Get The App

સતત ત્રીજા મહિનામાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ નકારાત્મક રહ્યું

- RBI બુલેટિન મુજબ એપ્રિલ-નવેમ્બરમાં કુલ પ્રવાહમાં તીવ્ર વધારો જોવા મળ્યો

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
સતત ત્રીજા મહિનામાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ નકારાત્મક રહ્યું 1 - image

અમદાવાદ : નવેમ્બર ૨૦૨૫માં સતત ત્રીજા મહિનામાં ચોખ્ખો વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) નકારાત્મક રહ્યો હતો. ભારતીય રિઝર્વ બેંકના જાન્યુઆરી બુલેટિન અનુસાર, જે મુખ્યત્વે વધુ પ્રત્યાવર્તનને કારણે હતું. ડેટા અનુસાર, નવેમ્બરમાં ચોખ્ખો એફડીઆઈ નકારાત્મક ૪૪૬ મિલિયન ડોલર હતો, જે ઓક્ટોબરમાં ૧.૬૭ બિલિયન ડોલર હતો.

નાણાકીય વર્ષ ૨૬ના એપ્રિલ-નવેમ્બર સમયગાળામાં ચોખ્ખું એફડીઆઈ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં સાત ગણું વધીને ૫.૬ બિલિયન ડોલર પર પહોંચ્યું હતું, જે નાણાકીય વર્ષ ૨૫ ના એપ્રિલ-નવેમ્બર સમયગાળામાં ૭૮૧ મિલિયન ડોલર હતું.

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, એપ્રિલ-નવેમ્બર ૨૦૨૫ દરમિયાન એફડીઆઈ પ્રવાહ ગયા વર્ષના સમાન સમયગાળા કરતા વધુ હતો. કુલ એફડીઆઈ પ્રવાહમાં જાપાન, સિંગાપોર અને યુનાઇટેડ સ્ટેટ્સનો હિસ્સો ૭૫ ટકાથી વધુ હતો. એફડીઆઈના સૌથી મોટા પ્રાપ્તકર્તાઓ (લગભગ ૭૫ ટકા) નાણાકીય સેવાઓ ક્ષેત્ર હતા, ત્યારબાદ ઉત્પાદન અને રિટેલ જથ્થાબંધ વેપારનો ક્રમ આવે છે.

બુલેટિન અનુસાર, ઉચ્ચ પ્રત્યાવર્તનને કારણે નવેમ્બરમાં સતત ત્રીજા મહિને ચોખ્ખો એફડીઆઈ નકારાત્મક રહ્યો હતો. સિંગાપોર, મોરેશિયસ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ એફડીઆઈ રેમિટન્સમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.