Business

100 દિવસમાં 83 કંપનીઓના શેરોનો લોક-ઈન પિરીયડ સમાપ્ત થશે

By GS Team
21 Jan 20252 mins read
This article was originally published on 21 Jan 2025
100 દિવસમાં 83 કંપનીઓના  શેરોનો લોક-ઈન પિરીયડ સમાપ્ત થશે

અમદાવાદ : ભારતના આઈપીઓ માર્કેટમાં તેજીની સાથે હવે લોક ઈન પીરિયડમાં પણ એક બાદ એક અપડેટ આવી રહ્યાં છે. ૧૭ જાન્યુઆરીથી ૩૦ એપ્રિલ દરમિયાન, ૮૪ કંપનીઓના રૂપિયા ૧૧૪૩.૫ કરોડના શેર ટ્રેડિંગ માટે મુક્ત થશે. તેમાંથી ૫૨૯ કરોડ શેર ફક્ત એક જ કંપની - બજાજ હાઉસિંગ ફાઇનાન્સના હશે.એપ્રિલ સુધીમાં તેની બાકી રહેલી ૬૪ટકા ઇક્વિટી મુક્ત થઈ જશે. 

અત્રે મહત્વનું છે કે લોક-ઇન ટાઈમ પીરિયડ સમાપ્ત થવો એટલેકે આટલા શેર વેચી શકાશે તેમ કહી શકાય, આટલા શેર વેચવામાં આવશે તેમ ન કહી શકાય, શેરધારકો ઈચ્છા મુજબ શેર વેચી શકે છે. બ્રોકરેજ ફર્મ નુવામા અલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચના રિપોર્ટ અનુસાર ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટયૂટ, મમતા મશીનરી, કોનકોર્ડ એન્વાયરો સિસ્ટમ્સ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ, સેનોર્સ ફાર્મા અને વેન્ટિવ હોસ્પિટાલિટી સહિત અનેક કંપનીઓના એક મહિનાનો લોક-ઇન સમયગાળો સમાપ્ત થશે.

આ સિવાય છ મહિનાનો લોક ઈન સમાપ્ત થતો હોય તેવી ૩૦ કંપનીઓ છે જેમાં મોખરાનું નામ ભારતના સૌથી મોટા આઈપીઓ હ્યુન્ડાઈ મોટર્સનું છે. 

તદુપરાંત ઈપેક ડયુરેબલ્સ, બીએલએસ ઈ સર્વિસ, જુનિપર હોટલ્સ, જીપીટી હેલ્થકેર, એક્સિકોમ, પ્લેટિનમ ઈન્ડસ્ટ્રી, ભારત હાઈવે ઈનવીટ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ સહિતની ૯ કંપનીઓના શેરનો ૧ વર્ષનો લોકઈન સમાપ્ત થશે.

શેરોના લોક ઈન પીરિયડની માહિતી

સ્ટોક

તારીખ

કુલ શેર

બાકી ટકાવારી

વારી એનર્જી

૨૨ જાન્યુ.૨૦૨૫

40 લાખ

1%

ગોદાવરી બાયો

૨૭ જાન્યુ.૨૦૨૫

1.0 કરોડ

20%

સેગીલીટી ઇન્ડિયા

૭ ફેબુ્ર.૨૦૨૫

15.8 કરોડ

3%

નુવા બુપા હેલ્થ

૧૦ ફેબુ્ર.૨૦૨૫

6.7 કરોડ

4%

ACME સોલાર

૧૦ ફેબુ્ર.૨૦૨૫

2.3 કરોડ

4%

NTPC ગ્રીન

૨૪ ફેબુ્ર.૨૦૨૫

18.3 કરોડ

2%

વીશાલ મેગા માર્ટ

૧૭ માર્ચ ૨૦૨૫

15.4 કરોડ

3%

ક્વોન્ડર્ટ ફ્યુચર

૧૧ એપ્રિલ ૨૦૨૫

20 લાખ

6%