Get The App

દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : 'ટેરિફને હથિયાર' બનાવતા દેશોને સીતારમણની ચેતવણી

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : 'ટેરિફને હથિયાર' બનાવતા દેશોને સીતારમણની ચેતવણી 1 - image


Finance Minister Nirmala Sitharaman On Tariff War : વિશ્વભરમાં વૈશ્વિક વેપાર કરવાની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ સાથે પડકારો પણ વધી ગયા છે. ટેરિફ જેવા કરનો ઉપયોગ કરીને વૈશ્વિક વેપારને હથિયાર બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ મામલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચિંતા વ્યક્ત કરી છે.

ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ થતાં સાવધાન : નાણાંમંત્રી

નાણામંત્રીએ ખાનગી મીડિયાના કાર્યક્રમમાં કહ્યું કે, આજના સમયમાં કર અને અન્ય રીતે વૈશ્વિક વેપારનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં ભારતે ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાનો રસ્તો નક્કી કરવો પડશે. જો સમગ્ર આર્થિક વ્યવસ્થા મજબૂત હશે તો દેશને વધુ લાભ મળશે. વર્તમાન સ્થિતિ જોતાં એ સ્પષ્ટ છે કે, હવે વૈશ્વિક વેપાર મુક્ત અને નિષ્પક્ષ રહ્યો નથી.

મજબૂત અર્થવ્યવસ્થા અપાવશે લાભ : સીતારમણ

સીતારમણે કહ્યું કે, ‘ભારતે માત્ર ટેરિફ જેવા કર પર ધ્યાન રાખવાની જરૂર નથી, પરંતુ મને લાગે છે કે, આપણી અર્થવ્યવસ્થાની તાકાત જ આપણને વધારાનો લાભ આપવાની છે.’

આ પણ વાંચો : નેશનલ પેન્શન સિસ્ટમના નિયમો બદલાયા, જાણો ફાયદો

ભારતને 'ટેરિફ કિંગ' કહેનારાઓને જવાબ

ભારત પર વારંવાર આક્ષેપનો જડબાતોડ જવાબ આપતાં નાણાંમંત્રીએ કહ્યું કે, ‘ભારતને એવું કહીને લેક્ચર આપવામાં આવે છે કે, તમે ખૂબ જ અંતર્મુખી છો, તમે ટેરિફ કિંગ છો, વગેરે વગેરે... જોકે હકીકત એ છે કે, આજે ટેરિફનો જ હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ભારત કરને હથિયાર બનાવવાનું ક્યારેય વિચારતું નથી. ભારત માત્ર પોતાના ઉદ્યોગોને શિકારીઓ દ્વાર થતાં અયોગ્ય વેપારથી બચાવવા માટે પગલાં ભરે છે’ આમ નાણાંમંત્રીએ તે દેશો તરફ ઇશારો કર્યો છે, જેઓ અયોગ્ય વ્યાપારથી પોતાનો સામાન ભારતીય બજારમાં ઠાલવે છે.

અમેરિકા-મેક્સિકોના ટેરિફ વૉરનો જડબાતોડ જવાબ !

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ભારતને ટેરિફ કિંગ કહ્યો હતો. તેમણે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. આમાંથી 25 ટકા ટેરિફ રશિયા સાથે ભારતના ગાઢ સંબંધ હોવાના કારણે અને સસ્તામાં ક્રૂડ વેપાર ચાલી રહ્યો હોવાના કારણે ઝિંકવામાં આવ્યો છે. એટલું જ નહીં અમેરિકાના ટેરિફનો ભોગ બનેલા મેક્સિકોએ પણ તાજેતરમાં ભારત પર ટેરિફ ઝિંક્યો છે, ત્યારે આવા દેશોને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પ્રત્યે પ્રેમ ઉભરાયો, જાણો શું કહ્યું

Tags :