Business

RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા

By GS TEAM
11 Dec 20252 mins read
TukuTouch Logo
સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે ભારતીય શેરબજાર(Stock Market)ની ચાલ મૂંઝવણભરી રહી. સેન્સેક્સ અને નિફ્ટી સપાટ શરુઆત સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા, પરંતુ શરુઆતની થોડી જ ક્ષણોમાં લપસીને રેડ ઝોનમાં આવી ગયા હતા. જોકે, માત્ર અડધા કલાકના કારોબારમાં જ બાજી પલટાઈ ગઈ અને બંને મુખ્ય ઇન્ડેક્સ ફરીથી તેજી સાથે ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. આ અચાનક આવેલા ઉછાળા પાછળનું મુખ્ય કારણ અમેરિકાથી આવેલા એક સમાચારને માનવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા

US Fed Rate Cut : સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે ભારતીય શેરબજાર(Stock Market)ની ચાલ મૂંઝવણભરી રહી. સેન્સેક્સ અને નિફ્ટી સપાટ શરુઆત સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા, પરંતુ શરુઆતની થોડી જ ક્ષણોમાં લપસીને રેડ ઝોનમાં આવી ગયા હતા. જોકે, માત્ર અડધા કલાકના કારોબારમાં જ બાજી પલટાઈ ગઈ અને બંને મુખ્ય ઇન્ડેક્સ ફરીથી તેજી સાથે ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. આ અચાનક આવેલા ઉછાળા પાછળનું મુખ્ય કારણ અમેરિકાથી આવેલા એક સમાચારને માનવામાં આવે છે.

અમેરિકન  ફેડ રેટ કટની અસર

અમેરિકામાં થતી કોઈપણ નાણાકીય હલચલની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળતી હોય છે. બુધવારે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં આ વર્ષે સતત ત્રીજીવાર કાપ મૂકવામાં આવ્યો છે. US પોલિસી રેટ 25 બેસિસ પોઇન્ટ (0.25%) ઘટાડીને 3.50-3.75 ટકાના દાયરામાં લાવવામાં આવ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આ ઘટાડો ભારત જેવા ઊભરતા બજારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. વ્યાજ દરમાં ઘટાડો થવાથી અમેરિકામાં ડૉલરનું વળતર ઘટી જાય છે, જેના કારણે રોકાણકારો ડૉલરમાંથી નાણાં કાઢીને ઊભરતા દેશોના બજારોમાં રોકાણ કરે છે. આ સકારાત્મક સંકેત બાદ ભારતીય બજારમાં જોવા મળતી મંદી પર બ્રેક લાગી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આરબીઆઇએ પણ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરતાં 5.25% પર લાવી દીધા હતા. જેના બાદ લોકો માટે રાહતના સમાચાર આવ્યા હતા. 

સેન્સેક્સની શું છે સ્થિતિ? 

ગુરુવારે શેરબજારની શરુઆત સુસ્ત રહી હતી. BSE સેન્સેક્સ 84,391.27ના તેના અગાઉના બંધની તુલનામાં 84,456.75 પર ખુલ્યો હતો. જોકે, શરુઆતની તેજી પછી તે અચાનક ગગડીને 84,150 પર આવી ગયો, પરંતુ થોડા સમય બાદ ફરીથી ઝડપ પકડી અને 84,628ના સ્તર સુધી પહોંચી ગયો.

નિફ્ટીમાં પણ ઉછાળો 

નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઇન્ડેક્સની સ્થિતિ પણ સેન્સેક્સ જેવી જ હતી. NSE નિફ્ટી 25,758ના તેના અગાઉના બંધની તુલનામાં નજીવો ઉછાળો લઈને 25,771 પર ખુલ્યો અને પછી અચાનક ઘટીને 25,693 પર આવી ગયો. જોકે, ત્યારબાદ આ ઇન્ડેક્સે પણ ઝડપ પકડી અને ઉછળીને 25,844ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.

સૌથી વધુ ઉછળનારા શેરો

કારોબારની શરુઆતમાં લગભગ 1014 કંપનીઓના શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 995 કંપનીઓના સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં તેજી વચ્ચે સૌથી વધુ ભાગનારા મુખ્ય શેરોમાં કોટક બૅન્ક (2.57%), મારુતિ (1.40%), અને ટાટા સ્ટીલ(1.20%)નો સમાવેશ થાય છે. મિડકેપ શેરોમાં Kaynes (3.45%) અને Dixon(3.40%)માં વધારો હતો, જ્યારે સ્મોલકેપ શેરોમાં NeoGen (14%) અને Yatra(10%)ના ઉછાળા સાથે કારોબાર કરતાં જોવા મળ્યા હતા.