Business

જૂની કાર ખરીદતા હોવ તો આ 3 દસ્તાવેજ જરૂર ચેક કરજો, નહીંતર ખિસ્સાં ખંખેરાઈ જશે

By GS TEAM
30 Jun 20252 mins read
TukuTouch Logo
દરેક મધ્યમ વર્ગના વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘર અને કાર હોય. પરંતુ, ઘણી વખત પૈસાના અભાવે, લોકો નવી કાર ખરીદવાને બદલે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું પસંદ કરે છે. જો તમે પણ ટૂંક સમયમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નહીં તો, તમારે પછીથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મોટાભાગના લોકો કાર કેટલા કિલોમીટર ચાલી છે તે ચેક કરતા હોય છે, જેથી કારના એન્જિનની સ્થિતિનું અનુમાન લગાવી શકાય. પરંતુ એ સીવાટ પણ આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જરૂર છે, કારણકે તેને અવગણવ થી અપન તમારું ખિસ્સું ખાલી થશે શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂની કાર ખરીદતા હોવ તો આ 3 દસ્તાવેજ જરૂર ચેક કરજો, નહીંતર ખિસ્સાં ખંખેરાઈ જશે

Old Car Buying Tips: દરેક મધ્યમ વર્ગના વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘર અને કાર હોય. પરંતુ, ઘણી વખત પૈસાના અભાવે, લોકો નવી કાર ખરીદવાને બદલે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું પસંદ કરે છે. જો તમે પણ ટૂંક સમયમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નહીં તો, તમારે પછીથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

મોટાભાગના લોકો કાર કેટલા કિલોમીટર ચાલી છે તે ચેક કરતા હોય છે, જેથી કારના એન્જિનની સ્થિતિનું અનુમાન લગાવી શકાય. પરંતુ એ સીવાટ પણ આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જરૂર છે, કારણકે તેને અવગણવ થી અપન તમારું ખિસ્સું ખાલી થશે શકે છે. 

1. નંબર પ્લેટ

જ્યારે તમે જૂનું વાહન ખરીદો છો, ત્યારે તમને પહેલેથી જ નંબર પ્લેટ મળી જશે અને આ પ્લેટ તમને ઘણા બધા ખર્ચમાંથી બચાવી શકે છે. ફક્ત https://www.digitalpolicecitizenservices.gov.in/centercitizen/login.htm પર તમે જે વાહન ખરીદી રહ્યા છો તેનો નંબર ચેક કરો. આનાથી તમને ખબર પડશે કે વાહન પર  કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે કે નહીં. જો એમ હોય, તો તમે તેને ખરીદવાનો ઇનકાર કરી શકો છો.

2. કારનું ચલણ

શક્ય હોય ત્યાં સુધી ચલણ ન કપાઈએ રીતે વાહન ચલાવવાનો પ્રયાસ કરો. પરંતુ તેમાં છતાં તમે ગમે એટલો પ્રયાસ કરો તો પણ ચલણ કપાય જ છે. હવે આ સામાન્ય છે. પરંતુ તમે જે જૂની કાર ખરીદી રહ્યા છો તેના કેટલા ચલણ એવા છે જે ચૂકવવામાં આવ્યા નથી, આ બધાનો જવાબ તમને https://echallan.parivahan.gov.in વેબસાઇટ પર મળશે. તમારે ફક્ત આ વેબસાઇટ પર વાહનનો નંબર એડ કરવાનો રહેશે. આનાથી ખબર પડશે કે વાહન પર કોઈ પેન્ડિંગ ચલણ છે કે નહીં.

આ પણ વાંચો: BIG NEWS: ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત

3. આરસી પર બેન્કનું નામ છે કે નહીં તે ચેક કરો 

જૂની કાર ખરીદતી વખતે આરસી લેવું જરૂરી છે. કારણ કે તેના પર બધી વિગતો લખેલી હોય છે. પરંતુ જો આરસી પર બેન્કનું નામ લખેલું હોય, તો વાહન માલિક પાસેથી સીધા બેન્કનું NOC માંગો. જો તે NOC ન આપે, તો સમજો કે એ કાર પર હજુ પણ લોન ચાલુ છે. જો વાહન માલિક NOC આપે છે પણ આરસી પર બેન્કનું નામ લખેલું હોય, તો તેને પણ કાઢી નાખવાનું કહો. કારણ કે પછીથી તમારે તેને કાઢી નાખવા માટે પૈસા ચૂકવવા પડશે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કાર ખરીદતી વખતે બેન્કમાંથી લોન લે છે ત્યારે તેની આરસી પર બેન્કનું નામ હોય છે. તેથી, આરસીમાં બેન્કનું નામ જોવું પણ મહત્ત્વપૂર્ણ છે. જેથી પછીથી તમારે તમારા ખિસ્સામાંથી વધારાના પૈસા ખર્ચવા ન પડે.