લગભગ સવા ત્રણ વર્ષના ગાળા બાદ આજે વ્યાજ દરમાં વધારો થવાની વકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઊંચા ફુગાવા તથા ક્રુડના ભાવ ફરી ઉછળતા રિઝર્વ બેન્ક સતર્ક
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) ત્રણ દિવસની બેઠકના અંતે આવતી કાલે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. ઊંચા ફુગાવા, રૂપિયામાં નબળાઈ, ઊંચી વૈશ્વિક બોન્ડ યીલ્ડસ તથા ક્રુડ તેલના ભાવમાં ફરી ઉછાળાને ધ્યાનમાં રાખી લગભગ સવાત્રણ વર્ષના ગાળા બાદ વ્યાજ દરમાં પહેલી જ વખત વધારો જોવા મળવા સંભવ છે.
ઊંચા ફુગાવાને પરિણામે એશિયાના વિવિધ દેશોએ પણ તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. વ્યાજ દરમાં વધારો કરીને એમપીસી ન્યુટ્રલ પોલિસિ સ્ટાન્સ જાળવી રાખી નજીકના ભવિષ્યમાં રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખશે.
એમપીસીની ઓગસ્ટની બેઠક બાદ ફુગાવામાં વધુ વધારો થયો છે અને ક્રુડ ઓઈલના ભાવ પણ બેરલ દીઠ ફરી ૧૦૦ ડોલર નજીક પહોંચી ગયા છે.
રિઝર્વ બેન્કે ફેબુ્રઆરી ૨૦૨૩માં રેપો રેટ ૦.૨૫ ટકા વધારી ૬.૫૦ ટકા કર્યો હતો અને ત્યાર બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
દેશમાં ફુગાવો હાલમાં પાંચ ટકાની નજીક છે અને ટૂંક સમયમાં રિઝર્વ બેન્કની છ ટકાની મહત્તમ રેન્જ સુધી પહોંચી જવા સંભવ છે. અલ નિનોની અસરને કારણે વર્તમાન વર્ષમાં કૃષિ ઉત્પાદન પર અસર જોવા મળવાની શકયતા રહેલી છે. આ અસરને કારણે ખાદ્ય પદાર્થનો ફુગાવો પણ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્ક રેપો રેટ પા ટકા વધારી ૫.૫૦ ટકા સુધી લઈ જશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
દેશના આર્થિક વિકાસ દરના સાનુકૂળ સ્તર વચ્ચે રેપો રેટમાં પા ટકાનો વધારો વિકાસ સામે કોઈ રુકાવટ નહીં લાવે. માગ મોરચે સ્થિતિ સારી છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.
ક્રુડ તેલના ઊંચા ભાવ ઉપરાંત ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) ૅ(એફસીએનઆર-બી) ડિપોઝિટ સ્કીમને કારણે દેશમાં લિક્વિડિટી વધી જતા ફુગાવો વધવાનું જોખમ રહેલુ છે, આ હકીકતને ધ્યાનમાં રાખીને પણ વ્યાજ દરમાં વધારો કરાશે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
ડોલર પ્રવાહ છતાં રૂપિયો હાલમાં તૂટી ૯૬ની સપાટીની ઉપર ચાલી ગયો છે.
તહેવારો ટાંકણે જ વ્યાજ દરમાં કોઈપણ વધારાથી રહેઠાણ સહિતની વિવિધ લોનો મોંઘી બનવાની પણ શકયતા રહેલી છે. લોનના ઈએમઆઈમાં પણ વધારો જોવા મળશે.




