NPS વાત્સલ્યમાં કરેલું રોકાણ આરોગ્ય કે એજ્યુકેશન માટે ઉપાડશે તો ટેક્સ નહિ લાગે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટના માધ્યમથી કરવામાં આવેલી નવતર જોગવાઈથી એનપીએસમાં કરેલા રોકાણના નાણાં બાળકોના એજ્યુકેશન કે આરોગ્ય માટે ઉપાડ કરવામાં આવે તો તે ઉપાડને માતાપિતાની આવકમાં ઉમેરવામાં આવશે નહિ. તેથી જ ઉપાડની આ રકમ ટેક્સેબલ પણ બનશે નહિ.
બાળકના શિક્ષણના ખર્ચ માટે કે પછી ચોક્કસ પ્રકારની બીમારી માટે એનપીએસ વાત્સલ્યમાંથી ઉપાડ કરવામાં આવશે તો તેના પર ટેક્સ લગાડવામાં આવશે નહિ. તેને માતા-પિતાની જે તે નાણાંકીય વર્ષની આવકમાં ઉપાડવામાં આવશે નહિ. ૭૫ ટકાથી વધુની પંગુતા આવી હોય અને તેની સારવાર માટે ખર્ચ કરવા તેમાંથી ઉપાડ કરવાનો આવે તો તે રકમ જે તે વર્ષની આવકમાં ઉમેરાશે નહિ. આ રીતે કરવામાં આવેલો ઉપાડ વ્યક્તિએ જમા કરાવેલી રકમના ૨૫ ટકાથી વધુ ન હોવો જોઈએ તેવી શરત તેની સાથે રાખવામાં આવી છે.
એનપીએસ વાત્સલ્ય તરીકે ઓળખાતી આ યોજના ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૪ના લોન્ચ કરવામાં આવી હતી. યુવાનો અને વયસ્કો માટેની એનપીએસની યોજનાની જેમ જ આ યોજના નાના બાળકો માટે ચાલુ કરવામાં આવી હતી. સમાજના નોકરિયાત વર્ગને ધ્યાનમાં રાખીને આ યોજના ખાસ કરીને તૈયાર કરવામાં આવી હતી. સગીર વયના બાળકોના શિક્ષણ, આરોગ્ય માટે આ યોજના ચાલુ કરવામાં આવેલી છે. બાળક જન્મે ત્યારથી તેની નિવૃત્તિ માટેનું તેના શિક્ષણની જરૃરિયાત માટેનું ભંડોળ આ યોજના હેઠળ એકત્રિત કરી શકાય છે. એનપીએસનું નિયમન પીએફઆરડીએ દ્વારા કરવામાં આવે છે. વયસ્કો માટેની એપીએસનું નિયમ પણ પીએફઆરડીએ જ કરે છે.
એનપીએસ વાત્સલ્યને બજાર સાથે લિન્ક કરવામાં આવેલી છે. બાળક માટે ચાલુ કરવામાં આવેલી એનપીએસ યોજના તે ૧૮ વર્ષનું થાય તે પછી તેના નામે રૃપાંતરિત કરી આપી શકાય છે. બાળક ઇચ્છે તો તે રોકાણની મર્યાદાને તેની પોતાની નિવૃત્તિ વય સુધી લંબાવી શકે છે.
એનપીએસ વાત્સલ્યમાં કરવામાં આવતા રોકાણમાં વેરા રાહતની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી. ૨૦૨૫-૨૬ના બજેટમાં નવી સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારને રૃ. ૧૨ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમાં એનપીએસના કે અન્ય કોઈ રોકાણને વેરાલાભ ન જ આપવાનું નિશ્ચિત કરી દેવામાં આવ્યું છે.
બાળકના શિક્ષણના ખર્ચ માટે કે પછી ચોક્કસ પ્રકારની બીમારી માટે એનપીએસ વાત્સલ્યમાંથી ઉપાડ કરવામાં આવશે તો તેના પર ટેક્સ લગાડવામાં આવશે નહિ. તેને માતા-પિતાની જે તે નાણાંકીય વર્ષની આવકમાં ઉમેરવામાં આવશે નહિ. ૭૫ ટકાથી વધુની પંગુતા આવી હોય અને તેની સારવાર માટે ખર્ચ કરવા તેમાંથી ઉપાડ કરવાનો આવે તો તે રકમ જે તે વર્ષની આવકમાં ઉમેરાશે નહિ. આ રીતે કરવામાં આવેલો ઉપાડ વ્યક્તિએ જમા કરાવેલી રકમના ૨૫ ટકાથી વધુ ન હોવો જોઈએ તેવી શરત તેની સાથે રાખવામાં આવી છે.
એનપીએસ વાત્સલ્યમાં કરવામાં આવેલા રોકાણના કુલ નાણાંમાંથી ત્રણ વાર ૨૫-૨૫ ટકાનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે આ ઉપાડ ૧૮ વર્ષના ગાળામાં ત્રણ જ વાર કરવા દેવામાં આવશે. અન્યથા બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી આ નાણાંનો ઉપાડ થઈ શકે જ નહિ. માઈનોરના નામે ખાતું ખોલ્યા પછી બાળકનું અવસાન થાય તો તે સંપૂર્ણ રકમનો ઉપાડ કરવામાં આવે ત્યારે પણ તે માતા-પિતાની આવકમાં ઉમેરાશે નહિ.




