2024ના 11 મહિનામાં ફંડ ક્ષેત્રે SIP દ્વારા થતું રોકાણ રૂ. 2.4 લાખ કરોડ

નવી દિલ્હી : ૨૦૨૪માં રિટેલ રોકાણકારો તરફથી મ્યુચ્યુઅલ ફંડની વૃદ્ધિની યાત્રાને જોરદાર પ્રોત્સાહન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) રોકાણોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે સિપ રોકાણો જાન્યુઆરી-નવેમ્બરના સમયગાળામાં કુલ SIP રોકાણ રૂ. ૨.૪ લાખ કરોડ હતું. જે નવેમ્બર ૨૦૨૪માં વધીને રૂ. ૨૫,૩૨૦ કરોડ સુધી પહોંચી ગયું હતું.
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) દ્વારા રોકાણમાં વધારો સક્રિય ઇક્વિટી સ્કીમ્સમાં રેકોર્ડ રોકાણમાં મોટો ફાળો હતો. નવેમ્બર સુધી, રોકાણકારોએ સક્રિય ઇક્વિટી સ્કીમ્સમાં રેકોર્ડ રૂ. ૩.૫ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જે કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં રૂ. ૧.૬ લાખ કરોડની રકમ કરતાં બમણા કરતાં વધુ છે. એકલા સિપ એ રૂ. ૩.૫ લાખ કરોડના કુલ સક્રિય ઇક્વિટી ફંડ રોકાણમાં આશરે રૂ. ૨ લાખ કરોડનું યોગદાન આપ્યું છે.
બજારની તેજી વચ્ચે તાજેતરના વર્ષોમાં ઇક્વિટી ફંડ સ્કીમોએ મજબૂત વળતર આપ્યું છે. જો કે, ૨૦૨૪માં, બેન્ચમાર્ક સૂચકાંકોએ લગભગ ૮ ટકા વળતર આપ્યું છે. નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦એ ૨૪ ટકાથી વધુ વળતર આપ્યું છે. ઈક્વિટીએ ૨૦૨૩માં વધુ સારું વળતર આપ્યું હતું.
નવેમ્બર સુધીમાં, ફંડ્સે ૨૦૨૪માં ૯૮ લાખ રોકાણકારો ઉમેર્યા હતા, જે ૨૦૨૩માં ૫૪ લાખ હતા. નવેમ્બર ૨૦૨૪માં અનન્ય રોકાણકારોની સંખ્યા ૫.૧૮ કરોડ હતી. ભૂતકાળની મજબૂત કામગીરી ઉપરાંત, સક્રિય અને નિષ્ક્રિય ઇક્વિટી સ્કીમ્સમાં રેકોર્ડ સંખ્યામાં ફંડ્સ લોન્ચ થવાને કારણે રોકાણકારોની સંખ્યામાં પણ વધારો થયો છે. ફંડ્સે ૨૦૨૪માં ૧૫૩ ઈક્વિટી સ્કીમ લોન્ચ કરી હતી. જ્યારે ૨૦૨૩માં આ સંખ્યા ૮૯ હતી.
મ્યુચ્યુઅલ ફંડ્સે ૨૦૨૪માં (૨૦ ડિસેમ્બર સુધી) રૂ. ૪.૨ લાખ કરોડની ઇક્વિટી ખરીદી હતી. નિષ્ણાતોના મતે, જો એફપીઆઈ તેમનું વેચાણ ચાલુ રાખશે તો ફંડનું રોકાણ બજાર માટે મહત્ત્વનો આધાર બની રહેશે.




