Business

નવો ઈતિહાસ : સેન્સેક્સમાં 77079, નિફટી સ્પોટમાં 23411નો વિક્રમ

By GS Team
11 Jun 20244 mins read
This article was originally published on 11 Jun 2024
નવો ઈતિહાસ : સેન્સેક્સમાં 77079, નિફટી સ્પોટમાં 23411નો વિક્રમ

યુરોપના બજારો પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઈના પગલે ઉછાળે સાવચેતી

મુંબઈ : કેન્દ્રમાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તારૂઢ થઈ જતાં અને આર્થિક વિકાસ આગળ વધવાની અપેક્ષા અને મોદી ૩.૦ના મેગા મંત્રી મંડળની રચના સાથે સાંજે કેબિનેટના પ્રમુખ મંત્રાલયોની ફાળવણી  મહદ અંશે જાળવી રાખ્યા પૂર્વે આજે આરંભિક કામકાજમાં જ બજારે નવો ઈતિહાસ રચ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેંક, એનટીપીસી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ સહિતમાં તેજીએ સેન્સેક્સે આરંભમાં ૩૮૫.૬૩ પોઈન્ટના ઉછાળે ૭૭૦૭૯.૦૪ નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૧૨૧.૭૫ પોઈન્ટ ઉછળીને ૨૩૪૧૧.૯૦ સુધી પહોંચ્યો હતો. પરંતુ વૈશ્વિક બજારોમાં નરમાઈના પરિણામે ઉછાળે સાવચેતી સાથે તેજીનો વેપાર હળવો થતાં અંતે વિક્રમી તેજીને બ્રેક લાગી હતી.

આરંભમાં સેન્સેક્સ ૩૮૬ પોઈન્ટ ઉછળી ૭૭૦૭૯ અને નિફટી ૧૨૨ પોઈન્ટ વધીને ૨૩૪૧૧ વિક્રમ કર્યો

પાછલા સપ્તાહમાં ઐતિહાસિક તેજી બાદ ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ મેટલ, ઓટો ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં તેમ જ ફાઈનાન્સ શેરોમાં વેચવાલીએ બજાર ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે નરમાઈ તરફી થઈ  ગયું હતું. રિયાલ્ટી, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. યુરોપીયન સંસદીય ચૂંટણીમાં  ફ્રાંસ મામલે રાજકીય હલચલને લઈ યુરોપના  બજારો પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઈના કારણે આજે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી. અલબત ફોરન અને લોકલ ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજી કરી તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું. સેન્સેક્સ અંતે ૨૦૩.૨૮ પોઈન્ટ ઘટીને ૭૬૪૯૦.૦૮ અને નિફટી ૫૦ સ્પોટ અંતે ૩૦.૯૫ પોઈન્ટ ઘટીને ૨૩૨૫૯.૨૦ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૫૩૮ પોઈન્ટ ગબડયો : કોફોર્જ રૂ.૨૧૧, ક્વિક હિલ રૂ.૧૭, એમ્ફેસીસ રૂ.૭૮ ગબડયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૩૭.૬૩ પોઈન્ટ ગબડીને ૩૫૩૭૧.૭૮ બંધ રહ્યો હતો. કોફોર્જ રૂ.૨૧૧ ઘટીને રૂ.૫૨૧૮.૫૦, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૬.૮૦ ગબડીને રૂ.૪૩૯, મોસચીપ ટેકનોલોજી રૂ.૫.૯૫ ઘટીને રૂ.૧૮૧.૫૦, એમ્ફેસીસ રૂ.૭૭.૮૫ ઘટીને રૂ.૨૩૯૪.૪૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૦૯.૭૦ ઘટીને રૂ.૩૭૪૧.૫૫, ટેક મહિન્દ્રા રૂ.૩૭.૪૫ ઘટીને રૂ.૧૩૪૦.૦૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૪૩.૨૦ ઘટીને રૂ.૧૪૭૯.૭૫, ઈન્ફોસીસ રૂ.૩૩.૭૦ ઘટીને રૂ.૧૪૯૯.૬૫, સિએન્ટ રૂ.૩૮.૫૦ ઘટીને રૂ.૧૮૮૬.૭૫, વિપ્રો રૂ.૯.૪૫ ઘટીને રૂ.૪૭૫, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૭૦.૩૫ ઘટીને રૂ.૪૯૦૫.૨૦, ટીસીએસ રૂ.૩૬.૬૦ ઘટીને રૂ.૩૮૫૬.૩૦ રહ્યા હતા. જ્યારે બ્લેક બોક્સ રૂ.૨૦.૨૫ વધીને રૂ.૨૭૨, ડાટામેટિક્સ રૂ.૫૯.૮૫ વધીને રૂ.૬૧૦.૨૫, હેપ્પિએસ્ટ રૂ.૬૭.૨૫ વધીને રૂ.૯૦૮.૦૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં ફંડો ફરી તેજીમાં : ગુફિક, આરપીજી લાઈફ, પિરામલ ફાર્મા, જેબી કેમિકલ્સ ઉછળ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી તેજીમાં આવી ગયા  હોય એમ મોટાપાયે ખરીદી કરી હતી. ગુફિક બાયો રૂ.૬૦.૩૫ ઉછળીને રૂ.૩૭૫.૫૦, કેપલિન લેબ્સ રૂ.૧૦૧.૫૫ વધીને રૂ.૧૪૬૭.૫૦, ગુજરાત થેમીસ રૂ.૨૬.૩૫ વધીને રૂ.૪૩૩.૭૦, સસ્તા સુંદર રૂ.૧૮.૫૫ વધીને રૂ.૩૨૧.૮૫, સુવેન ફાર્મા રૂ.૩૯.૧૫ વધીને રૂ.૬૮૫.૯૦, આરપીજી લાઈફ રૂ.૭૯.૯૫ વધીને રૂ.૧૫૬૦, પિરામલ ફાર્મા રૂ.૭.૦૫ વધીને રૂ.૧૫૭.૧૦, જેબી કેમિકલ્સ રૂ.૮૦.૭૫ વધીને રૂ.૧૮૮૧.૧૦, સનોફી રૂ.૩૧૮.૨૫ વધીને રૂ.૯૮૮૬.૫૦, સિપ્લા રૂ.૩૬.૫૦  વધીને રૂ.૧૫૩૩.૮૦ રહ્યા હતા.

રિયાલ્ટી શેરોમાં વધતું આકર્ષણ : સ્વાન એનજીૅ રૂ.૨૬ વધીને રૂ.૬૧૪ : પ્રેસ્ટિજ, મેક્રોટેક, ફિનિક્સ ઉંચકાયા

રિયલ એસ્ટેટ ક્ષેત્રે દેશના વિવિધ મહાનગરોમાં પ્રોપર્ટીની માંગમાં વૃદ્વિ સાથે ફંડોએ આજે સતત ખરીદી કરી હતી. સ્વાન એનજીૅ રૂ.૨૬.૩૦ ઉછળીને રૂ.૬૧૪.૧૫,  પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૭૫.૯૫ ઉછળીને રૂ.૧૮૩૬.૩૫, મેક્રોટેક ડેવલપર્સ રૂ.૪૦.૪૫ વધીને રૂ.૧૪૭૫.૭૫, ફિનિક્સ મિલ્સ રૂ.૮૩.૨૫ વધીને રૂ.૩૩૦૮.૮૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૧૪.૯૫ વધીને રૂ.૧૯૦૬ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૧૨.૧૨ પોઈન્ટ વધીને ૮૪૭૫.૨૮ બંધ રહ્યો હતો. 

સ્મોલ કેપ, મિડ કેપ, રોકડાના  શેરોમાં ફંડો, ઓપરેટરોની વ્યાપક લેવાલી : ૨૬૩૧ શેરો પોઝિટીવ 

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોએ વ્યાપક ખરીદી કરતાં રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૯  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૩૧ અને ઘટનારની સંખ્યા ૧૩૬૦ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૫૦૭.૮૭ પોઈન્ટ વધીને ૪૯૨૩૯.૪૨ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૨૪૪.૯૦ પોઈન્ટ વધીને ૪૪૩૫૬.૩૪ બંધ રહ્યો હતો.

FPIs/FIIની શેરોમાં રૂ.૨૫૭૨ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૭૬૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ,  એફઆઈઆઈઝની આજે  સોમવારે કેશમાં શેરોમાં રૂ.૨૫૭૨.૩૮  કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૩,૭૨૧.૯૭  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૧૪૯.૫૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૭૬૪.૪૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૬,૯૩૩.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૧૬૯.૫૩ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૭૩ લાખ કરોડ વધીને રૂ.૪૨૫.૨૨ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને બ્રેક સામે સ્મોલ, મિડ કેપના ઘણા શેરોમાં વ્યાપક ખરીદી જળવાતાં આજે રોકાણકારોની કુલ સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૭૩ લાખ કરોડ વધીને રૂ.૪૨૫.૨૨ લાખ કરોડ પહોંચ્યું હતું.

યુરોપમાં ફ્રાંસનો કેક ઈન્ડેક્સ૧૨૭ પોઈન્ટ ગબડયો : ડેક્ષ ૯૯ પોઈન્ટ ઘટયો : હેંગસેંગ ૧૧૦ પોઈન્ટ ઘટયો

યુરોપના દેશોના બજારોમાં ફ્રાંસ મામલે રાજકીય ઉથલપાથલના ડેવલપમેન્ટે નરમાઈ પાછળ વૈશ્વિક નરમાઈ  જોવાઈ  હતી. ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ સાંજે ૧૨૭ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૯૯ પોઈન્ટનો ઘટાડો અને લંડન શેર બજારનો ફુસ્તી ૨૫ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. એશીયાના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૫૪ પોઈન્ટનો ઉછાળો અને હોંગકોંગનો હેંગસેંગ ૧૧૦ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.