Business

રોકાણકારો, કંપનીઓ હવે ગ્લોબલ પોર્ટફોલિયોમાં પણ રોકાણ કરી શકશે

By GS Team
11 Jun 20242 mins read
This article was originally published on 11 Jun 2024
રોકાણકારો, કંપનીઓ હવે ગ્લોબલ પોર્ટફોલિયોમાં પણ રોકાણ કરી શકશે

નવી દિલ્હી : ભારતીય રોકાણકારો અને કંપનીઓ હવે યુએસ અને સિંગાપોરમાં સ્થપાયેલા વિદેશી ફંડ સહિત અન્ય વૈશ્વિક ફંડ્સમાં કોઈપણ પ્રતિબંધ વિના રોકાણ કરી શકશે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ અંગે ગયા અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા સુધારા પછી આ શક્ય બનશે. આરબીઆઈએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (વિદેશમાં રોકાણ) નિર્દેશોે, ૨૦૨૨ માં સુધારા અંગે એક પરિપત્ર બહાર પાડયો હતો.

સુધારાઓ હેઠળ, ભારતીય લિમિટેડ પાર્ટનર્સ (LPs) ને વિદેશી ભંડોળ દ્વારા જારી કરાયેલા એકમોમાં જ રોકાણ કરવાની મંજૂરી આપતા તમામ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. હવે કોઈપણ યોજનામાં રોકાણની મંજૂરી છે. આ ઉપરાંત, તે શરત પણ દૂર કરવામાં આવી છે કે રોકાણ ફક્ત તે ફંડ્સમાં જ કરી શકાય છે જે સંબંધિત દેશના નિયમનકાર દ્વારા નિયંત્રિત થાય છે અને તેમના રોકાણ મેનેજર્સ દ્વારા નહીં. ઉદાહરણ તરીકે, સિંગાપોર અને યુ.એસ.ના નિયમનકારો (કેટલાક કિસ્સાઓમાં), ફંડને બદલે ફંડ મેનેજરનું નિયમન કરે છે.

ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે પ્રતિબંધોને કારણે કેમેન આઇલેન્ડ્સ અને મોરેશિયસ જેવા વિસ્તારોમાં ભારતીય લિમિટેડ પાર્ટનર્સના રોકાણને સક્ષમ કરવા માટે નવા ફંડ્સ સ્થાપવા પડયા હતા. નિયમનકારી ફેરફારો સામાન્ય ભાગીદારોને વ્યાપારી રીતે સાનુકૂળ અધિકારક્ષેત્રોમાં તેમના પોતાના ભંડોળ શરૂ કરવાની સ્વાયત્તતા પણ આપશે. ભારતીય મૂડીરોકાણ આવશે કે નહીં તેની ચિંતા તેમને કરવાની રહેશે નહીં.

RBIના આ પગલાથી એનઆરઆઈ રોકાણકારો અને કોર્પોરેટ્સને સિંગાપોર સ્થિત ફંડ્સમાં સીધું રોકાણ કરવાની તક મળશે, જેનાથી તેમને એક્સેસ મળશે. વૈશ્વિક ભંડોળ માટે મેનેજમેન્ટ કુશળતા અને વિશ્વ-કક્ષાના, મજબૂત રોકાણ અધિકારક્ષેત્રની પ્રતિાનો લાભ મેળવી શકશે.