાણકારો માટે NSEએ લોન્ચ કરી જોરદાર યોજના

By GS Team
6 May 20262 mins read
TukuTouch Logo
ભારતમાં સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. સોનું ઘરે રાખવાથી ચોરી થવાનો ડર રહે છે, આ ઉપરાંત સોનાને સુરક્ષિત રીતે સાચવવું એક મોટી જવાબદારી હોય છે. એટલું જ નહીં, જો રોકાણકાર સોનું ખરીદવા જાય તો 100% શુદ્ધ હશે કે નહીં, તેની પણ ચિંતા હોય છે. જોકે હવે ભારતની નેશનલ સ્ટોક એક્સચેન્જ (NCE) તમારા સોનાને સુરક્ષિત રાખવાની શાનદાર સુવિધા લાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું ઘરમાં રાખવાની માથાકૂટ દૂર ! નાનાથી લઈને મોટા રોકાણકારો માટે NSEએ લોન્ચ કરી જોરદાર યોજના

NSE Launches EGR For Gold Investment : ભારતમાં સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. સોનું ઘરે રાખવાથી ચોરી થવાનો ડર રહે છે, આ ઉપરાંત સોનાને સુરક્ષિત રીતે સાચવવું એક મોટી જવાબદારી હોય છે. એટલું જ નહીં, જો રોકાણકાર સોનું ખરીદવા જાય તો 100% શુદ્ધ હશે કે નહીં, તેની પણ ચિંતા હોય છે. જોકે હવે ભારતની નેશનલ સ્ટોક એક્સચેન્જ (NCE) તમારા સોનાને સુરક્ષિત રાખવાની શાનદાર સુવિધા લાવી છે.

સ્ટોકની જેમ સોનું ખરીદી વેચી શકાશે

વાસ્તવમાં NSEએ રોકાણકારોના સોનાને સુરક્ષિત રાખવા માટે નવું ડિજિટલ મૉડલ ‘ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ્સ’ (EGRs) વ્યવસ્થા લોન્ચ કરી છે. એટલે કે હવે રોકાણકારો સ્ટોક માર્કેટમાં સ્ટોકની જેમ સોનું ખરીદી અને વેચી શકશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, હવે રોકાણકારોએ સોનાને ઘરમાં રાખવાની જરૂર રહેતી નથી, તેની સુરક્ષાની પણ ચિંતા કરવાની જરૂર નથી. આનાથી 100% શુદ્ધતાની પણ આશંકા દૂર થઈ જાય છે.

આ પણ વાંચો : મોંઘવારીમાં રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ઉછાળાના સંકેત, સમજો કારણ

સોનું લે-વેચ માટે ઈલેક્ટ્રોનિક રસીદ

‘ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ્સ’ એક ડિજિટલ સિક્યોરિટી છે. આમાં સોનું ખરીદનાર-વેચનારને રિસિપ્ટ આપવામાં આવે છે. જ્યારે રોકાણકાર કે સંસ્થા SEBI દ્વારા માન્યતા પ્રાપ્ત વૉલ્ટ મેનેજર પાસે સોનું જમા કરાવે છે, તો તેને ઈલેક્ટ્રોનિક રસીદ આપવામાં આવે છે. આ સંપૂર્ણ કામગીરી ડિજિટલ પદ્ધતિથી થાય છે અને તેને સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ પણ કરી શકાય છે. એટલે કે હવે ગોલ્ડ પણ શેર માર્કેટની જેમ ડિજિટલ ટ્રેડિંગ સિસ્ટમમાં સામેલ થઈ ગયું છે.

NSEની રોકાણકારોને ઓફર

NSEએ એક કિલો સુધીના ‘ગોલ્ડ બાર’ને ડિમેટ કરી ‘ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ્સ’ આપવાની ઓફર કરી છે. EGR સૌથી મહત્ત્વની ખાસીયત એ છે કે, જો રોકાણકાર ઇચ્છે તો EGR સરેન્ડર કરીને તેની બરાબર માત્રા અને ગુણવત્તાવાળું અસલી સોનું પણ લઈ શકે છે. ગોલ્ડમાં નાની રકમનું રોકાણ કરનારા નાના રોકાણકારો પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે. NSEનું માનવું છે કે, EGR ભારતમાં ગોલ્ડ ટ્રેડિંગની આખી ઈકોસિસ્ટમ બદલી શકે છે. આનાથી જ્વેલર્સ, રિફાઇનર્સ, ટ્રેડર્સ અને સંસ્થાગત રોકાણકારોને ફાયદો થશે.

આ પણ વાંચો : 2026 દુનિયાનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે... સૌથી મોટા વિજ્ઞાનીની ડરામણી ભવિષ્યવાણી