Business

નવી સરકાર બેસતાં જ ગુજરાતને મળ્યાં 4860 કરોડ, યુપીને સૌથી વધુ ફાળવણી, સરકારે શેનાં પૈસા આપ્યાં?

By GS Team
11 Jun 20242 mins read
This article was originally published on 11 Jun 2024
TukuTouch Logo
કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ ડિવોલ્યુશન હેઠળ જારી ફંડમાં ઉત્તરપ્રદેશને સૌથી વધુ 25069.88 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે બિહારને રૂ. 14056.12 કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ લિસ્ટમાં સૌથી વધુ ફંડ મેળવવામાં ત્રીજા નંબરે મધ્યપ્રદેશ છે. જેને રૂ. 10970.44 કરોડ ફાળવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવી સરકાર બેસતાં જ ગુજરાતને મળ્યાં 4860 કરોડ, યુપીને સૌથી વધુ ફાળવણી, સરકારે શેનાં પૈસા આપ્યાં?

Tax Devolution: કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર બની છે, તમામને મંત્રી મંડળ ફાળવી દેવામાં આવ્યા છે. નાણા મંત્રાલયની જવાબદારી એકવાર ફરી નિર્મલા સીતારમણને આપવામાં આવી છે. વિભોગની ફાળવણી બાદ નાણા મંત્રાલયે મોટો નિર્ણય લેતાં રાજ્યોને રૂ. 139750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો છે. જે અંતર્ગત સૌથી વધુ રકમ ઉત્તર પ્રદેશને આપવામાં આવી છે. જ્યારે ગુજરાતને રૂ. 4860.56 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશને સૌથી વધુ રકમ

કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ ડિવોલ્યુશન હેઠળ જારી ફંડમાં ઉત્તરપ્રદેશને સૌથી વધુ 25069.88 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે બિહારને રૂ. 14056.12 કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ લિસ્ટમાં સૌથી વધુ ફંડ મેળવવામાં ત્રીજા નંબરે મધ્યપ્રદેશ છે. જેને રૂ. 10970.44 કરોડ ફાળવાયા છે.

રાજ્યોના ગ્રોથમાં આટલો ખર્ચ કરશે

વચગાળાના બજેટ 2024-25માં રાજ્યોના ટેક્સ ડિવોલ્યુશન માટે કુલ રૂ. 1219783 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંગે નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, જૂન, 2024 માટે ડિવોલ્યુશનની રકમ નિયમિત જારી કરવા ઉપરાંત વધારાનો એક હપ્તો પણ જારી કરવામાં આવશે. રાજ્યો વિકાસ અને મૂડીગત ખર્ચ સંદર્ભે આ રકમનો ખર્ચ કરશે. વધારાનો હપ્તો ફાળવવાની સાથે 10 જૂને રાજ્યોની કુલ ડિવોલ્યુશન રૂ. 279500 કરોડ (2024-25) છે.

જાણો કયાં રાજ્યને કેટલી ફાળવણી

નાણા મંત્રાલયે ટેક્સ ડિવોલ્યુશન અંતર્ગત પશ્ચિમ બંગાળને રૂ. 10513.46 કરોડ, મહારાષ્ટ્રને રૂ. 8828.08 કરોડ, રાજસ્થાનને રૂ. 8421.38 કરોડ, ઓડિશાને રૂ. 6327.92 કરોડ,  અને ગુજરાતને 4860.56 કરોડ ફાળવ્યા છે. ઝારખંડને રૂ. 4621.58 કરોડ, કર્ણાટકને રૂ. 5096.72 કરોડ, પંજાબને રૂ. 2525.32 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. 1159.92 કરોડ, કેરળને રૂ. 2690.20 કરોડ, મણિપુરને રૂ. 1000.60 કરોડ અને મેઘાલયને રૂ. 1071.90 કરોડ ફાળવ્યા છે.