Business

દેશનો સૌથી વધુ સબ્સ્ક્રાઇબ્ડ થનારો આઇપીઓ બન્યો એલજી ઈલેક્ટ્રોનિક્સ, ઇશ્યુ માટે રૂ. 4 લાખ કરોડથી વધુ અરજી

By GS TEAM
9 Oct 20251 min read
TukuTouch Logo
એલજી ઈલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના આઇપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આજે અંતિમ દિવસે 4 લાખ કરોડથી વધુ અરજી સાથે ભારતનો સૌથી વધુ સબ્સ્ક્રાઇબ્ડ થનારો આઇપીઓ બન્યો છે. જે આજે કુલ 54.02 ગણો ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 3.55 ગણી અરજી કરી છે. જેની ઇશ્યુ પ્રાઇઝ 1080-1140 હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશનો સૌથી વધુ સબ્સ્ક્રાઇબ્ડ થનારો આઇપીઓ બન્યો એલજી ઈલેક્ટ્રોનિક્સ, ઇશ્યુ માટે રૂ. 4 લાખ કરોડથી વધુ અરજી

LG Electronics IPO Subscription: એલજી ઈલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના આઇપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આજે અંતિમ દિવસે 4 લાખ કરોડથી વધુ અરજી સાથે ભારતનો સૌથી વધુ સબ્સ્ક્રાઇબ્ડ થનારો આઇપીઓ બન્યો છે. જે આજે કુલ 54.02 ગણો ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 3.55 ગણી અરજી કરી છે. જેની ઇશ્યુ પ્રાઇઝ 1080-1140 હતી.

એલજી ઈલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા રૂ. 11,607.01 કરોડનો આઇપીઓ 7 ઑક્ટોબરે ખૂલ્યો હતો. જે પ્રથમ દિવસે 1.05 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ હિસ્સો 82 ટકા રહ્યો હતો. જે અંતિમ દિવસે ભારતના ઇતિહાસમાં અત્યારસુધી સૌથી વધુ 4 લાખ કરોડ અર્થાત્ (54.02 ગણો) સબ્સ્ક્રાઇબ્ડ થનારો પ્રથમ આઇપીઓ બન્યો છે.

ક્યુઆઇબી-એનઆઇઆઇના મબલક બીડ

1997થી હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સમાં કાર્યરત અગ્રણી એલજી ઈલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના આઇપીઓ માટે ક્યુઆઇબી અને એનઆઇઆઇએ સૌથી વધુ રૂચિ દર્શાવી હતી. ક્યુઆઇબી (ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ)એ 166.51 ગણા બીડ ભર્યા હતા. જ્યારે એનઆઇઆઇ (નોન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ)એ 22.44 ગણા બીડ ભર્યા હતા. 

બજાજ હાઉસિંગ ફાયનાન્સનો રૅકોર્ડ તોડ્યો

એલજી ઈલેક્ટ્રોનિક્સના આઇપીઓએ સબ્સ્ક્રિપ્શન મામલે 2024માં આવેલા બજાજ હાઉસિંગ ફાયનાન્સના આઇપીઓનો રૅકોર્ડ તોડ્યો છે. તે સમયે બજાજ હાઉસિંગ ફાયનાન્સના ઇશ્યુ માટે કુલ 3.2 લાખ કરોડના બીડ ભરાયા હતા. બજાજ હાઉસિંગનો રૂ. 6560 કરોડનો આઇપીઓ કુલ 67.43 ગણો સબ્સ્ક્રાઇબ્ડ થયો હતો. જેમાં રિટેલ પોર્શન 7.41 ગણું, ક્યુઆઇબી 222.05 ગણું અને એનઆઇઆઇ 43.98 ગણું ભરાયું હતું.