આઠમા પગાર પંચ અંગે દિલ્હીમાં બેઠક: સેલેરી-પેન્શન અને 64 રજાઓ સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

8th Pay Commission Latest Update Gujarati : આઠમા કેન્દ્રીય પગાર પંચ (8th CPC) ની દિલ્હી ખાતે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં નેશનલ કાઉન્સિલ-જેસીએમ (NC-JCM) સહિત વિવિધ કર્મચારી મંડળો અને પેન્શનર્સ સંગઠનોએ પગાર, પેન્શન, ભથ્થાં, અને ફીટમેન્ટ ફેક્ટર જેવા મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. આ ક્રમમાં ઓલ ઈન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન (AI-NPS-EF) પણ પોતાની માંગણીઓ સાથે કમિશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ન્યૂનતમ પગાર રૂપિયા 69,000 અને વર્ષિક ધોરણે 6% ઇન્ક્રીમેન્ટની માંગ
NC-JCM એ 8મા પગાર પંચમાં 3.83 ના ફીટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો ન્યૂનતમ બેઝિક પે રૂપિયા18,000 છે, જેને સીધો વધારીને રૂપિયા69,000 કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ સિવાય, મહત્તમ પગાર રૂપિયા2,15,000 રાખવાનું સૂચન કરાયું છે. અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓને વાર્ષિક 3 ટકાના દરે ઇન્ક્રીમેન્ટ મળે છે, જેને વધારીને ડબલ એટલે કે 6 ટકા કરવાની માંગ રજૂ કરવામાં આવી છે.
AINPSEF ના 3 મુખ્ય મુદ્દાઓ પર વિશેષ ભાર
AINPSEF ના નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. મંજિત સિંહ પટેલે જણાવ્યું કે તેમણે NC-JCM ની મોટાભાગની માંગણીઓ પર સહમતિ દર્શાવવા સાથે 3 મુખ્ય મુદ્દાઓ પર ખાસ ભાર મૂક્યો છે.
જૂની પેન્શન યોજના (OPS) ની પુનઃસ્થાપના: 2003 પછી સેવામાં આવેલા તમામ NPS કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે અને GPF ની સુવિધા પૂરી પાડવામાં આવે.
કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) માટે સ્પષ્ટ વ્યવસ્થા: કેન્દ્ર સરકારના તમામ નોટિફિકેશન, આદેશો અને ગેઝેટ સીધા કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓ પર લાગુ થાય, સાથે જ કર્મચારીઓ માટે ઇન્ટર-ટ્રાન્સફર અને નિવૃત્તિ પછી CGHS ની સુવિધા મળે.
શિક્ષકોના સેવા નિયમોમાં સમાનતા: સ્કૂલના શિક્ષકોની નિવૃત્તિ વય પણ UGC અને મેડિકલ પ્રેક્ટિશનર્સની તર્જ પર 65 વર્ષ કરવામાં આવે. આ સિવાય દર વર્ષે 14 કેઝ્યુઅલ લીવ (CL), 20 મેડિકલ લીવ અને 30 અર્નિંગ લીવ (EL) આપવામાં આવે.
પેન્શનર્સ માટે મહત્વપૂર્ણ પ્રસ્તાવો અને 'ફેમિલી યુનિટ'માં ફેરફાર
સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 'ફેમિલી યુનિટ'ની સંખ્યા 3 થી વધારીને 5 કરવાની અને તેમાં માતા-પિતાનો પણ સમાવેશ કરવાની માંગ મૂકવામાં આવી છે. તે સિવાય, પેન્શનર્સ માટે નીચે મુજબના પ્રસ્તાવો રજૂ કરાયા છે:
નિવૃત્તિ સમયે છેલ્લે મેળવેલા પગારના (Last Drawn Pay) 67% પેન્શન તરીકે મળે.
ફેમિલી પેન્શન છેલ્લે મેળવેલા પગારના 50% નક્કી કરવામાં આવે.
દર 10 વર્ષના બદલે દર 5 વર્ષે પેન્શનનું રિવિઝન કરવામાં આવે.
ન્યૂનતમ HRA વધારીને 30% કરવામાં આવે તથા લીવ એનકેશમેન્ટની સીમા હટાવી દેવાય.
જો કેન્દ્ર સરકાર આ સૂચનો અને માંગણીઓનો આંશિક રીતે પણ સ્વીકાર કરશે તો આઝાદી પછીનો આ સૌથી મોટો પગાર વધારો સાબિત થઈ શકે છે.









