Business

NBFC ધિરાણ વૃદ્ધિમાં બેંકો કરતાં પાછળ : ગોલ્ડ લોનમાં થયેલો વધારો

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: રિઝર્વ બેંકના અહેવાલ મુજબ, NBFCs એ ઓગસ્ટમાં 60.64 લાખ કરોડની 15.8% ધિરાણ વૃદ્ધિ નોંધાવી. રિટેલ ધિરાણ મુખ્ય વૃદ્ધિ પ્રેરક રહ્યું, જેમાં 22% નો વધારો થયો. ખાસ કરીને, ગોલ્ડ લોનમાં વાર્ષિક ધોરણે 69.1% નો ઉછાળો નોંધાઈ 3.65 લાખ કરોડ થઈ. હાઉસિંગ લોન 12.1% વધી 8.62 લાખ કરોડ થઈ. આંકડા દર્શાવે છે કે NBFCs નાણાકીય ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NBFC ધિરાણ વૃદ્ધિમાં બેંકો કરતાં પાછળ : ગોલ્ડ લોનમાં  થયેલો  વધારો

એનબીએફસી માટે રિટેલ ક્રેડિટમાં ગોલ્ડ લોનમાં વાર્ષિક ધોરણે ૬૯.૧ ટકાનો ઉછાળો
અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) એ ઓગસ્ટ મહિનામાં રૂ. ૬૦.૬૪ લાખ કરોડની વાર્ષિક ધોરણે ૧૫.૮ ટકા ધિરાણ વૃદ્ધિ નોંધાવી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૦ ટકા હતી. ઓગસ્ટમાં એનબીએફસીની લોન વૃદ્ધિ કોમર્શિયલ બેંકો કરતાં પાછળ રહી હતી, જે ઓગસ્ટમાં ૧૮.૮ ટકા વધીને રૂ. ૨૨૩.૮૭ લાખ કરોડથઈ હતી.
રિટેલ ધિરાણ મુખ્ય વૃદ્ધિ પ્રેરક રહ્યું હતું, જેમાં એનબીએફસી એ તેમના રિટેલ પોર્ટફોલિયોમાં ઝડપી વૃદ્ધિ નોંધાવી હતી. એનબીએફસીની રિટેલ ધિરાણ વૃદ્ધિ ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે ૨૨ ટકા વધીને રૂ. ૨૬.૪૮ લાખ કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉ ૧૩.૬ ટકા હતી. બેંકોનું રિટેલ ધિરાણ વાર્ષિક ધોરણે ૧૬.૯ ટકા વધીને રૂ. ૭૨.૮૭ લાખ કરોડ થયું હતું, જે એક વર્ષ અગાઉના ૧૧.૯ ટકા કરતાં વધુ ઝડપી હતું.
રિઝર્વ બેંકે જણાવ્યું કે, રિટેલ લોનમાં, હાઉસિંગ લોન અને સોનાના દાગીના સામેની લોન સેગમેન્ટમાં ધિરાણ વૃદ્ધિ ઝડપી જોવા મળી હતી, જ્યારે વ્હીકલ લોન એ મામૂલી વધારા સાથે તેની મજબૂત વૃદ્ધિ જાળવી રાખી હતી.
એનબીએફસી માટે રિટેલ ક્રેડિટમાં ગોલ્ડ લોનમાં વાર્ષિક ધોરણે ૬૯.૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે વધીને રૂ. ૩.૬૫ લાખ કરોડ થઈ હતી, જે ઓગસ્ટ ૨૦૨૫ માં ૪૬.૮ ટકા હતી. હાઉસિંગ લોનમાં વાર્ષિક ધોરણે ૧૨.૧ ટકા વૃદ્ધિ સાથે રૂ. ૮.૬૨ લાખ કરોડ નોંધાઈ હતી, જે ઓગસ્ટ ૨૦૨૫માં ૩.૮ ટકા હતી.
કન્ઝયુમર ડયુરેબલ્સ માટેની લોન વાર્ષિક ધોરણે ૫૬.૪ ટકા વધીને રૂ. ૭૭,૭૮૪ કરોડ થઈ હતી, જે ગયા વર્ષે ૧૯.૬ ટકા વધી હતી. વ્હીકલ લોનમાં વૃદ્ધિ ૧૫.૪ ટકા હતી, જે ગયા વર્ષે ૧૫ ટકા હતી.
કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટેના ધિરાણમાં ઓગસ્ટ ૨૦૨૬માં વાર્ષિક ધોરણે ૧૭.૪ ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી, જે એક વર્ષ અગાઉ ૫.૧ ટકા હતી.
ઉદ્યોગ ક્ષેત્રનું ધિરાણ ઓગસ્ટ ૨૦૨૬ માં વાષક ધોરણે સામાન્ય વધીને ૮.૪ ટકા થયું હતું, જે એક વર્ષ પહેલાં ૮.૩ ટકા હતું. ઉદ્યોગ ક્ષેત્રમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધિરાણ વૃદ્ધિ સ્થિર રહી હતી.