શેરોમાં આરંભિક તેજીનો ફિઆસ્કો : ઉછાળે ફંડોના હેમરિંગે સેન્સેક્સ વધ્યામથાળેથી ૧૪૦૦ પોઈન્ટ તૂટયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આઈટી-સોફ્ટવેર શેરોમાં તેજી સામે અન્ય સેકટરના શેરોમાં ગાબડાં
અંતે સેન્સેક્સ ૧૪૩ પોઈન્ટ ઘટીને ૭૩૭૧૦ : નિફટી ૭૮ પોઈન્ટ ઘટીને ૨૨૮૧૧ : રોકાણકારોની સંપતિમાં રૂ.૬.૧૫ લાખ કરોડનું ધોવાણ
મુંબઈ : ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં ટ્રેડ ડિલ ફાઈનલ થવાના અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોના ભારત મુલાકાત દરમિયાન નિવેદન અને રૂબિયોની જામનગર મુલાકાત પૂર્વે ભારતને સુપરરિફાઈનર ગણાવી બન્ને દેશો વચ્ચે સંબંધો ફરી મજબૂત બનવાના સંકેતો છતાં આજે ભારતીય શેર બજારોમાં આજે વધ્યામથાળેથી તેજીનો ફિઆસ્કો થઈ ગયો હતો. રિલાયન્સ ગુ્રપ કંપની જિયો પ્લેટફોર્મ્સના મેગા આઈપીઓમાં અનેક વિક્રમો સર્જાયા અને ૧૦૦ મીનિટમાં જ આઈપીઓ પૂર્ણ છલકાઈ જવાના રોકાણકારોના અદમ્ય ઉત્સાહ સામે સેકન્ડરી માર્કેટમાં શેરોમાં ધબડકો બોલાઈ ગયો હતો. અસહ્ય ગરમી, અલનીનોની અસરે દુષ્કાળની સ્થિતિએ ખાદ્યચીજોના ભાવો ભડકે બળવા લાગ્યા હોવાના અને ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થતાં મોંઘવારીએ તહેવારોની રોનક ઝાંખી પાડી દીધી હોઈ શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું હતું.
સેન્સેક્સ ૮૨૯ પોઈન્ટની છલાંગ બાદ વધ્યામથાળેથી ઈન્ટ્રા-ડે ૧૪૫૩ ખાબક્યો : નિફટી ૪૭૧ તૂટયો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આક્રમક તેજી સામે કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર, બેંકિંગ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં ધૂમ વેચવાલી થતાં આરંભિક તેજીનો ઊભરો અંતે શમી ગયો હતો. સેન્સેક્સ આરંભમાં ૮૨૯.૨૯ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૪૬૮૨.૧૯ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ફંડોએ મોટાપાયે હેમરિંગ કરીને ફ્રન્ટલાઈન શેરોમાં ગાબડાં પાડતાં સેન્સેક્સ વધ્યામથાળેથી ૧૪૫૨.૭૪ પોઈન્ટના કડાકે નીચામાં ૭૩૨૨૯.૪૫ સુધી ખાબકી ગયો હતો. જે આગલા બંધની તુલનાએ એક તબક્કે ૬૨૩.૪૫ પોઈન્ટ તૂટયો હતો. અંતે સેન્સેક્સ ૧૪૩.૨૧ પોઈન્ટ ઘટીને ૭૩૭૦૯.૬૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૨૩૧.૯૫ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૩૧૨૦.૯૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ૪૭૧ પોઈન્ટ તૂટીને ૨૨૬૪૯.૯૦ સુધી ખાબક્યો હતો. જે આગલા બંધથી એક સમયે ૨૩૯.૦૫ પોઈન્ટ તૂટયો હતો. અંતે નિફટી ૭૭.૬૦ પોઈન્ટ ઘટીને ૨૨૮૧૧.૩૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૧૧૧ તૂટયો : જયોતી સીએનસી રૂ.૫૭, એબીબી રૂ.૩૯૦, ભેલ રૂ.૧૮ તૂટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે અસાધારણ ધબડકો બોલાયો હતો. દેશમાં ઘણા રાજ્યોમાં વીજ સંકટ ઘેરાઈ રહ્યું હોઈ વીજળીની અછતને લઈ આજે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં મોટાપાયે હેમરિંગ થયું હતું. જયોતી સીએનસી રૂ.૫૭.૨૦ તૂટીને રૂ.૯૧૭.૮૫, એબીબી ઈન્ડિયા રૂ.૩૮૯.૮૫ ગબડીને રૂ.૬૫૬૨, સિમેન્સ રૂ.૧૮૩.૫૫ તૂટીને રૂ.૩૪૨૭.૫૦, કોચીન શિપ રૂ.૫૯ તૂટીને રૂ.૧૧૬૬, કેઈઆઈ રૂ.૨૦૫.૦૫ તૂટીને રૂ.૪૨૩૯.૯૫, સીજી પાવર રૂ.૩૫.૧૦ ઘટીને રૂ.૮૧૯, ભેલ રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૪૧૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૦૬.૯૫ તૂટીને રૂ.૧૫,૧૨૬.૯૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૬૬.૧૦ ઘટીને રૂ.૪૪૩૪ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૧૧૦.૭૩ પોઈન્ટ તૂટીને ૭૦૬૮૭.૯૮ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ધબડકો : સોના બીએલડબલ્યુ, ટીવીએસ મોટર, બજાજ ઓટો, આઈશર મોટર્સ, મારૂતી તૂટયા
તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીનો ઉત્સાહ અપેક્ષાથી ઓછો રહ્યો હોવાનું અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા વધારાને લઈ મોંઘવારીની ખરીદી પર અસર આગામી દિવસોમાં વધુ નેગેટીવ પડવાની ધારણાએ ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી ધબડકો બોલાયો હતો. સોના બીએલડબલ્યુ રૂ.૨૪.૪૫ તૂટીને રૂ.૭૬૭.૯૫, ટીવીએસ મોટર રૂ.૧૨૧ તૂટીને રૂ.૩૯૫૦, બજાજ ઓટો રૂ.૨૫૦.૨૦ તૂટીને રૂ.૧૦,૦૪૯.૮૦, આઈશર મોટર્સ રૂ.૧૬૭.૩૫ તૂટીને રૂ.૭૧૭૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૬.૫૦ ઘટીને રૂ.૨૧૨૦, મારૂતી સુઝુકી રૂ.૨૨૨.૫૦ તૂટીને રૂ.૧૧,૨૬૦, શેફલર રૂ.૬૭.૯૫ ઘટીને રૂ.૩૫૫૩.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૨૧.૭૬ પોઈન્ટ ગબડીને ૫૫૭૮૭.૮૧ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : એયુ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંકમાં વેચવાલી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોનું આજે ઓફલોડિંગ થયું હતું. યશ બેંક ૫૩ પૈસા તૂટીને રૂ.૧૬.૩૬, એયુ બેંક રૂ.૨૩.૭૫ તૂટીને રૂ.૯૪૭.૩૦, એક્સિસ બેંક રૂ.૨૬.૧૦ ઘટીને રૂ.૧૨૧૦.૮૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૮૪૯, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૩૦ ઘટીને રૂ.૭૫, કેનેરા બેંક રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૨૦.૦૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૯૮.૮૮ પોઈન્ટ ગબડીને ૬૧૮૭૯.૦૬ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોનું સ્વાસ્થય ગબડયું : વન ગ્લોબલ, નોવાર્ટિસ, ક્લિચ, કોપરાન, પોલીમેડ, સિન્જેન તૂટયા
હેલ્થકેર-ફાર્મા શેરોનું સ્વાસ્થ્ય ફરી કથળ્યું હતું. ફંડોની વેચવાલી મોટી રહી હતી. વન ગ્લોબલ રૂ.૬૨.૬૦ તૂટીને રૂ.૩૮૯.૪૫, નોવાર્ટિસ રૂ.૧૫૪ તૂટીને રૂ.૧૭૬૮.૯૦,ક્લિચ ડ્રગ રૂ.૧૬.૯૫ તૂટીને રૂ.૨૦૩.૭૦, કોપરાન રૂ.૧૫.૫૫ ઘટીને રૂ.૨૬૪, પોલીમેડ રૂ.૮૫.૯૦ ઘટીને રૂ.૧૪૬૫.૧૦, સિન્જેન રૂ.૨૧.૩૫ ઘટીને રૂ.૩૭૬.૩૦, શેલબી રૂ.૬.૪૦ ઘટીને રૂ.૧૨૦.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૦૧.૧૩ પોઈન્ટ ઘટીને ૪૭૩૬૩.૫૩ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો હળવા થયા : ક્રોમ્પ્ટન, ડિક્સન, અંબર, હવેલ્સ, વોલ્ટાસ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે મોટો વેપાર હળવો કર્યો હતો. ક્રોમ્પ્ટન રૂ.૮ ઘટીને રૂ.૨૦૦.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૧૮ ઘટીને રૂ.૧૧,૬૯૨, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૨૦.૪૫ તૂટીને રૂ.૬૨૯૯.૯૦, હવેલ્સ રૂ.૨૭.૨૫ ઘટીને રૂ.૧૦૭૧.૧૦, વોલ્ટાસ રૂ.૧૯.૩૫ ઘટીને રૂ.૯૯૭.૭૫, ટાઈટન કંપની રૂ.૪૦ ઘટીને રૂ.૪૩૮૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૮૯.૭૩ પોઈન્ટ તૂટીને ૫૬૨૬૯.૭૫ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોની તોફાની તેજી : ફ્રેકટલ, એલટીટીએસ, હેક્ઝાવેર, વિપ્રો, એચસીએલ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. ફ્રેકટલ રૂ.૭૭.૫૫ વધીને રૂ.૭૮૯.૮૫, એલટીટીએસ રૂ.૩૮૮.૨૫ વધીને રૂ.૩૯૯૮.૦૫, હેક્ઝાવેર રૂ.૩૦.૨૫ વધીને રૂ.૬૦૪.૫૫, વિપ્રો રૂ.૬.૬૦ વધીને રૂ.૧૮૮.૬૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૬.૮૫ વધીને રૂ.૧૪૨૩.૮૫, ઈન્ફોસીસ રૂ.૩૭.૪૦ વધીને રૂ.૧૧૬૭.૪૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૮૭.૬૫ વધીને રૂ.૫૮૬૦, ટેક મહિન્દ્રા રૂ.૫૭ વધીને રૂ.૧૮૩૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૩૫.૯૯ પોઈન્ટ ઉછળીને ૩૦૭૧૩.૧૫ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ફંડો હળવા થયા : એપીએલ અપોલો, હિન્દુસ્તાન ઝિંક, અદાણી, નાલ્કો, જિન્દાલ સ્ટીલ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે વેચવાલી કરી હતી. એપીએલ અપોલો રૂ.૮૭.૨૦ ઘટીને રૂ.૨૦૬૭.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૫૨૪.૮૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૧ ઘટીને રૂ.૨૫૯૫, નાલ્કો રૂ.૫.૯૦ ઘટીને રૂ.૩૧૨, જિન્દાલ સ્ટીલ રૂ.૧૬.૧૦ ઘટીને રૂ.૧૦૨૦.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૨૭.૮૭ પોઈન્ટ તૂટીને ૩૭૯૩૬.૭૦ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ : ગ્લોબસ સ્પિરીટ, લિન્ક, એવીટી નેચરલ, પરાગ મિલ્ક, એરોપ્લેન ઘટયા
એફએમસીજી શેરોમાં પણ આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. ગ્લોબસ સ્પિરીટ રૂ.૭૫.૦૫ તૂટીને રૂ.૭૩૦.૨૫, લિન્ક રૂ.૭.૯૩ તૂટીને રૂ.૮૪.૨૫, સેનસ્ટાર રૂ.૬.૦૫ ઘટીને રૂ.૯૧.૬૫, એરોપ્લેન રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૨૦૭.૮૦, પરાગ મિલ્ક રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૨૫૩.૮૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૮૦.૧૪ પોઈન્ટ ઘટીને ૧૬૫૭૩.૨૭ બંધ રહ્યો હતો.
મોટી મંદીના એંધાણ : સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફરી ધૂમ વેચવાલી : ૩૫૫૪ શેરો નેગેટીવ બંધ
ફરી મોટી મંદીના એંધાણ મળી રહ્યા હોય એમ આજે સ્મોલ, મિડ કેપ શેરો સાથે એ ગુ્રપના શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોની વ્યાપક વેચવાલીના પરિણામે માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૫૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૯૦૪ અને ઘટનારની સંખ્યા ૩૫૫૪ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૦૨૨ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૧૬૧૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૦૨૨.૩૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૭,૦૦૩.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૯૮૧.૫૮કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૬૧૪.૩૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૯૩૧.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૩૧૭.૨૫ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૧૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૧.૭૮ લાખ કરોડ
શેરોમાં ફરી ધૂમ વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૧૫ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૧.૭૮ લાખ કરોડ રહ્યું હતું.




