જેન્સન હુઆંગના ત્રીજા અફેરનો ખુલાસો, NVIDIAના CEO પદેથી રાજીનામું આપતા 1000 કરોડથી વધુનું નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NVIDIA CEO News | આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની દિગ્ગજ કંપની 'એનવીડિયા' (Nvidia) ના સહ-સ્થાપક અને સીઈઓ જેન્સન હુઆંગ માટે મુશ્કેલીઓનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યું. કથિત રીતે ચીની જાસૂસ એલિસ હુઆંગ સાથેના સંબંધો અને વિવાદો વચ્ચે હવે જેન્સન હુઆંગના વધુ એક એક્સ્ટ્રા મેરિટલ (ત્રીજા) અફેરનો પર્દાફાશ થયો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તેમણે CEO પદેથી રાજીનામું આપવું પડ્યું છે, જેના કારણે તેમને મોટો આર્થિક ફટકો પણ પડ્યો છે.
એલિસ હુઆંગના ચીની જાસૂસ હોવા સામે હજુ શંકા
જેન્સન હુઆંગની ગર્લફ્રેન્ડ રહેલી એલિસ હુઆંગ પર ચીની જાસૂસ હોવાની ગંભીર શંકા છે, જોકે અમેરિકન ન્યાય વિભાગ અને ગુપ્તચર એજન્સીઓ હજુ સુધી આ વાતને સત્તાવાર રીતે સાબિત કરી શકી નથી. યુએસ એરિયાના એટર્ની જનરલ ટૉડ બ્લેન્ચે સ્પષ્ટ કર્યું છે કે એફબીઆઈ (FBI) આ મામલે છેલ્લા એક વર્ષથી તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ આખરી નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી. સીઆઈએ (CIA) અને અન્ય ગુપ્તચર અધિકારીઓ પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એલિસ હુઆંગ જાણી જોઈને કોઈ માહિતી ચીનને મોકલતી હતી કે નહીં.
ત્રીજા અફેરનો ખુલાસો અને શેરોમાં કડાકો
એલિસ હુઆંગ અને એનવીડિયાની હેલ્થ કેર ડિવિઝનની વાઈસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પાવેલ બાદ હવે જેન્સન હુઆંગનું નામ કંપનીની વધુ એક મહિલા કર્મચારી સાથે જોડાયું છે, જેના કારણે તેમનું ત્રીજું અફેર પણ સામે આવ્યું છે. આ વિવાદાસ્પદ સ્થિતિ વચ્ચે કંપની છોડવાને કારણે જેન્સન હુઆંગને અંદાજે 108 મિલિયન ડૉલર એટલે કે લગભગ 1016 કરોડ રૂપિયાના શેર છોડવા પડશે. રાજીનામાની ખબર ફેલાતા જ એનવીડિયાના શેરમાં મોટો કડાકો બોલાયો હતો અને કારોબાર દરમિયાન શેર 14 ટકા સુધી તૂટી ગયા હતા, જેના કારણે તેમનું નેટવર્થ પણ અબજો ડૉલર ઘટી ગયું છે.
CFO કોલેટ ક્રેસને સોંપાઈ વચગાળાની જવાબદારી
જેન્સન હુઆંગના રાજીનામા બાદ એનવીડિયાના બોર્ડે કંપનીમાં છેલ્લા 13 વર્ષથી ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (CFO) તરીકે ફરજ બજાવતા 59 વર્ષીય કોલેટ ક્રેસ (Colette Kress) ને વચગાળાના CEO ની મોટી જવાબદારી સોંપી છે. કંપની હવે નવા અને કાયમી CEO ની શોધ કરી રહી છે, જેમાં એપલના એક્ઝિક્યુટિવ ચેરમેન ટીમ કૂકનું નામ પણ ચર્ચામાં છે.




