સપ્ટેમ્બર ત્રિમાસિકમાં IT કંપનીઓમાં મ્યુ. ફંડોનું હોલ્ડિંગ્સ તળિયે ઉતર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફન્ડોની યાદીમાં અગાઉ અગ્રેસર રહેતી આઈટી કંપનીઓ હવે પાછલા ક્રમે
મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત ચિંતા, વૈશ્વિક ગ્રાહકો દ્વારા નબળા ખર્ચ તથા વિકાસ પર પ્રતિકૂળ અસરને પરિણામે વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આઈટી કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફન્ડસનો હોલ્ડિંગ્સ ઓલ ટાઈમ નીચી સપાટીએ પહોંચ્યું છે.
આઈટી ક્ષેત્ર પર દબાણને પરિણામે ઈન્ફોસિસ તથા ટીસીએસ જેવી ટોચની આઈટી કંપનીઓ જે એક સમયે ફન્ડોની યાદીમાં અગ્રેસર રહેતી હતી તે હવે યાદીમાંથી નીકળી ગઈ છે.
૨૦૨૫ના અંતે ફન્ડોની ઈક્વિટી એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)માં આઈટી સ્કોટકસનો હિસ્સો જે ૭.૬૦ ટકા હતો તે સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે ઘટી ૫.૩૦ ટકા પર આવી ગયો છે.
આઈટી સ્ટોકસમાં વર્તમાન કરેકશન માટે ડી-રેટિંગ કારણભૂત છે નહીં કે તેમની આવકમાં ઘટાડો એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
ડીસેમ્બર, ૨૦૨૫ના અંતે ફન્ડો પાસેના આઈટી સ્ટોકસનું એકંદર મૂલ્ય જે રૂપિયા ૩.૯૮ લાખ કરોડ રહ્યુ હતું તે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટી રૂપિયા ૨.૯૭ લાખ કરોડ રહ્યુ હતું. નવેમ્બર, ૨૦૨૫માં આ મૂલ્ય રૂપિયા ૪.૦૩ લાખ કરોડ વિક્રમી રહ્યું હતું.
૨૦૨૬ના પ્રારંભમાં મ્યુચ્યુઅલ ફન્ડસના ટોચના પાંચ હોલ્ડિંગ્સમાં ઈન્ફોસિસનો સમાવેશ થતો હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૧૦માં સ્થાને પહોંચી ગઈ છે. આવીજ સ્થિતિ ટીસીએસ તથા અન્ય આઈટી કંપનીઓના સ્ટોકસમાં જોવા મળી છે.
એઆઈને કારણે આઈટી ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પડશે તેવી ગણતરીએ ફન્ડ મેનેજરો આઈટી ક્ષેત્રમાંથી પીછેહઠ કરી રહી હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું.




