Business

શેરબજાર ખુલતાં જ રોકાણકારોના કરોડો ધોવાયા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકાના 4 કારણો

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો. વૈશ્વિક નકારાત્મક સંકેતો અને IT શેરોમાં વેચવાલીને કારણે સેન્સેક્સ 264 પોઈન્ટ ઘટીને 76,251 અને નિફ્ટી 23,818 પર પહોંચી ગયો. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા જેવા IT શેરોમાં મોટો ઘટાડો નોંધાયો. ક્રૂડના ભાવમાં ઉછાળો અને યુએસ-ઈરાન તણાવ પણ બજાર ઘટવાના મુખ્ય કારણો રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજાર ખુલતાં જ રોકાણકારોના કરોડો ધોવાયા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકાના 4 કારણો

Sensex and Nifty Down News : સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે જ ભારતીય શેરબજારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં ગગડી ગયા હતા. વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા નકારાત્મક સંકેતો અને આઇટી સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીના કારણે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો.

ઓપનિંગ સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા

સોમવારે કારોબારની શરૂઆતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ પોતાના અગાઉના બંધ 76,515 ની સરખામણીએ ઘટીને 76,446 પર ખુલ્યો હતો અને જોતજોતામાં 264 પોઈન્ટ તૂટીને 76,251 ની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઇન્ડેક્સ પણ અગાઉના 23,897 ની સામે 23,883 પર ખુલીને ઘટીને 23,818 સુધી નીચે સરકી ગયો હતો.

આઇટી કંપનીઓના શેરોમાં મોટું ધોવાણ

બજાર ખુલતાની સાથે જ 1519 શેરો વધારા સાથે જ્યારે 1224 શેરો ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આ કડાકામાં સૌથી વધુ નુકસાન આઇટી (IT) સેક્ટરની કંપનીઓને થયું હતું. ઇન્ફોસિસ (2.60%), ટેક મહિન્દ્રા (1.75%), એચસીએલ ટેક (1.60%) અને ટીસીએસ (1%) જેવા લાર્જકેપ સ્ટોક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ભારત ફોર્જ, એમફાસિસ અને પર્સિસ્ટન્ટ જેવા મિડકેપ શેરો પણ 1.40% થી 1.90% સુધી ગગડી ગયા હતા.

શેરબજાર તૂટવાના 4 મુખ્ય કારણો

  1. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ ઉછળીને 97 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. ક્રૂડ મોંઘું થવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનો ભય ઊભો થયો છે, જેનાથી રોકાણકારોની ચિંતા વધી છે.
  2. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની અર્થવ્યવસ્થા, ઓઈલ નિકાસ અને ચલણને નિશાન બનાવીને સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરી છે. મિડલ ઈસ્ટમાં આ તણાવ વધવાના કારણે વૈશ્વિક બજારો પર નકારાત્મક અસર પડી છે.
  3. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો: એશિયન બજારોમાં જાપાન અને દક્ષિણ કોરિયામાં સુધારો હતો, પરંતુ હોંગકોંગના હેંગસેંગ સહિત બ્રિટનના FTSE, જર્મનીના DAX અને ફ્રાન્સના CAC માં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ભારતીય બજારનો મુખ્ય સંકેત ગણાતો ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ 90 પોઈન્ટ તૂટ્યો હતો.
  4. આઇટી સ્ટોક્સનો મોટો ઘટાડો: સોમવારે માર્કેટને નીચે ધકેલવામાં સૌથી મોટો ભાગ આઇટી શેરોનો રહ્યો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ આશરે 1 ટકા જેટલો તૂટી ગયો હતો, જેના કારણે સમગ્ર શેરબજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું.