Get The App

રૂ. 4.3 લાખના આઈફોન, 1.06 લાખના કોન્ડમ, 15 લાખનું સોનું

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
રૂ. 4.3 લાખના આઈફોન, 1.06 લાખના કોન્ડમ, 15 લાખનું સોનું 1 - image

- 10 મિનિટ ડિલિવરી એપના 2025ના આંકડા

- વેલેન્ટાઈન ડેના દિવસે દર મિનિટે 666 ગુલાબનો ઓર્ડર : એક વ્યક્તિએ વર્ષમાં 68,600ની ટીપ આપી

મુંબઈ : ૨૦૨૫માં ૧૦ મિનિટ ડિલિવરી એપ્સની ધૂમ રહી હતી. આ એપ્સે વેચાણના આંકડા સાથે સૌને ચોંકાવ્યા છે. એક જાણીતી કંપનીએ તેની ૧૦ મિનિટ ડિલિવરી એપના ૨૦૨૫ આંકડા જારી કર્યા છે. જેમાં, ચોંકાવનારી માહિતી સામે આવી છે. હૈદરાબાદના એક યુઝરે એક સાથે રૂ. ૪.૩ લાખના આઈફોન ઓર્ડર કર્યા હતા. ચેન્નઈના એક યુઝરે વર્ષમાં ૨૨૮ વખત ઓર્ડર કરીને કુલ રૂ. ૧,૦૬,૦૯૮ના કોન્ડમ મંગાવ્યા હતા. મુંબઈના એક યુઝરે વર્ષ દરમિયાન રૂ. ૧૫.૧૬ લાખનું સોનું ખરીદ્યું હતું. બેંગલુરુમાં સૌથી નાનો ઓર્ડર રૂ. ૧૦ની પ્રિન્ટઆઉટનો રહ્યો હતો. 

રિપોર્ટ મુજબ, લખનઉમાં બે મિનિટની અંદર જ ઈન્સ્ટન્ટ નૂડલ્સનો ઓર્ડર ડિલિવર કરવામાં આવ્યો હતો. જ્યારે, અમદાવાદ અને પૂણેમાં ત્રણ મિનિટની અંદર મોંઘાદાટ આઈફોન ૧૭ની ડિલિવરી કરવામાં આવી હતી.  રાજકોટમાં ડિલિવરી એપ્સના ઓર્ડર્સમાં ૧૦ ગણો વધારો થયો હતો. જ્યારે, લુધિયાણામાં સાત ગણો વધારો થયો હતો. સોમવારના દિવસે સૌથી વધુ ગિફ્ટ મોકલવામાં આવી હતી. 

વેલેન્ટાઈન્સ ડેના દિવસે દર મિનિટે ૬૬૬ ગુલાબના ઓર્ડર આવ્યા હતા. ચીઝની જગ્યાએ પનીર ભારતીયોની પહેલી પસંદ રહ્યું હતું. ચેન્નઈના એક વ્યકિતએ ડોગ માટે રૂ. ૨.૪૧ લાખનો સામાન ખરીદ્યો હતો. જ્યારે, નોઈડાના એક વ્યકિતએ રૂ. ૨.૮ લાખની ૧,૩૪૩ પ્રોટીનની વસ્તુઓ મંગાવી હતી. બેંગલુરુ ભારતનું ટીપીંગ કેપિટલ રહ્યું હતું. એક વ્યક્તિએ વર્ષમાં ડિલિવરી એજન્ટોને રૂ. ૬૮,૬૦૦ની ટીપ આપી હતી. 

નોઈડાના એક વ્યક્તિએ રોબોટિક વેક્યુમ, સ્પીકર્સ, એસએસડી કાર્ડ સહિત રૂ. ૨.૬૯ લાખના સ્માર્ટ હોમ ડિવાઈઝ ઓર્ડર કર્યા હતા. બેંગલુરુમાં એક વ્યક્તિએ રૂ. ૧.૭૦ લાખના આઈફોનની સાથે રૂ. ૧૭૮ ની લાઈમ સોડા ઓર્ડર કરી હતી. જ્યારે, કોચીના એક યુઝરે રોજ મીઠો લીમડો ઓર્ડર કર્યો હતો.