Business

'શેરબજારમાં પ્રચંડ કડાકો બોલાશે..', 2008માં મંદીની ભવિષ્યવાણી કરનારા દિગ્ગજની ચેતવણી

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકન દિગ્ગજ ફંડ મેનેજર માઇકલ બરીએ ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક બજારોમાં 1987ના કડાકા જેવી ભયાનક મંદીની આગાહી કરી છે. 2008ની કટોકટીની આગાહી કરનાર બરીએ જણાવ્યું કે, અમેરિકન બજારોમાં જબરદસ્ત તેજી મોટા કડાકા સાથે સમાપ્ત થઈ શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શેરોની તેજીને પણ તેમણે અસ્થિર ગણાવી છે, જેના કારણે રોકાણકારોની ચિંતા વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'શેરબજારમાં પ્રચંડ કડાકો બોલાશે..', 2008માં મંદીની ભવિષ્યવાણી કરનારા દિગ્ગજની ચેતવણી
AI તસવીર

Stock Market Crash: શેરબજારમાં બહુ મોટો કડાકો આવવાનો છે. આવું કહેવું છે અમેરિકન દિગ્ગજ ફંડ મેનેજર માઇકલ બરીનું. આ એ જ વ્યક્તિ છે, જેમણે 2008માં આવેલી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વિશે પણ પહેલેથી જ જણાવી દીધું હતું. ત્યારે અમેરિકાનું હાઉસીંગ માર્કેટ ધરાશાયી થઈ ગયું હતું અને તેની અસર અમેરિકન બજારો સહિત દુનિયાભરના બજારો પર પડી હતી.

ભારતીય બજારો પર ખતરો અને 1987 જેવા કડાકાનું અનુમાન

આટલું જ નહીં, ભારતીય શેરબજારો પર પણ તેની ઘેરી અસર પડી હતી અને હવે એક વાર ફરી તેમણે ભયંકર કડાકાનું અનુમાન લગાવ્યું છે. તેમનું કહેવું છે કે આ કડાકો 1987ના માર્કેટ ક્રેશ જેવો હશે, જેમાં રોકાણકારોની સંપત્તિ બરબાદ થઈ ગઈ હતી.

અમેરિકન બજારની તેજીનો મોટો કડાકા સાથે અંત આવવાની આશંકા

માઇકલ બરીએ કહ્યું કે અમેરિકન શેરબજારોમાં જબરદસ્ત તેજી દેખાઈ રહી છે. તેનો અંત મોટા કડાકા સાથે થઈ શકે છે. જે 1987ના સ્ટોક માર્કેટ ક્રેશ જેવો હશે. બરીએ સબપ્રાઇમ મોર્ટગેજ ક્રેશ થવા વિશે પહેલેથી જ જણાવી દીધું હતું. 'ધ બિગ શોર્ટ'માં તેમના આ અનુમાનને દર્શાવવામાં આવ્યું છે અને હવે ફરીથી તેમણે ભારે કડાકાની વાત કહી છે.

રૅકોર્ડ ઊંચાઈ વચ્ચે ઓલ-ટાઇમ હાઇ માર્કેટ પર ક્રેશનું અનુમાન

સબસ્ટેક પોસ્ટમાં પોતાનો મત રાખતા તેમણે માર્કેટ ક્રેશનું અનુમાન ત્યારે વ્યક્ત કર્યું છે, જ્યારે અમેરિકા શેરબજારના પ્રમુખ સૂચકાંકો ખાસ કરીને S&P500 અને Nasdaq નવી રૅકોર્ડ ઊંચાઈ પર છે. 4 ઑગસ્ટે S&P500 1.9 ટકા ચઢ્યો અને તેનાથી તે ઓલ-ટાઇમ હાઇ પર આવી ગયો અને નાસ્ડેક પણ 2.7 ટકાના ઉછાળા સાથે નવી રૅકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો.

બજાર પીક પર પહોંચ્યા બાદ અચાનક ચાલ પલટાવાની શક્યતા

શેરબજારોમાં તેજી વચ્ચે બરીએ કહ્યું કે બજારના પ્રમુખ ઇન્ડેક્સ પોતાના પીક તરફ વધી રહ્યા છે. મારું હવે પણ એ માનવું છે કે સંભવતઃ માર્કેટ નવા ટોપની નજીક છે અને મોટો કડાકો આવ્યા પહેલા S&P500માં તેજી ચાલુ રહેશે, જેનાથી શેરોમાં રોકાણ વધુ વધશે, પછી અચાનક માર્કેટની ચાલ પલટાઈ જશે.

ઓછી અસ્થિરતા અને સિસ્ટમેટિક ફંડ્સ દ્વારા તેજીને હવા

બરીના મુજબ, આ તેજીને બજારમાં ઉતાર-ચઢાવમાં ઘટાડાથી હવા મળી રહી છે. અસ્થિરતા ઓછી થવાથી સિસ્ટમેટિક અને વોલેટિલિટી ટાર્ગેટીંગ ફંડ્સ શેરોમાં રોકાણ વધારી રહ્યા છે. અસ્થિરતા ઘટવાથી આવા ફંડ્સ માર્કેટમાં પોતાની જગ્યા વધારે છે. જેના કારણે મોમેન્ટમ બેઝ્ડ ખરીદી વધી જાય છે અને સેન્ટિમેન્ટ બદલાતા જ માર્કેટમાં મોટો કડાકો આવે છે.

'બ્લેક મન્ડે' અને લેવરેજ વધવાથી ઘેરાતા કડાકાના વાદળો

19 ઑક્ટોબર વર્ષ 1987, ઇતિહાસનો એવો દિવસ જ્યારે ડાઉ જોન્સ 22 ટકા ક્રેશ થઈ ગયો હતો. તેમણે કહ્યું કે લેવરેજ વધવાથી માર્કેટમાં મોટા કડાકાનો ડર એ જ રીતે વધી ગયો છે, જેવો કડાકો 1987ના માર્કેટ ક્રેશમાં દેખાયો હતો. આ દિવસને સ્ટોક માર્કેટમાં 'Black Monday'ના નામથી ઓળખવામાં આવે છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જની વેલ્યૂ એક જ દિવસમાં 500 અબજ ડૉલર સુધી ધ્વસ્ત થઈ ગઈ હતી.

AI શેરોમાં શોર્ટ પોઝિશન અને વલણ બદલાવાની રાહ

અમેરિકન બજારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શેરોના દમ પર આવેલી તેજીને માઇકલ બરી સારી નથી માની રહ્યા અને તેઓ કહે છે કે AI Infraની ડિમાન્ડને ફાઇનાન્સિંગ એરેન્જમેન્ટથી સપોર્ટ મળી રહ્યો છે, જે લાંબા સમય સુધી ચાલુ રહી શકે નહીં. જો કે, તેમણે એવી ઘણી કંપનીઓ અને ETFમાં શોર્ટ પોઝિશન્સ બનાવી છે અને તેમનું કહેવું છે કે વલણ બદલાતા જ તેઓ પોતાની પોઝિશન ખતમ કરી દેશે.